gay ne rotli khavdavana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હિંદુ ધર્મમાં ઘણા પ્રાણીઓ અને પક્ષીઓને શુભ માનવામાં આવે છે. તેમાંથી સૌથી વધુ મહત્વ ગાયને આપવામાં આવ્યું છે અને હિંદુઓમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે, કારણ કે તે આપણને દૂધ આપે છે. હિંદુ ધર્મમાં ગાયની પૂજા અને સેવાનું પણ ઘણું મહત્વ રહેલું છે.

એવું કહેવાય છે કે ગાયમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે. તેથી જો તમે ગાયની પૂજા અથવા સેવા કરો છો તો તમે એક સાથે ઘણા દેવી દેવતાઓને પ્રસન્ન કરી શકો છો. શાસ્ત્રોમાં ગાયની સેવા અને પૂજા માટે ઘણા નિયમો છે જેમાંથી કેટલાક ખૂબ જ લોકપ્રિય છે.

ગાયને ગોળ અને રોટલી ખવડાવવી એ પણ આ બધા નિયમોમાંથી એક નિયમ છે. તમે ઘણા લોકોને આવું કરતા જોયા પણ હશે. પરંતુ શું તમે જાણો છો કે ગાયને ગોળની રોટલી ખવડાવવાના ઘણા ફાયદા છે. હિંદુ ધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવી છે.

ભગવાન શ્રીકૃષ્ણને પણ ગાય ખૂબ પ્રિય છે. જો કોઈ વ્યક્તિ નિઃસ્વાર્થ ભાવે ગાયની સેવા કરે છે તો તેને જીવનમાં દરેક પ્રકારે સુખ મળે છે. જો કે નિયમિત દિવસ પ્રમાણે તમારે ગાયને ખાવા માટે અલગ-અલગ વસ્તુઓ આપવી જોઈએ. જો તમે ગ્રહોની શાંતિ અથવા જીવનમાં સમસ્યાઓને ઓછી કરવા માંગતા હોય તો તમારે ગાયને ગોળ રોટલી ખવડાવવી જોઈએ.

ગ્રહ શાંતિ માટેના ઉપાય : જો તમારી કુંડળીમાં સૂર્ય દોષ હોય તો તમારે નિયમિત રીતે રસોડામાં બનેલી પહેલી રોટલી ગાયને ખવડાવવી જોઈએ.જો કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો તમારે રોટલીની સાથે ગાયને લીલા શાકભાજી ખવડાવવા જોઈએ. જો ગુરુ નબળો હોય તો તમારે ગાયને રોટલી, ગોળ અને ચણા ખવડાવવા જોઈએ.

જો કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો તમારે ગાયને રોટલી અને પાણી બંને અર્પણ કરવા જોઈએ. રાહુની મહાદશાને ઓછી કરવા માટે ગાયને કાળી દાળની સાથે રોટલી આપો. શનિ ગ્રહને શાંત કરવા માટે તમારે દર શનિવારે ગાયને ઘી લગાવેલી રોટલી સાથે પાલક આપવી જોઈએ. કેતુ ગ્રહને મજબૂત બનાવવા માટે સફેદ તલ અને ઘઉંના લોટની બનેલી રોટલી ખવડાવો.

આર્થિક સમસ્યાઓ ઉકેલવા માટે : જો તમે લાંબા સમયથી આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અને તમે આ પરેશાનીઓમાંથી કોઈ રસ્તો મળતો નથી તો તમારે તમારા દિવસની શરૂઆત નિયમિત રીતે ગાયના પગને સ્પર્શ કરીને કરવી જોઈએ. આ તમને માનસિક શાંતિની સાથે સમસ્યાઓને ઉકેલવાનો માર્ગ પણ આપશે.

નોકરીમાં પ્રમોશન માટે : તમે તમારા કામ માટે ઘરની બહાર નીકળતી વખતે ગાયનો અવાજ સાંભળો છો તો તે દિવસ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થાય છે. ખાસ કરીને જો તમને નોકરીમાં પ્રગતિની આશા હોય તો ગાયનો અવાજ તમારા માટે શુભ હોય છે.

વાસ્તુ દોષ દૂર કરવાના ઉપાય : ઘરમાંથી વાસ્તુ દોષોને દૂર કરવા માટે તમારે દરરોજ સવારે અને સાંજે ભગવાનના મંદિરમાં ગાયના ઘીનો દીવો કરવો જોઈએ. આમ કરવાથી ઘર શુદ્ધ રહેશે અને તમામ પ્રકારના વાસ્તુ દોષ દૂર થશે.

ઘરમાં સકારાત્મક ઉર્જા માટેના ઉપાય : જો તમારા ઘરમાં સકારાત્મકતા રહે તો પરિવારના સભ્યો વચ્ચે પણ પ્રેમ જળવાઈ રહે છે. આવી સ્થિતિમાં, જો તમને લાગે કે ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા છે તો તેને દૂર કરવા માટે તમારે તમારા ઘરમાં ગાય સાથે શ્રી કૃષ્ણનો ફોટો લગાવવો જોઈએ.

આશા છે કે તમને આ માહિતી જરૂર ગમી હશે. આવા જ વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને યોગા, આહાર સબંધિત અને રસોઈ સબંધિત માહિતી પણ મળતી રહેશે.

 

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “ગાયમાતાને રોટલી સાથે ખવડાવો આ વસ્તુ, તમારા જીવનમાં દરેક પ્રકારની ખુશીઓ આવી જશે”

Comments are closed.