મગફળીનો ઉપયોગ કરીને વાનગીનો સ્વાદ અદ્ભુત બનાવી શકાય છે. મગફળીનો ઉપયોગ શાકથી લઈને મીઠાઈ સુધીની ઘણી વાનગીઓમાં પણ કરવામાં આવે છે. મગફળીને સામાન્ય રીતે ભારતીય ઘરોમાં નાસ્તા અથવા ફલાહાર તરીકે ખાવામાં આવે છે.
મગફળીને વિટામિન B-1 હોય છે જે તમારા શરીરમાં ઊર્જા જાળવી રાખવામાં પણ મદદ કરે છે. ઘણા લોકો શાક અથવા મીઠાઈ બનાવવા માટે આખી મગફળી અને તેના પાવડરનો ઉપયોગ કરે છે. પરંતુ જ્યારે મગફળીના પાવડરની જરૂર પડે છે ત્યારે લગભગ દરેક વ્યક્તિ તેને ખરીદવા માટે બજારમાં જાય છે.
કેટલીકવાર બજારમાંથી ખરીદી કરીને ઘરે લાવેલા મગફળીના પાઉડરમાં બીજી કોઈ વસ્તુ ભેળવીને વેચવામાં આવે છે. જેનો ઉપયોગ કરવાથી વાનગીનો સ્વાદ તો બગાડે જ છે પણ તેની સાથે તમારા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરે છે.
તો આવી સ્થિતિમાં આજે આ લેખમાં અમે તમને ઘરે મગફળીનો પાઉડર કેવી રીતે બનાવવો અને કેવી રીતે સ્ટોર કરી શકાય તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ કિચન ટિપ્સ અપનાવીને તમે સરળતાથી અને એકદમ શુદ્ધ મગફળીનો પાઉડર ઘરે બનાવી શકો છો.
1. મગફળીનો પાવડર બનાવવાની પહેલી રીત : જો તમે પણ બજાર કરતા વધુ શુદ્ધ સીંગદાણાનો પાઉડર ઘરે બનાવવા માંગતા હોય તો તમે તેને એક નહીં પરંતુ બે સરળ રેસિપીની મદદથી ફાટફાટ બનાવી શકો છો. આ માટે સૌથી પહેલા તમારે લગભગ 500 ગ્રામ છાલ વગરની મગફળી ખરીદીને ઘરે લાવો.
મગફળી ઘરે લાવ્યા પછી તેને એક થી બે વાર સારી રીતે સાફ કરો અને એક દિવસ માટે તડકામાં રાખો. બીજા દિવસે એક કડાઈમાં મગફળી નાખીને લગભગ 20 મિનિટ સુધી સારી રીતે શેકી લો. મગફળી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સારી રીતે રોસ્ટ કરો.
મગફળીને શેકી લીધા પછી કડાઈમાંથી કાઢીને તેને થોડી વાર ઠંડુ થવા મૂકી દો. ઠંડુ થયા પછી, બધી મગફળીમાંથી છાલને કાઢી લો. હવે તેને મિક્સર જારમાં નાખીને બારીક પીસી લો અને તેને એક વાસણમાં કાઢી લો. અહીંયા મગફળીની છાલને ફેંકશો નહિ, પણ ઘરે છોડ હોય તેમાં ખાતર તરીકે ઉપયોગ કરો.
2. મગફળીનો પાવડર બનાવવાની બીજી રીત : સૌથી પહેલા મગફળીને સારી રીતે સાફ કરીને તેને એક દિવસ માટે તડકામાં રાખો. બીજા દિવસે મગફળીને એક વાસણમાં મૂકીને માઇક્રોવેવમાં મુકો અને ચાલુ કરો અને થોડીવાર શેકી લો. થોડી વાર પછી માઈક્રોવેવ બંધ કરી દો અને મગફળીને ફરી એકવાર હલાવીને ફરીથી ચાલુ કરીને શેકી લો.
મગફળીને માઈક્રોવેવમાં શેક્યા પછી થોડી વાર માટે ઠંડુ થવા દો અને મગફળીમાંથી ઉપરની ફોતરાં કાઢીને અલગ કરો. હવે બધી મગફળીને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીને બારીક પીસી લો અને એક વાસણમાં કાઢી લો. હવે તેને બરણીમાં રાખો.
મગફળીનો પાવડર સ્ટોર કરવાની રીત : ઘરે તૈયાર કરેલા સીંગદાણાના પાવડરનો ઉપયોગ તમે એક નહીં પરંતુ ઘણા અઠવાડિયા સુધી કરી શકો છો. મગફળીના પાવડરને સ્ટોર કરવા માટે તમે કાચની બરણી અથવા એર કન્ટેનરને પસંદ કરો. પાવડરનો ઉપયોગ કર્યા પછી હંમેશા ઢાંકણને ચુસ્તપણે બંધ કરવાનું ભૂલશો નહિ.
ઘણી વાર બરણીનું ઢાંકણું સહેજ પણ ખુલ્લું રહી ગયું છે તો પાવડર બગડવાની શક્યતા વધી જાય છે.ખાસ કરીને શિયાળાની ઋતુમાં હવામાન ભેજવાળું હોય છે જેના કારણે આ પાવડર ખરાબ થઈ શકે છે. તેથી ઢાંકણાને ચુસ્તપણે બંધ રાખો.
આ સિવાય સૌથી પહેલા મગફળી પાઉડરને પ્લાસ્ટિકની થેલીમાં નાખીને સારી રીતે પેક કરી લો. પહેલા પ્લાસ્ટિકની થેલીમાં પેક કર્યા પછી જ તેને કાચની બરણી અથવા એર કન્ટેનરમાં સ્ટોર કરો. આમ કરવાથી તેને બગડવાની સંભાવના ઘણી ઓછી છે. મગફળીના પાવડરને ફ્રિજમાં કે ભેજવાળી જગ્યા પર સ્ટોર કરવાનું ટાળો.
આ વાનગી બનાવવા કરો ઉપયોગ : આમ તો મગફળીના પાવડરથી તમે એક નહીં પરંતુ ઘણી વાનગીઓમાં ઉપયોગ કરી શકો છો. જો તમે મીઠાઈમાં કંઈક મીઠી વસ્તુ ખાવા ઈચ્છો છો તો તેની મદદથી તમે સ્વાદિષ્ટ લાડુ બનાવી શકો છો. સીંગદાણાના પાવડરથી તમે સરળતાથી ઘરે જ ચિક્કી બનાવી શકો છો.
આનો ઉપયોગ કરીને ચટણી પણ બનાવી શકાય છે. તેને દૂધમાં ભેળવીને પણ સેવન કરી શકાય છે. તમે આ પાવડરને બાળકો માટે ખીર કે કેક બનાવવામાં પણ ઉપયોગ કરી શકો છો.
જો તમને આ મગફળીનો પાવડર બનાવવાની રીત પસંદ આવી હોય તો તામ્ર સર્કલમાં જણાવો. આવી જ બીજી રેસિપી અને રસોડા સબંધિત અવનવી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.