gulab jamun chasni banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે ઘણી એવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ જેમાં ચાસણીની જરૂર પડે છે. આ સ્થિતિમાં ઘણા લોકો ફરિયાદ કરે છે કે અમારે ઘરે એકદમ પરફેક્ટ ચાસણી બનતી નથી. ઘરે ખાંડની ચાસણી બનાવવી એ એક સરળ કામ લાગે છે પરંતુ વાસ્તવમાં તે કામ થોડું મુશ્કેલ છે કારણ કે પરફેક્ટ કન્સીસ્ટન્સી ચાસણી બનાવવામાં ઘણો લાંબો સમય લાગી શકે છે.

ઘણીવાર ચાસણી આગળ નીકળી જવાથી બગડી જાય છે ત્યારે ઘણી વખત લોકો ફરિયાદ કરે છે કે તેમના ગુલાબ જામુન બરાબર નથી બન્યા, ચાસણી વધારે પાતળી થઈ ગઈ છે. જલેબીમાં બરાબર મીઠાશ મળતી નથી વગેરે વગેરે.

જો તમે પણ એજ મહિલા છો જેમને પહેલા કોઈ દિવસ ખાંડની ચાસણી બનાવી નથી અને તમે પણ તેને ઘરે જ યોગ્ય રીતે બનાવવા માંગો છો તો આજે અમે તમને ચાસણી સાથે જોડાયેલી કેટલીક ટિપ્સ જણાવીશું જે તમને મદદરૂપ થશે.

1. કેટલી ખાંડ અને કેટલું પાણી લેવું? ખાંડની ચાસણી બનાવવામાં સૌથી મોટી ભૂલ એ થાય છે કે આપણે જાણતા જ નથી કે ખાંડ અને પાણીનું પ્રમાણ કેટલું રાખવું. જો તમે પણ ગુલાબ જામુન જેવી કોઈપણ મીઠી વાનગી માટે ખાંડની ચાસણી બનાવવા જઈ રહ્યા છો તો તે મહત્વનું છે કે તમે સરખા પ્રમાણમાં પાણી અને ખાંડ રાખો અને પછી તેને એકવાર હલાવો અને 5 થી 7 મિનિટ સુધી ઉકળવા દો.

અહીંયા જે ચાસણી બનશે તે યોગ્ય બનશે અને તેની કન્સીસ્ટન્સી એકદમ પરફેક્ટ હશે. હવે તમે અહીંથી જ તમે અડધા તાર અથવા એક તારની ચાસણી બનાવી શકો છો. ધ્યાન રાખો કે આનાથી વધુ ઘટ્ટ ખાંડની ચાસણીમાં ગુલાબ જામુન યોગ્ય રીતે બનશે નહિ.

2. ગોળની ચાસણી : ગોળની ચાસણી પણ આ જ રીતે બનાવવામાં આવે છે પરંતુ ગોળમાં પાણીનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. તે 2:1 ના માપ સાથે બનાવી શકાય છે. ગોળની ચાસણી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેમાં રીફાઇન્ડ ખાંડની ચાસણી કરતાં આ ચાસણીમાં વધારે દાણાદાર કન્સીસ્ટન્સી હોય છે. આ ચાસણીને હેલ્ધી પણ માનવામાં આવ છે.

3. ચીકી બનાવવા માટે ખાંડની ચાસણી : જો તમે ઘરે ચિક્કી બનાવવા જઈ રહયા છો તો તો તમારે ઘટ્ટ ચાસણીની જરૂર પડશે. તે લાડુ અને ચિક્કી માટે બેસ્ટ ચાસણી હોય છે પરંતુ તે બે તારની ચાસણી નથી હોતી, મોટાભાગના લોકો ઘણીવાર આ ભૂલ કરે છે.

હકીકતમાં ચીક્કીમાં ચાસણી બે તાર વાળી ચાસણી કરતા પણ વધારે જાડી હોય છે. તેની કન્સીસ્ટન્સી એવી હોવી જોઈએ કે જો તેને પાણીમાં નાખવામાં આવે તો તે તરત જ કડક બોલ જેવું બની જાય. જો તમે બે તારની ચાસણીને થોડીવાર ગરમ કરશો તો તેમાં તે કન્સીસ્ટન્સી આવી જશે અને આ સૌથી બેસ્ટ ચાસણી હોય છે જેમાં ચિક્કી એકદમ પરફેક્ટ માર્કેટ જેવી બને છે.

4. પાતળી ચાસણી : આ એક પ્રકારની ચાસણી છે જે વધારે ઘટ્ટ ચાસણી નથી હોતી અને તે ગુલાબ જામુનની ચાસણી કરતા પણ પાતળી હોય છે. આને ખાંડ અને પાણી ઉમેરીને અને જ્યાં સુધી ખાંડ સંપૂર્ણપણે ઓગળી ત્યાં સુધી બનાવવામાં આવે છે.

5. ચાસણીને કેવી રીતે સ્ટોર કરી શકાય ? જો તમે ખાંડની ચાસણીને સારી રીતે સ્ટોર કરવા માંગતા હોય તો તે મહત્વનું છે કે તમે તેને ફ્રિજમાં હવાચુસ્ત એટલે કે એરટાઈટ કન્ટેનરમાં રાખો. એક તાર વાળી ચાસણીને તમે ફ્રીજમાં ઓછામાં ઓછા 3 થી 4 અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો.

તે જ જગ્યાએ જો તમે 2:1 (ખાંડ અને પાણી) ના માપ સાથે જાડી ચાસણી બનાવી છે તો તમે તેને બે મહિના સુધી ફ્રિજમાં સારી રીતે સ્ટોર કરી શકો છો. કોલ્ડ પ્રોસેસ એટલે કે ઠંડી પ્રક્રિયાથી બનાવેલી ચાસણી, કોઈપણ ગરમી વગર એટલે કે બ્લેન્ડરનો ઉપયોગ કરીને પાણી અને ખાંડ સરખા ભાગમાં લઈને બનાવેલી ચાસણી 14 થી 15 દિવસથીવધારે ચાલતી નથી.

જો તમે પણ ઘરે ચાસણી બનાવની વિચારી રહ્યા છો તો અહીંયા જણાવેલી આ ટિપ્સમેં ધ્યાનમાં રાખીને બનાવશો તો એકદમ પરફેક્ટ ચાસણી બનશે.

જો તમને પણ માહિતી પસંદ આવી હોય તો આગળ મોકલો, જેથી કરીને જે લોકો આ માહિતીથી અજાણ છે તે પણ ઘરે જ સારી રીતે ચાસણી બનાવી શકે. આવી જ બીજી જીવનઉપયોગી માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા