સ્ત્રીઓ લગભગ પુરુષો જેટલી જ હૃદય રોગ માટે સંવેદનશીલ હોય છે, ખાસ કરીને મેનોપોઝ પછી. આ સિવાય પણ જેમને ડાયાબિટીસ છે અથવા વધારે વજન ધરાવતી સ્ત્રીઓ છે તેમને પણ હૃદય રોગનું જોખમ વધી શકે છે. આજે તમને જણાવીશું કે મહિલાઓ હૃદય રોગથી બચવા શું કરવું જોઈએ.
1. હૃદય સ્વસ્થ આહાર : દરેક સ્ત્રીઓએ હાર્ટ હેલ્ધી ડાયટ લેવો જોઈએ એટલે કે આ પ્રકારના આહારમાં ઓછી ચરબી અને ઓછા મીઠાવાળા આહાર, શાકભાજી, ફાઇબરથી ભરપૂર અને ફળોનો સમાવેશ થાય છે. ચરબી અને ખાંડવાળી વસ્તુઓ, પ્રોસેસ્ડ ફૂડ અને લાલ માંસને ટાળવું જોઈએ.
2. શારીરિક પ્રવૃત્તિ : સ્ત્રીઓને દર અઠવાડિયે 150 મિનિટની મધ્યમ ઍરોબિક કસરત અને 75 મિનિટની જોરદાર ઍરોબિક કસરત કરવાની ભલામણ કરવામાં આવે છે, એટલે કે દર અઠવાડિમાં પાંચ દિવસ સરેરાશ 45 મિનિટની કસરત કરવી જોઈએ. તેમાં દોડવું, ઝડપી ચાલવું, સ્વિમિંગ, ડાન્સિંગ કરી શકાય છે.
3. તણાવને નિયંત્રિત કરો : તણાવ એ બીજું મહત્વપૂર્ણ જોખમી પરિબળ છે. તણાવ આપણા જીવનમાં લગભગ અનિવાર્ય છે કારણ કે મહિલાઓને ઘરના કામકાજ, કામ સંબંધિત બીજી સમસ્યાઓ અને ઘણા બધા પરિવારમાં સંબંધોનો સામનો કરવો પડે છે.
તણાવને દૂર કરવા માટે યોગ અને મેડિટેશન ખૂબ ઉપયોગી થઈ શકે છે. નિયમિત મેડિટેશન કરવાથી હૃદય રોગનું જોખમ ઘટાડી શકાય છે. તો આ રીતે તમને મજબૂત હૃદયની તંદુરસ્તી મળે છે.
4. હૃદયની દવાઓ : જો તમે હૃદયના દર્દી છો અથવા તમને હાઈ બ્લડ પ્રેશર અથવા હાઈ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ છે તો તમને ડૉક્ટર દ્વારા અમુક દવાઓ સૂચવવામાં આવી હશે. તો તમારી દવાઓથી પોતાને પરિચિત કરો કે તમે ડોક્ટરના સૂચવ્યા મુજબ નિયમિતપણે લો છો કે નહિ, કારણ કે કેટલીક દવાઓ હૃદયરોગનો હુમલો થવાની શક્યતાને ઘટાડે છે.
5. ઘડિયાળ જોડે તાલમેલ : પૂરતી ઊંઘ અને આરામ એ સ્વસ્થ રહેવા માટે જરૂરી છે. જો તમે પૂરતી ઊંઘ નથી લેતા તો અપૂરતી ઊંઘ બ્લડ પ્રેશર વધારી શકે છે અને હૃદયના સ્વાસ્થ્યને પ્રતિકૂળ અસર કરે છે. રાત્રે 9 વાગ્યા પછી સ્ક્રીન ટાઈમ એટલે કે ગૅજેટ્સ ઘટાડીને તમે સારી ઊંઘ લઈ શકો છો.
6. સાચી સાઈઝની માહિતી : મહત્વનું છે કે તમારે જાણવું જોઈએ કે તમારું શરીરનું વજન અને કમરનું કદ શું હોવું જોઈએ એવી જ રીતે તમારું બ્લડ પ્રેશર અને તમારી સુગર અને કોલેસ્ટ્રોલના મૂલ્યો શું હોવા જોઈએ? કારણ કે આ હૃદય રોગ માટેના આ મુખ્ય જોખમી પરિબળો છે. જો તમારું સ્તર અસામાન્ય દેખાય છે તો તેમને સામાન્ય સ્થિતિમાં લાવવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ.
7. વજન ઓછું કરો : વધારે વજન અથવા મોટાપા એક મોટું જોખમ છે. કોઈપણ મહિલા કે જેનું બોડી માસ ઈન્ડેક્સ 25થી વધુ છે અથવા જેની કમરનું કદ 35 ઈંચથી વધારે છે તે લોકોને હૃદયરોગનું જોખમ વધી જાય છે. નિયમિત કસરત અને આહાર નિયંત્રણ તમને શરીરનું વજન ઘટાડવા અને નિયંત્રણ રાખવામાં મદદ કરે છે.
8. ધૂમ્રપાનથી દૂર રહો : ચિંતાની વાત એ છે કે મહિલાઓમાં ધૂમ્રપાનનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. જો કે સ્ત્રીઓ પુરૂષો કરતાં ઘણી ઓછી ધૂમ્રપાન કરે છે પરંતુ સ્ત્રીઓમાં તે વધુ નુકસાનકારક હોઈ શકે છે.
જો તમને આ જાણકારી ગમી હોય તો આવી જ બીજી માહિતી ઘરે બેઠા મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને અવનવી વાનગી, હોમ્સ ટિપ્સ અને બ્યુટી સબંધિત જાણકારી મળતી રહેશે.