બજારમાં મળતી મોંઘી પ્રોડક્ટ પણ તમારી ત્વચાને તે સુંદરતા નથી આપી શકતી જે તમારા રસોડામાં રહેલી આ 6 વસ્તુઓ આપે છે. કદાચ તમે વિશ્વાસ નહિ કરો, પરંતુ આ વસ્તુઓને અપને સામાન્ય સમજીને તેનો ઉપયોગ કરવાનું ટાળીયે છીએ. ઉનાળાની ઋતુમાં તમારી ત્વચાને તમારા રસોડામાં રહેલી આ 6 વસ્તુઓ એક અલગ જ ચમક આપી શકે છે.
ઉનાળાની ઋતુમાં ત્વચાની સૌથી વધુ કાળજી લેવાની જરૂર હોય છે, કારણ કે આ ઋતુમાં આપણી ત્વચાને તડકા અને પરસેવાના કારણે ઘણું સહન કરવું પડે છે. તો આવી સ્થિતિમાં ત્વચાની ખાસ કાળજી લેવી શિયાળા કરતા પણ ખુબ જરૂરી બની જાય છે.
સૂર્યની ગરમી અને વધતા જતા પ્રદૂષણને કારણે તમારી સારી ત્વચા પણ બગડી જાય છે અને ખીલ,ડાઘ, બ્લેક હેડ જેવી ઘણી થવા લાગે સમસ્યાઓ છે. ઘણી વાર મહિલાઓ એ વાતને લઈને મૂંઝવણમાં હોય છે કે તેઓ ગ્લોઈંગ સ્કિન કેવી રીતે મેળવી શકે.
જો કે ત્વચા તરત જ સુંદર મેળવવી સરળ નથી, પરંતુ તેમ છતાં કેટલાક પ્રયત્નો કરીને આપણે આપણી ત્વચાને સ્વસ્થ રાખી શકીએ છીએ. તો ચાલો અમે તમને જણાવીએ કે તમારા રસોડામાં છુપાયેલી એવી કઈ 6 વસ્તુઓ છે જે ઉનાળામાં પણ તમારી ત્વચાને સુંદર અને ગ્લોઈંગ બનાવી રાખવામાં મદદ કરશે.
ટામેટા : શિયાળો હોય કે ઉનાળો કે ચોમાસુ, જો કે ટામેટાંના ઘણા ફાયદા છે, પરંતુ ઉનાળાની ઋતુમાં ટામેટાના રસમાંથી બનેલા આઈસ ક્યુબની મસાજ ખૂબ ફાયદાકારક છે. તેનાથી સનબર્ન થયેલી ત્વચાને રાહત મળે છે અને ત્વચાની કુદરતી ચમક પણ જળવાઈ રહે છે.
દરરોજ ટામેટાં ખાવાથી તમારી ત્વચામાં ચમક જળવાઈ રહે છે. ટામેટાંમાં લાઈકોપીન નામનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી થતા નુકસાનથી ત્વચાને બચાવે છે. જે ચહેરા પર કરચલીઓનું મુખ્ય કારણ છે. આ સિવાય ચહેરા પરના મોટા છિદ્રોને ઘટાડવા માટે ટામેટાં ફાયદાકારક છે.
દહીં : ગરમીમાં તમે દહીં તો ખાતા જ હશો પરંતુ તમે દહીંનો ઉપયોગ કરીને તમારી ત્વચાને નિખારવા સિવાય ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. દહીંમાં કેલ્શિયમ અને વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે, તેથી તે સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
ચણાના લોટ : બેસનનો ઉપયોગ દરેક ઘરના રસોડામાં થાય છે, પરંતુ શું તમે જાણો છો કે ચણાનો લોટ સુંદરતા વધારવામાં પણ ખુબ જ વધારે થાય છે. પ્રાચીન કાળથી મહિલાઓ તેમના ચહેરા અને વાળ પર ચણાનો લોટ લગાવતી આવી રહી છે.
જો ઉનાળામાં તમારા ચહેરા પર ઓઈલી સ્કિનને કારણે ખીલ થાય છે અથવા ચહેરો ઓઈલી રહે છે તો તમે ચણાના લોટનો ઉપયોગ કરી શકો છો. ચણાનો લોટનો ફેસકપેક તરીકે ઉપયોગ કરીને ત્વચાને સ્વચ્છ રાખી શકાય છે અને રોમછિદ્રોને કડક બનાવી શકાય છે.
જો તમારી ત્વચા ઓઈલી છે તો તમે એક વાટકીમાં દહીં, ગુલાબજળ અને ચણાના લોટ મિક્સ કરો અને તેની એક પેસ્ટ બનાવો. હવે ચહેરાને ધોયા પછી તે પેસ્ટ લગાવો. સુકાઈ જાય એટલે પાણીથી ચહેરો ધોઈ લો. ટૈનિંગ દૂર કરવા માટે બેસન ખૂબ ફાયદાકારક છે.
કાકડી : કાકડીમાં મેંગેનીઝ જોવા મળે છે જે ત્વચા અને વાળ બંને માટે ખૂબ જ ફાયદાકારક છે. ઉનાળામાં ગરમીને લીધે ત્વચા પર અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે, તેથી તમે કાકડીનો ઉપયોગ કરીને ત્વચાને સુંદર અને સ્વસ્થ રાખી શકો છો. કાકડી ત્વચા પરના ડાર્ક સર્કલ અને ટેનિંગને દૂર કરી શકે છે.
લીંબુ : લીંબુનો ઉપયોગ લાંબા સમયથી એક દવા તરીકે કરવામાં આવે છે અને આપણે ઉનાળામાં તેનો ઉપયોગ શરબત અને સલાડમાં કરીએ છીએ, પરંતુ તમે તેનો ઉપયોગ બીજી ઘણી વસ્તુઓમાં પણ કરી શકો છો, તમે જાણો છો કે લીંબુ ચહેરા માટે કુદરતી બ્લીચ છે.
તમે લીંબુની છાલનો ઉપયોગ મૃત ત્વચા અને બ્લેકહેડ્સને સાફ કરવા માટે કરી શકો છો, તેની સાથે તે ખુલ્લા છિદ્રોને ઠીક કરવામાં ખૂબ ફાયદાકારક છે. લીંબુમાં વિટામિન સી અને બી, કોમ્પ્લેક્સ હોય છે જેના કારણે ચહેરાના ડાઘ ઘણા હદ સુધી દૂર કરી શકાય છે.
તરબૂચ : ઉનાળામાં પાણીથી રાહત આપનારી ભાગ્યે જ કોઈ વસ્તુ હોય છે, પછી તે જ્યુસ હોય અથવા એવું કોઈ ફળ હોય જેમાં પાણીની માત્રા ઘણી વધારે હોય. આવું જ એક ફળ છે જે ઉનાળામાં ખુબ ખાવામાં આવે છે તરબૂચ. તેમાં રહેલું પાણી તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે અને આ ફળ તમારી ત્વચાને ઉનાળાની સમસ્યાઓથી બચાવે છે.
તરબૂચમાં 80% ભાગમાં પાણી હોય છે એટલે કે પાણી આધારિત ફળ છે અને તેને ખાવાથી અથવા લગાવવાથી તમારી ત્વચા હાઇડ્રેટ રહે છે. જો તમારી ત્વચા હાઇડ્રેટેડ હશે તો તે નિસ્તેજ દેખાશે નહીં અને તેમાં ચમક આવશે.
આ લેખ વાંચ્યા પછી હવે તમને પણ લાગતું હશે કે જ્યારે તમારી સુંદરતાનું રહસ્ય તમારા રસોડામાં જ છુપાયેલું છે ત્યારે બજારમાં મોંઘી પ્રોડક્ટના પૈસા શું કામ ખર્ચવા જોઈએ. તમે પણ અજમાવી જુઓ.