ઘરે બનાવેલું દહીં બજાર કરતા સંપૂર્ણપણે અલગ હોય છે અને તે સસ્તું અને કેમિકલ મુક્ત હોવા ઉપરાંત ફાયદાઓથી ભરપૂર હોય છે. દહીંમાં એવા ઘણા પોષક તત્વો હોય છે જે તમને સ્વસ્થ રાખે છે. દહીંમાં ફોસ્ફરસ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, તેથી દહીંના સેવનથી પેટની સાથે બીજી ઘણી બીમારીઓ પણ દૂર થાય છે.
દહીં ખાવાથીતમારા દાંત અને હાડકા મજબૂત બને છે. પરંતુ શું તમે જાણો છો કે દહીંને માટીના વાસણમાં જમાવવામાં આવે તો તેનો સ્વાદ ખૂબ જ સારો હોય છે. આ માટીના વાસણો અત્યારે પણ મળે છે અને એક પરંપરા આપણા પૂર્વજોથી ચાલી આવે છે. જાણીએ છીએ કે તે સમયે આપણી પાસે આજના જેવા કાચ કે પ્લાસ્ટિકના ડબ્બા નહોતા.
ભલે આપણે આજના યુગમાં ગમે તેટલા આગળ વધીએ પરંતુ આ વાસણોના ઘણા ફાયદા છે. આ ફાયદાઓ જાણીને તમને પણ ખ્યાલ આવશે કે માટીના વાસણમાં દહીં કેમ બનાવવું જોઈએ.તો ચાલો જાણીએ માટીના વાસણમાં રાખેલ દહીં ખાવાથી શું ફાયદો થાય છે?
દહીં ગાઢું જામે છે : માટીના વાસણો છિદ્રાળુ હોય છે જે દહીંના પાણીને શોષી લે છે. માટીના વાસણો વધારાનું પાણી શોષી લે છે અને દહીંને ઘટ્ટ બનાવે છે. કાચ અથવા બીજા વાસણમાં દહીં જમાવવાથી પાણી અંદર રહે છે જેના કારણે તે પાતળું અને પાણી જેવું બની જાય છે.
તાપમાન : જ્યારે ઠંડી વધારે હોય છે ત્યારે ઘરે દહીં બનાવવું મુશ્કેલ હોય છે કારણ કે તેના માટે ચોક્કસ તાપમાન જરૂરી છે. પરંતુ જ્યારે માટીના વાસણની વાત આવે છે ત્યારે તમારે જાણવું જોઇએ કે માટી ગરમી પ્રતિરોધક છે તેથી તે દહીંને ઇન્સ્યુલેટ કરે છે અને તેને તાપમાનમાં ઉતાર ચડાવથી બચાવે છે.
આપણે જાણીએ છીએ કે દહીંને સેટ કરવા માટે તેને યોગ્ય તાપમાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે અને માટીના વાસણ સામાન્ય તાપમાન જાળવવામાં મદદ કરે છે. બાહ્ય તાપમાનની વધઘટની દહીં પર કોઈપણ પ્રકારની અસર થતી નથી.
માટીનો સ્વાદ : : શું તમે ક્યારેય ઓરીજીનલ મિષ્ટી દહીં ખાધું છે ખરા? તેમાં ફ્લેવર સિવાય તમને જે માટીનો સ્વાદ મળે છે તે માટીના વાસણોને કારણે છે. જ્યારે તમે માટીના વાસણોનો ઉપયોગ કરો છો ત્યારે તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને સ્વાદ બમણો થઇ જાય છે.
આટલું જ નહિ, શેફ સંજીવ કપૂરે પણ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એ વાત શેર કરી હતી કે દહીંનો સ્વાદ કેટલો અલગ હોઈ શકે છે તે સમજવા માટે તમારે એકને માટીના વાસણમાં અને બીજું ધાતુના પાત્રમાં દહીં બનાવવું જોઈએ અને પછી તમારે જાતે જ અનુભવ કરવો જોઈએ.
કુદરતી ખનિજો : જો તમે માટીના બનેલા વાસણમાં દહીં જમાવો છો તો તે કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ અને બીજા સૂક્ષ્મ પોષકતત્વો જેવા મિનરલ્સથી ભરપૂર હોય છે. આ રીતે તૈયાર કરવામાં આવેલું દહીં પ્લાસ્ટિક અથવા સ્ટીલના વાસણમાં બનાવેલા દહીં કરતાં પોષણમાં વધુ અને પચવામાં સરળ હોય છે.
આ સિવાય ભારતમાં માટીના વાસણો રસોઈના બીજા વાસણો કરતાં ઘણા સસ્તા છે. તમે તમારા મહિનાના બજેટમાંથી વધારે પૈસાનો બગાડ કર્યા વગર તેને વિવિધ આકાર અને કદમાં મેળવી શકો છો. તમે ઓનલાઈન પણ તેનો ઓર્ડર કરી શકો છો.
આ સિવાય પણ એક વાતનું ધ્યાન રાખો કે દર વખતે ઉપયોગ કર્યા પછી વાસણોને સારી રીતે ધોઈ લો અને સાફ કરોઅને તેમાં તૈયાર કરેલા સ્વાદિષ્ટ દહીંનો આનંદ લો.
દહીં જમાવવાની રીત : મહત્તમ પોષણ મેળવવા માટે દહીંને જમાવવા માટે ગ્લેડ વગરના માટીના વાસણનો ઉપયોગ કરો. ચમકદાર અને વધારે આકર્ષક દેખાતા વાસણમાં ખનિજો ઓછા હોય છે. દહીંને ઘટ્ટ અને મલાઈદાર બનાવવા માટે ભેંસ અથવા ગાયના દૂધનો ઉપયોગ કરો.
દહીંને જમાવવા માટે ગરમ દૂધનો ઉપયોગ કરો, એટલે કે ના તો વધારે ગરમ કે ના તો વધારે ઠંડું. જો દૂધ વધારે ગરમ કે ઠંડુ હોય તો દહીં બરાબર જામશે નહીં. ખાતરી કરો કે માટીના વાસણમાં દહીં (પહેલેથી જ જામેલા દહીંની થોડી માત્રા) સાથેનું ગરમ દૂધ સારી રીતે ઢાંકેલું છે અને ગરમ જગ્યાએ રાખવામાં આવે. તો જ દહીં બરાબર જામશે.
જામી ગયેલા દહીંને તરત જ ફ્રિજમાં રાખો જેથી કરીને તે ખાટું ના થાય. હવે જયારે પણ તમે સ્વાદની સાથે સારું સ્વાસ્થ્ય મેળવવા માટે માટીના વાસણમાં દહીં જમાવો. ખોરાક સબંધીત વધારે માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.