ફેશિયલ એ ત્વચાના ટેક્ચરને વધારવાનો સારો રસ્તો છે તેની સાથે તે ત્વચાને સાફ કરીને તેને નરમ અને મુલાયમ બનાવે છે. વાસ્તવમાં જો ફેશિયલ યોગ્ય રીતે કરવામાં આવે તો તે ત્વચાની સારી હેલ્થને જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ફેશિયલ તમારી ત્વચાને એક્સ્ફોલિએટ અને હાઇડ્રેટ કરવામાં અને ડાઘ ઘટાડવામાં પણ મદદ કરે છે.
ફેશિયલ તમારા રંગને નિખારવામાં અને વૃદ્ધત્વ સામે લડવામાં પણ મદદ કરી શકે છે. ફેશિયલને બ્યુટી ટ્રીટમેન્ટ ગણવામાં આવે છે જે તમારા ચહેરા પરની ત્વચાને એક્સ્ફોલિએટ અને એક્ટિવેટ કરવા માટે બનાવવામાં આવી છે. તે એક એવી પ્રક્રિયા છે જેમાં સ્ટીમ, ક્રીમ, માસ્ક, ક્લીન્ઝિંગ અને મસાજ વગેરેનો સમાવેશ થાય છે.
પરંતુ આજે આ લેખમાં અમે તમને એક એવા ફેશિયલ વિશે જણાવી રહ્યા છીએ જે તમે 2 સ્ટેપની મદદથી અને માત્ર 10 રૂપિયામાં ઘરે જ કરી શકો છો. પાર્લર જેવું ફેશિયલ ઘરે કરવા માટે તમારે કોફી પાવડર અને ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓની જરૂર પડે છે. તો સમય બગાડ્યા વગર ચાલો જાણીયે કેવી રીતે કરી શકાય.
કોફીના ત્વચા માટે ફાયદા : કોફી તમારી ત્વચાને તરત જ બદલી શકે છે. આ સામગ્રી એન્ટીઑકિસડન્ટો અને કેફીક એસિડનું પાવરહાઉસ ગણાય છે. કોફી તમારી ત્વચાને એક્સ્ફોલિએટ કરવામાં અને તેને ચમકાવવા અને પોષણ આપવામાં મદદ કરે છે અને અકાળે દેખાતા વૃદ્ધત્વના સંકેતોને અટકાવ છે.
સ્ટેપ 1: ક્લીંજિંગ : કોઈપણ સ્કિન ટ્રીટમેન્ટમાં સૌથી પહેલું કામ ત્વચાને સાફ કરવાનું હોય છે. તમારા ફેશિયલની શરૂઆત કરતા પહેલા ચહેરા પર રહેલી કોઈપણ ગંદકી અથવા મેકઅપને દૂર કરવા માટે તમારા ચહેરાને સાફ કરવું ખુબ મહત્વપૂર્ણ છે.
સામગ્રી : કોફી પાવડર 1 મોટી ચમચી અને કાચું દૂધ 1 થી 1/2 ચમચી. વિધિ : ફેસ ક્લીંઝર બનાવવા માટે કાચા દૂધમાં કોફી પાવડર મિક્સ કરો અને સારી રીતે મિક્સ કરો એટલે તમારું ક્લીંઝર તૈયાર છે. આ પેકને તમારા ચહેરા પર લગાવો અને હળવા હાથે 2 મિનિટ સુધી ઘસો અને પછી પાણીથી ધોઈ લો.
સ્ટેપ 2: સ્કિન વ્હાઈટિંગ કોફી ફેસ માસ્ક : ક્લીંજિંગ કર્યા પછી તમારી ત્વચાને કેટલાક પોષણની જરૂર હોય છે. ફેસ માસ્ક તમારી ત્વચામાં નમી લાવવામાં મદદ કરી શકે છે જે એક્સ્ફોલિએટિંગને કારણે ખોવાઈ જાય છે. આ માટે તમે શીટ માસ્કનો ઉપયોગ કરી શકો છો અથવા ઘરે કોફી માસ્ક બનાવી શકો છો. આ ફેસ માસ્ક તૈયાર કરવા માટે.
સામગ્રી : કોફી પાવડર 1 મોટી ચમચી, હળદર પાવડર 1/2 નાની ચમચી અને દહીં 2 મોટી ચમચી
વિધિ : એક ચોખ્ખા નાના કપમાં કોફી પાવડર લો અને તેમાં દહીં અને હળદર પાવડર ઉમેરો. બધી સામગ્રીને મિક્સ કરીને એક સ્મૂધ પેસ્ટ બનાવો, તો તમારું ફેસમાસ્ક તૈયાર છે. હવે તેને સ્વચ્છ ચહેરા પર લગાવીને 10 મિનિટ રહેવા દો અને પછી પાણીથી ધોઈ લો.
ફાયદા : હળદર એ એન્ટિ-બેક્ટેરિયલ છે જે ખીલ સામે લડવામાં મદદ કરે છે અને ખીલના ડાઘને ઓછા કરે છે. દહીં ચહેરા પરથી વધારાનું તેલ દૂર કરે છે અને ત્વચાને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે અને કોફી પોર્સ ખોલે છે અને બળતરા ઘટાડે છે.
કોફીમાં કેટલાક અદ્ભુત એક્સફોલિએટિંગ ગુણધર્મો હોય છે. ત્વચાને ખૂબ સોફ્ટ અને કોમળ રાખવા માટે ફેસમાસ્ક પછી તરત જ મોઇશ્ચરાઇઝ કરવું વધારે સારું રહે છે. આ રીતે તમે પણ ઘરે સસ્તી કોફી ફેશિયલ કરીને સરળતાથી ગ્લોઈંગ સ્કિન મેળવી શકો છો.
જો કે આ ફેશિયલ કુદરતી સામગ્રીથી સાથે કરી શકાય છે અને તેની કોઈ આડઅસર પણ નથી. પરંતુ તેમ છતાં એકવાર કરતા પહેલા નાનો પેચ ટેસ્ટ જરૂર કરો. બ્યુટી સંબંધિત આવી વધારે માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.