gayatri mantra benefits in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જો તમે ગાયત્રી મંત્ર વિશે સારી રીતે જાણો છો તો, તમને પણ આ મંત્રની અનોખી શક્તિ અનુભવ થયો હશે. ગાયત્રી મંત્રને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આનો જાપ કરવાથી તમને માનસિક શાંતિની સાથે સારું સ્વાસ્થ્ય પણ મળી શકે છે. મોટાભાગના લોકો માને છે કે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી ઘરમાં તમામ શુભ થાય છે. જો કે થતું હશે.

પરંતુ ગાયત્રી મંત્ર તમને સુખની સાથે સારું સ્વાસ્થ્ય પણ આપે છે અને આ વાત બહુ ઓછા લોકો જાણતા હશે. ચાર વેદ અને 24 અક્ષરોથી બનેલો આ ગાયત્રી મંત્ર તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ જ સારી અસર કરે છે, તો આજે આ લેખમાં અમે તમને જણાવીશું કે ગાયત્રી મંત્રના સ્વાસ્થ્ય માટે કઈ રીતે ફાયદાકારક છે.

મનને શાંત કરે છે

આજની વ્યસ્ત જીવનશૈલીમાં દરેક વ્યક્તિ તણાવથી ઘેરાયેલા છે અને એમાં ખાસ કરીને મહિલાઓમાં તણાવ વધુ હોય છે કારણ કે મહિલાઓ બંને જવાબદારીઓ નિભાવતી હોય છે, તો ક્યારેક ઘરના કામનો તણાવ તો ક્યારેક ઓફિસના કામનો તણાવ. આવી સ્થિતિમાં તેનું મન ક્યારેય શાંત નથી રહેતું, તેથી તમારે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ.

ગાયત્રી મંત્રની શરૂઆતમાં જ ઓમ શબ્દ હોય છે, જેને બોલવાથી વાઈબ્રેશન હોઠ પર, જીભ અને માથા સુધી પહોંચે છે તે મનને શાંત કરે છે. જેના કારણે મગજ રિલેક્સિંગ હોર્મોન્સ રિલિઝ કરે છે અને એટલું જ નહીં ગાયત્રી મંત્રમાં વપરાયેલા શબ્દોનો જાપ કરવાથી એકાગ્રતા શક્તિ પણ વધે છે.

રોગપ્રતિકારક શક્તિ સુધરે છે

ગાયત્રી મંત્રનો જાપ કરવાથી જીભ, હોઠ અને અવાજની દોરી પર દબાણ આવે છે. જે તેના વાઇબ્રેશન મગજ સુધી પહોંચે છે અને મગજની હાયપોથેલેમસ ગ્રંથિઓને ઉત્તેજિત કરે છે. આ ગ્રંથિ શરીરના ઘણા ફંક્સનને નિયંત્રિત કરે છે અને તેની સાથે રોગપ્રતિકારક શક્તિને નિયંત્રિત કરે છે.

ગાયત્રી મંત્રના પાઠથી શરીર બધા કાર્યો સારી રીતે કરવામાં સક્ષમ થાય છે. આ ગ્રંથિ મગજમાંથી હેપ્પી હોર્મોન્સ બહાર કાઢે અને આ હોર્મોન શરીર માટે સૌથી અસરકારક છે. તેથી જો તમારે ખુશ રહેવું હોય તો તમારે આ દરરોજ મંત્રનો જાપ કરવું જોઈએ.

એટલે કે તમારે દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી શરીરમાં હાજર તમામ ચક્રો પણ સક્રિય થઈ જાય છે અને જેના કારણે તમારા શરીરને ઊર્જા મળે છે અને શરીર તમામ રોગોથી મુક્ત રહે છે.

એકાગ્રતા અને યાદશક્તિમાં સુધારો : ઈન્ટરનેશનલ જર્નલ ઓફ યોગામાં છપાયેલા એક સંશોધન અનુસાર ગાયત્રી મંત્રના પાઠથી થતા વાઈબ્રેશનથી ચહેરા અને માથા પરના ત્રણ ચક્રો, ત્રીજી આંખ, થ્રોટ અને ક્રાઉન ચક્રોને અનુક્રમે સક્રિય કરે છે.

આ ત્રણ ચક્રો વ્યક્તિની એકાગ્રતા વધારવામાં મદદ કરે છે કારણ કે આ ચક્ર મગજ અને પેનિયલ ગ્રંથિ, આંખો, સાઇનસ, નીચેનું માથું, થાઇરોઇડ ગ્રંથિ સાથે સંકળાયેલું છે. તેથી તે વસ્તુઓને ધ્યાન કેન્દ્રિત કરવામાં અને યાદ રાખવામાં મદદ કરે છે.

શ્વાસ લેવાની પ્રક્રિયા સારી થાય છે : આ મંત્રનો જાપ કરતી વખતે શ્વાસ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે અને તેનાથી ફેફસામાં ઈન્ફેક્શન પણ થતું નથી. આ સિવાય તમારી શ્વાસ લેવાની પ્રક્રિયા પણ સુધરે છે અને આ ઊંડા શ્વાસ લેવાની કસરતને કારણે આખા શરીરમાં ઓક્સિજન યોગ્ય માત્રામાં પહોંચે છે અને તમારું શરીર પણ સ્વસ્થ રહે છે.

હૃદયને સ્વસ્થ રાખે : બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર ગાયત્રી મંત્ર ફેફસાંના સ્વાસ્થ્ય માટે સારું છે અને તે હૃદયના ધબકારાઓને સુમેળ અને નિયમન પણ કરે છે. આનાથી તમારા હૃદય સંબંધિત બીમારીઓ થવાની શક્યતાઓ ઘણી હદ સુધી ઘટી જાય છે.

ત્વચા પર ચમક આવે છે : આ મંત્રનો જાપ કરવાથી ચહેરા પરના બિંદુઓ ઉત્તેજિત થાય છે જેના કારણે ચહેરા પર રક્ત પરિભમણ વધી જાય છે અને ત્વચામાં રહેલા ઝેરી તત્વો દૂર થાય છે. આ સિવાય ઊંડા શ્વાસ લેવાથી ત્વચાને ઓક્સિજન વધારે મળે છે જેનાથી તમારી ત્વચા જુવાન અને ચમકદાર બને છે.

ડિપ્રેશનને દૂર રાખે : સંશોધન મુજબ ગાયત્રી મંત્રના જાપથી ડિપ્રેશન જેવી બીમારી થતી નથી. આ મંત્ર વેંગસ ચેતાના કાર્યને ઉત્તેજિત કરે છે. જ્યારે કોઈ વ્યક્તિને ડિપ્રેશનની સમસ્યાથી પરેશાન હોય ત્યારે મેડિકલ સારવાર દરમિયાન આ ચેતાને ઉત્તેજીત કરવાની ટ્રીટમેન્ટ ચાલુ રહે છે. આ મંત્રના વાઈબ્રેશન શરીરમાંથી એન્ડોર્ફિન્સ અને રિલેક્સિંગ હોર્મોન્સ બહાર આવે છે જેનો ઉપયોગ ડિપ્રેશનને દૂર કરવા માટે કરી શકાય છે.

જો તમને પણ ગાયત્રી મંત્રનો જાપ કરવાના ફાયદા વિશેની માહિતી પસંદ આવી છે તો, આવી જ બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને બ્યુટી ટિપ્સ, હોમ ટિપ્સ વગેરે માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા