વજન ઓછું કરવાનું વિચારી રહયા છો તે લોકો માટે પાણી ઘણીવાર દવા તરીકે કામ કરે છે. તમારા શરીરના વજનને પાણી કરતાં વધારે સારી રીતે બીજી કોઈ વસ્તુ નિયંત્રિત નથી કરી શકતી. દરરોજ 8 ગ્લાસ અથવા બે લીટર પાણી પીવાથી તમારું વજન નિયંત્રણમાં જ રહે છે અને તેની સાથે સાથે શરીર પણ અંદરથી સાફ રહે છે. નિષ્ણાતોના મતે દરેક વ્યક્તિએ દરરોજ 2 થી 3 લિટર પાણી પીવાં પ્રયત્ન કરવો જોઈએ.
તમે દિવસ કેટલું પાણી પીવો છો તેની ખાતરી કરવા માટે તમે દિવસ દરમિયાન પાણી પીવાનો એક ચોક્કસ સમય સેટ કરી શકો છો. તમે આ માટે મોબાઈલમાં એલાર્મ પણ સેટ કરી શકો છો. તો ચાલો જાણીએ કે તમે વજન ઘટાડવા માટે સાદું પાણી સિવાય બીજા કયા પાણીનું સેવન કેવી રીતે કરી શકો છો.
વજન ઘટાડવા માટે પાણી : જ્યારે તમે પાણીની સાથે દેશી મસાલા અને ઔષધિઓને મિક્સ કરવામાં આવે છે તો તે પાણી પોષણથી ભરપૂર બને છે. જો કે મોટાભાગના લોકો શરીરને ડીટોક્સ કરવા માટે ફળો અને શાકભાજીને પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરવાનું પસંદ કરે છે,
પરંતુ દરેક વખતે તેને બનાવવું સરળ નથી. ખાસ કરીને દરેક ઋતુમાં દરેક ફળ અને શાકભાજી મળતી નથી હોતી. આવી સ્થિતિમાં તમે બીજી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.
લીંબુ પાણી : સામાન્ય રીતે બધા લોકો જાણે જ છે કે લીંબુ પાણી આપણા શરીરને કેટલો ફાયદો કરે છે, તે કોઈના માટે નવી વાત નથી. આ પાણી સાઇટ્રસથી ભરપૂર ભગવાનની ભેટ છે, ખાસ કરીને તે લોકો માટે જેઓ વજન ઓછું કરવા માંગે છે.
લીંબુ મેટાબોલિઝમ વધારવાનું કામ કરે છે અને નિષ્ણાતો લીંબુને નવશેકું પાણી સાથે પીવાની ભલામણ કરે છે. તમે તેમાં મધ પણ ઉમેરી શકો છો, પરંતુ જો તમને એસિડિટી છે તો તેને દરરોજ ના પીવો.
જીરું પાણી : આ એક એવો મસાલો છે જેનો ઉપયોગ દરેક ભારતીય વાનગીમાં થાય છે. જીરું ખૂબ જ ઓછી કેલરી ધરાવે છે અને પાચનમાં સુધારો કરે છે. ચયાપચયને વેગ આપે છે અને શરીરને ડિટોક્સિફાય કરે છે. તેમાં એન્ટી ઈફ્લેમેટરી ગુણ હોય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. આ માટે આખીરાત માટે પાણીમાં એક ચમચી જીરું મિક્સ કરીને રાખો. બીજા દિવસે સવારે આ પાણીને ગાળીને પી જાઓ. તમે સ્વાદ વધારવા માટે તમે લીંબુ, મધ, આદુ પણ ઉમેરી શકો છો.
વરિયાળીનું પાણી : વરિયાળી જમ્યા પછી ખવાતો મુખવાસ છે, પરંતુ શું તમે જાણો છો કે તે વજન ઘટાડવામાં પણ વરિયાળી મદદ કરી શકે છે. આ માટે તમારે રાત્રે એક ચમચી વરિયાળીને પાણીમાં પલાળી રાખવી અને સવારે ઉઠ્યા પછી તેને પી જવું. તમે દિવસમાં બે વાર ચા પીવાના બદલે સવારે અને સાંજે આ પાણી પી શકો છો.
આદુ પાણી : સામાન્ય રીતે લોકો આદુને ચામાં વધારે પસંદ કરે છે. જો કે આદુ ચામાં સ્વાદ વધારવાની સાથે વજન ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. સવારે ખાલી પેટ આદુનું પાણી પીવાથી તમારું વજન ઓછું કરવામાં મદદ મળી શકે છે. સંશોધન મુજબ સ્થૂળતા શરીરમાં ઓક્સિડેટીવ તણાવ અને સુજનનું કારણ બને છે.
ઓક્સિડેટીવ તણાવ શરીરમાં મુક્ત રેડિકલને કારણે થતા નુકસાનને કારણે થાય છે. આદુના એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો આ મુક્ત રેડિકલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને તેના એન્ટી ઈફ્લેમેટરી ગુણધર્મો સુજન સામે લડી શકે છે.
જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો આવી જ બીજી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.