મોટાભાગના લોકો શિયાળાની ઋતુમાં ગોળ ખાવાનું પસંદ કરે છે. ઘણા લોકો શિયાળામાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. આ સાથે ખાંડ કરતા ગોળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ગોળમાં વિટામિન સી અને આયર્ન હોય છે, તે પાચનતંત્ર અને રક્ત પરિભ્રમણને સુધારવામાં પણ મદદ કરે છે.
આ સાથે ગોળ ખાવાથી શરીર ગરમ પણ રહે છે. પરંતુ, મોટાભાગની વસ્તુઓમાં ભેળસેળ જોવા મળે છે એજ રીતે બજારમાં ભેળસેળયુક્ત ગોળનું પ્રમાણ પણ વધી ગયું છે. ભેળસેળયુક્ત ગોળનું સેવન તમારા શરીરને ઘણું નુકસાન પહોંચાડી શકે છે.
પરંતુ આ બધા વચ્ચે એક સવાલ દરેકના મનમાં પ્રશ્ન એ છે કે ગોળ અસલી છે કે નકલી તે કેવી રીતે શોધી શકાય? તો આજે અમે તમને એવી કેટલીક ટિપ્સ જણાવીશું જેના દ્વારા તમે સરળતાથી જાણી શકશો કે ગોળમાં ભેળસેળ છે કે નહીં.
ગોળને ચાખીને જોવો : જો તમે જાણવા માંગતા હોય કે તમે બજારમાંથી ખરીદીને લાવેલા ગોળમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ છે કે કેમ, તો તેના માટે તમારે હંમેશા પહેલા ગોળને ચાખવો જોઈએ. ગોળમાં કેટલી શુદ્ધતા છે તે તપાસવાનો આ સૌથી સહેલો રસ્તો છે.
જો ગોળનો સ્વાદ તમને ખારો લાગતો હોય તો તેનો અર્થ એ કે ગોળમાં ભેળસેળ કરવામાં આવી છે. ગોળમાં રહેલી ખારાશ મીઠાની ઊંચી સાંદ્રતા દર્શાવે છે. તેમજ ખારાશ બતાવે છે કે ગોળ તાજો છે કે નહીં. ગોળ જેટલો જૂનો હશે તેટલો તેનો સ્વાદ વધુ ખારો હશે.
રંગ દ્વારા શોધો : બજારમાં મળતો દરેક ગોળ ચોખ્ખો નથી હોતો તેથી તમારે ગોળની શુદ્ધતા તપાસવી જ જોઈએ. તમે ગોળને જોઈને પણ જાણી શકો છો કે ગોળમાં કોઈ ભેળસેળ થઈ છે કે નહીં. અસલી ગોળ તેના રંગ પરથી ઓળખી શકાય છે. તમને જણાવી દઈએ કે અસલી ગોળનો રંગ ભૂરો હોય છે.
પરંતુ જો ગોળનો રંગ સફેદ, આછો પીળો અથવા થોડો લાલ (ચળકતો) દેખાય છે તો તેનો અર્થ એ થાય કે ગોળમાં કોઈપણ પ્રકારની ભેળસેળ કરવામાં આવી છે. આ સિવાય પણ તમે બીજી રીતે ઓળખી શકો છો કે રંગમાં ભેળસેળ છે કે નહિ.
આ માટે અડધી ચમચી ગોળ લો અને તેમાં છ મિલીલીટર આલ્કોહોલ ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરો. હવે તેમાં 20 ટીપાં કંસટ્રેટ હાઇડ્રોક્લોરિક એસિડના ઉમેરો. આ પછી જો ગોળનો રંગ ગુલાબી થઈ જાય તો તેનો અર્થ છે કે ગોળમાં કૃત્રિમ રંગો ઉમેરવામાં આવ્યા છે.
પાણીમાં નાખો : ગોળની શુદ્ધતા જાણવાનો સૌથી સરળ રસ્તો છે. ભેળસેળયુક્ત ગોળ તપાસવા માટે સૌથી પહેલા એક કપ પાણી લો. પછી તેમાં ગોળ નાખો. જો ગોળમાં ગોળ નીચે બેસી જાય છે તો તેનો અર્થ છે કે કોઈપણ પ્રકારની ભેળસેળ થઈ છે. પરંતુ જો ગોળ ચોખ્ખો હશે તો તે પાણીમાં સંપૂર્ણપણે ઓગળી જાય છે. અસલી ગોળની વિશેષતા છે કે તે પાણીમાં જલ્દી ઓગળી જાય છે.
ગોળમાં ક્રિસ્ટલની તપાસ કરો : ઘણીવાર ગોળના જથ્થાને વધારવા માટે ક્રિસ્ટલ અથવા ચોક ઉમેરવામાં આવે છે. તે જાણવા માટે ગોળને ખૂબ જ બારીક સમારી લો અથવા તોડી લો. જો ગોળમાં ક્રિસ્ટલ અથવા બીજો કોઈ ભાગ દેખાય છે તો તેનો અર્થ એ છે કે ગોળને મીઠો બનાવવા માટે ઘણી બધી પ્રોસેસ કરવામાં આવેલી છે.
આ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખો : બજારમાં મળતો છૂટક ગોળ એટલે ખુલ્લો ગોળને ખરીદશો નહિ કારણ કે ઘણીવાર એવું જોવા મળે છે કે તેમાં વધુ ભેળસેળ કરવામાં આવે છે. ગોળ સસ્તો છે તે સસ્તાની જાળમાં ફસાશો નહીં. બ્રાન્ડેડ કંપનીના જ ગોળ ખરીદવાનો પ્રયત્ન કરો.
ગોળના પેકેટ પર લગાવેલું લેબલ વાંચવાનું ક્યારેય ભૂલશો નહીં. તેનાથી તમને ખબર પડશે કે ગોળમાં શું શું મિક્સ કરવામાં આવેલું છે. અમને આશા છે કે તમને અમારો આ લેખ જરૂર ગમ્યો હશે.
જો તમને જાણકરી પસંદ આવી હોય તો, આવી જ માહિતી અને બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને બ્યુટી ટિપ્સ, કિચન ટિપ્સ સબંધિત માહિતી મળતી રહેશે.
Comments are closed.