આજના યુગમાં લોકો એવા ઘરોને વધારે પ્રાધાન્ય આપે છે જેમાં ટાઇલ્સ લગાવવામાં આવી હોય. કારણ કે ટાઈલ્સ તમારા ઘરની સુંદરતા વધારવાની સાથે સાથે તે તમારા ઘરને ચમકદાર અને સ્વચ્છ પણ બનાવે છે. જી હા, એ અલગ વાત છે કે ઘરમાં ટાઇલ્સ લગાવ્યા પછી ચોક્કસ સમય પ્રમાણે તેને સાફ કરવી પણ ખૂબ જ જરૂરી છે.
કારણ કે જો તમે સમયસર સાફ નથી કરતા તો ટાઇલ્સ ગંદી થઇ જશે અને નિસ્તેજ દેખાવા લાગે છે અને તમારે ટાઇલ્સ બદલવાની ફરજ પડી છે. જો કે આજકાલ બજારમાં તમને ઘણા પ્રકારના કેમિકલ્સ મળી જશે, જેનો ઉપયોગ કરીને તમે ટાઇલ્સ પરના કોઈપણ પ્રકારના ડાઘને સરળતાથી સાફ કરી શકો છો.
પરંતુ શું તમે જાણો છો કે ટાઈલ્સને દર વર્ષે રિપેર કરવી ખૂબ જ જરૂરી છે. કારણ કે તેની આજુબાજુનો સિમેન્ટ હટવા લાગે છે અને ટાઇલ્સની પોલિશ ખરાબ થવા લાગે છે. જો તમે પણ દર વર્ષે ટાઇલ્સ રિપેર કરાવો છો તેમ છતાં ટાઇલ્સ પર સિમેન્ટના ડાઘ રહી જાય છે.
જો તમારી સાથે પણ આવું જ કંઈક થાય છે તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજે અમે આ લેખમાં તમારા માટે આવી જ કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ જેની મદદથી તમે તમારી ટાઇલ્સમાંથી સિમેન્ટના ડાઘ સરળતાથી સાફ કરી શકો છો.
પહેલા આ કામ કરો : દેખીતી રીતે તમે ટાઇલ્સને સાફ કરવામાં વધારે સમયનો બગાડ નહિ કરો. આ કિસ્સામાં તમારે તમારી ટાઇલ્સને સારી રીતે તપાસવી પડશે અને તમારે શોધવું પડશે કે ડાઘ કેટલા વધારે છે અને કેટલા હળવા છે. કારણ કે જો તમને આ વાતની ખબર પડી જશે, તો તમારે તે જ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવો જોઈએ.
જો તમારા ડાઘ થોડા હળવા હોય તો કેમિકલનો ઉપયોગ કરવાની જરૂર નથી, સાબુ અને બ્રશથી સરળતાથી સાફ થઈ જશે. જો તમારા ડાઘા વધારે અને હાર્ડ હોય તો તમારે હાર્ડ કેમિકલ્સનો ઉપયોગ કરવાની જરૂર પડશે. તેથી તમે પહેલા આખા ઘરને સારી રીતે તપાસી લો અને પછી ટાઇલ્સ સાફ કરશો તો તમને વધારે સરળ બનશે.
ગરમ પાણી અને સાબુ : જો ટાઇલ્સ પર સિમેન્ટના ડાઘ હળવા અને નાના હોય તો ગરમ પાણી અને કોઈ લીકવીડની મદદથી સરળતાથી સાફ કરી શકો છો. આ માટે તમારે થોડી વાર માટે સિમેન્ટ પર ગરમ પાણી રેડવાનું છે જેથી કરીને સિમેન્ટના ડાઘ ઢીલા થઈ જાય. આમ કર્યા પછી જ તમે કોઈ લીકવીડથી સાફ કરો.
સામગ્રી: 1/2 લિકવીડ સાબુન, 1/2 કપ ગરમ પાણી અને 1 મગ સ્વચ્છ પાણી
વિધિ : પાણીને ગરમ કરો અને તેમાં લિક્વિડ સોપ મિક્સ કરો. આ પછી તમે આ સોલ્યુશનને ટાઇલ્સ પર નાખો અને 15 થી 20 મિનિટ રહેવા દો. પછી ટૂથબ્રશથી ટાઇલ્સ સાફ કરો અને છેલ્લે સ્વચ્છ પાણીથી ટાઇલ્સને ધોઈ લો. હવે તેને સ્વચ્છ કપડાથી સાફ કરો. આ રીતે ટાઇલ્સ સારી રીતે સાફ થઈ જશે. હજુ પણ કેટલાક ડાઘ રહી જાય છે તો તમે ફરીથી આ ક્રિયા કરી શકો છો.
લીંબુ અને ખાવાનો સોડા : બેકિંગ સોડા ઘરની સફાઈમાં ઉપયોગ થાય છે. તેમાં એક્સફોલિએટિંગ ગુણ છે જે વસ્તુઓને સ્વચ્છ રાખવાનું કામ કરે છે. જો લીંબુને ખાવાના સોડા સાથે મિક્સ કરવામાં આવે તો તે વધારે સારું કામ કરશે. તમે ટાઇલ્સ પરના સિમેન્ટના ડાઘ દૂર કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો.
સામગ્રી : 1/2 કપ લીંબુનો રસ, 1/2 કપ ગરમ પાણી અને ચપટી ખાવાનો સોડા
વિધિ : પાણીને ગરમ કરીને તેમાં લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણમાં ખાવાનો સોડા નાખો.
હવે આ મિશ્રણને ડાઘ પર રેડો અને 15 થી 20 મિનિટ માટે છોડી દો. આ પછી ટૂથબ્રશથી ડાઘ સાફ કરો અને પછી સાફ પાણીથી ટાઈલ્સ ધોઈ લો. તમારી ટાઇલ્સ સાફ થઈ જશે અને નવીની જેમ ચમકશે.
હાઇડ્રોજન પેરોક્સાઇડ : ડાઘ કોઈપણ પ્રકારના હોય પરંતુ હાઇડ્રોજન પેરોક્સાઇડની મદદથી સરળતાથી દૂર કરી શકાય છે. જો ડાઘ બેકિંગ સોડાથી દૂર નથી થતા તો તમે હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ કરી શકો છો. જો તમારો ડાઘ હાર્ડ હોય અને તે ટાઈલ્સમાંથી નીકળતો ના હોય તો, તમે ત્રણથી ચાર કલાક માટે ડાઘ પર હાઈડ્રોજન પેરોક્સાઇડ નાખી શકો છો.
સામગ્રી : 1 બાઉલ, 5 ચમચી હાઇડ્રોજન પેરોક્સાઇડ અને 1 કપ ગરમ પાણી
વિધિ : ઉપયોગ કરવા માટે, સૌથી પહેલા એક બાઉલમાં ગરમ પાણીમાં એકથી બે ચમચી હાઇડ્રોજન પેરોક્સાઇડ મિક્સ કરો. હવે આ મિશ્રણમાં ડાઘવાળી જગ્યાને ડુબાડીને થોડીવાર માટે છોડી દો. થોડા સમય પછી બ્રશથી ડાઘને ઘસીને સાફ કરો. ડાઘ સરળતાથી ઉતરી જશે.
બીજી ટિપ્સ : સિમેન્ટના ડાઘ સાફ કરવા માટે સૌથી પહેલા તમારા હાથ પર મોજા પહેરો કારણ કે આમ કરવાથી તમારા હાથ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. ડાઘ દૂર કરવા માટે બ્રશ સિવાય તીક્ષ્ણ વસ્તુનો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી ડાઘ દૂર કરવા ખૂબ સરળ બનશે. જો તમે હાર્ડ કેમિકલ્સનો ઉપયોગ કરો છો તો તમારી આંખોને સુરક્ષિત રાખો.
તમે પણ આ ટિપ્સની મદદથી ટાઇલ્સમાંથી હઠીલા સિમેન્ટના ડાઘને સરળતાથી દૂર કરી શકો છો. જો તમને આ જાણકરી સરસ લાગી હોય તો તેને આગળ મોકલો. આવી જ બીજી જાણકરી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.