એક ગૃહિણી માટે ઘરના કામકાજની સાથે જિમમાં જઈને કસરત કરવી ખૂબ જ અઘરું કામ છે. જો કે ઘરના કામ કરવાથી પણ કેલરી બર્ન થાય છે, પરંતુ વજન ઓછું કરવા માટે તે પૂરતું નથી. આવી સ્થિતિમાં તમને લોકો ડાઈટ વિશે સલાહ આપતા હશે કે તમારે બધી વસ્તુઓ છોડી દેવી જોઈએ. પરંતુ ડાઇટનો મતલબ એ નથી કે ખાવાનું છોડી દેવું.
જ્યારે પણ લોકો ડાયટ વિશે સાંભળે છે ત્યારે તેઓ વિચારમાં પડી જાય છે કે બસ હવે તેમણે ખાવાનું છોડી દેવું પડશે, પરંતુ તમારે સમજવાની જરૂર છે કે ડાયટ પ્લાનનો અર્થ તમારા આહારમાં પોષક તત્વોથી ભરપૂર ખોરાક ઉમેરવાનો હોય છે.
નિયંત્રિત અને સંતુલિત આહાર એટલે કે આપણે આખા દિવસમાં જે કંઈ પણ ખાઈએ છીએ તે વસ્તુઓ આપણા વજન માટે જવાબદાર છે. તેથી તે વસ્તુઓને તમારી પ્લેટમાંથી દૂર કરીને તમારે તંદુરસ્ત વિકલ્પ પસંદ કરવાનો હોય છે.
કોઈ વજન ઓછું કરવાનું કહે છે ત્યારે કોઈએ પણ કોઈને ભૂખ્યા રહેવાની સલાહ ના આપવી જોઈએ. તમે દિવસભર સ્વસ્થ ભોજન અને નાસ્તો લેવાનો પ્રયત્ન કરી શકો છો જે આપણી અતિશય તૃષ્ણાઓને શાંત કરે છે. આ સાથે સારી ઊંઘ, પૂરતું પાણી અને માત્ર 1 કલાકની કસરત કરીને વજનને નિયંત્રિત કરી શકો છો.
આ સિવાય વજન ઘટાડતા અને ડાયટ પ્લાન શરૂ કરતા પહેલા તમારે તમારા બોડી માસ ઈન્ડેક્સ, સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે જાણકારી હોવી જોઈએ અને પછી નવો ડાઈટ પ્લાન શરૂ કરવો જોઈએ. તો આજે આ લેખમાં અમે તમારી સાથે 1 મહિનાનો ડાયટ પ્લાન શેર કરી રહ્યા છે, તો ચાલો જાણીએ.
વહેલી સવારે મેથીનું પાણી પીવું સવારે 6-7 વચ્ચે : તમારે સવારની શરૂઆત મેથીના પાણીથી કરવાની છે, આ માટે 2 ચમચી મેથીને એક ગ્લાસમાં આખી રાત પલાળી રાખો અને સવારે સૌથી પહેલા આ મેથીનું પાણી પી લો. ખાલી પેટ મેથીનું પાણી પીવાથી શરીર ડિટોક્સ થાય છે અને કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, પાચન શક્તિને સુધારે છે અને એસિડિટીમાં પણ રાહત મળે છે.
7:30 a.m. મિડ મોર્નિંગ બદામ અને અખરોટનું મિશ્રણ : મેથીનું પાણી પીધા પછી અડધા કલાક પછી 3-4 બદામ (પલાળેલી) અને અખરોટ ખાઓ. આ બંને વિટામિન્સ અને હેલ્ધી ફેટ્સથી ભરપૂર હોય છે અને કેટલાક અભ્યાસ મુજબ બદામ અને અખરોટ ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય સુધારે છે અને બ્લડ સુગરને નિયંત્રિત થાય છે.
8:30 am હેલ્દી નાસ્તો : સવારના નાસ્તામાં તમે 2 ઈડલી અને સાંભાર ખાઓ. જો તમને તે પસંદ નથી તો 1 દાળ પરાઠા સાથે એક કપ લો ફેટ દહીં ખાઓ. આ સિવાય તમે ચણાના લોટના ચીલા અથવા વેજીટેબલ બેસન ચીલા અથવા રાગી વેજીટેબલ ચીલા અને મગફળીની ચટણી ખાઈ શકો છો.
તમે નાસ્તામાં જે પણ ખાઓ છો તેની સાથે એક બાફેલું ઈંડુંનો સમાવેશ કરો. આ ત્રણ વસ્તુઓ તમે 1 મહિનામાં બદલી બદલી ને ખાઈ શકો છો. આમ કરવાથી તમને એક જ વસ્તુ ખાવાનો કંટાળો નહીં આવે. ખાસ નોંધ: આના 30 મિનિટ પછી તમારે હળદરવાળું દૂધ જરૂર પીવો.
11:30 a.m. મિડ મોર્નિંગ ફ્રુટ બ્રેક અથવા સ્પ્રાઉટ સલાડ : સવારનો નાસ્તો કર્યા પછી, તમારું પેટ ભરેલું હશે, પરંતુ જો તમને આ દરમિયાન કંઈક બીજું ખાવાનું મન થાય તો તમે નારંગી, દ્રાક્ષ, સ્ટ્રોબેરી, કીવી વગેરે જેવા બ્રાઉન ખાટા ફળ ખાઈ શકો છો. આ સિવાય તમે 1 વાટકી સ્પ્રાઉટ સલાડ ખાઈ શકો છો.
આ ખાવાથી તમારી ક્રેવિંગ્સ (તૃષ્ણાઓ) શાંત થશે અને ફાઇબરથી ભરપૂર સ્પ્રાઉટ્સ તમારા ખોરાકને પચાવવામાં મદદરૂપ થશે. આ તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત કરશે અને સાથે સાથે વજન ઘટાડવામાં મદદ કરશે.
12:00 PM : ગ્રીન ટી : સ્પ્રાઉટ સલાડ અથવા ફળો ખાધા, અડધા કલાક પછી ગ્રીન ટી પી શકો છો. જો તમે ગ્રીન ટી પીવો છો તો તેમાં અડધી ચમચી તજ પાવડર ઉમેરો. ગ્રીન ટી વજન ઘટાડવામાં મદદ કરે છે. તે પાચન અને ચયાપચયમાં સુધારો કરે છે અને તમારા આરોગ્ય અને રોગપ્રતિકારક શક્તિ માટે સારી હોય છે.
બપોરે 1 વાગે લંચ હેલ્દી ભોજન : તમે દિવસમાં પનીર અને વેજીટેબલ બ્રાઉન રાઈસ સાથે 1 વાટકી સંભાર અને એક કપ દહીં, 1 મલ્ટિગ્રેન રોટલી, 1 વાટકી દાળ અને 1 ગ્લાસ છાશ, 2 ઉત્તાપમ લઈ શકો છો. આ દિનચર્યાને એક મહિના સુધી ફોલો કરવાની હોય છે, તો પછી તમે તમારી મુજબ દિવસોમાં આ વસ્તુઓને બનાવી શકો છો. જમ્યા પછી 10 મિનિટ જરૂર ચાલો
સાંજે 4 વાગ્યા નાસ્તા નો સમય : જો તમને ફરીથી ભૂખ લાગે તો તમે નાસ્તામાં કોઈપણ ફળ અથવા સૂકા શેકેલા મખાનાની નાની વાટકી ખાઈ શકો છો. મખાનામાં ભરપૂર માત્રામાં પોષક તત્વો, પ્રોટીન, ફાઈબર તેમજ એન્ટીઓક્સીડેન્ટ હોય છે. મખાના બ્લડ સુગર લેવલને સ્થિર કરવામાં મદદ કરે છે.
સાંજે 5 વાગ્યે લીંબુ પાણી બ્રેક : નાસ્તો ખાધાના એક કલાક પછી તમારે લીંબુ અને તજનો પાવડર નવશેકા પાણીમાં નાખીને લેવો જોઈએ. આ પીણું તમારું વજન ઘટાડવામાં મદદ કરશે અને તેની સાથે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થશે.
સાંજે 7 વાગ્યે રાત્રિભોજન હળવું ભોજન : પ્રયત્ન કરો કે કોઈ પણ સંજોગોમાં રાત્રિભોજન 7 થી 8 વાગ્યાની વચ્ચે થઇ જાય. શરીર રાત્રે વધારે એક્ટિવ નથી રહેતું તેથી ખોરાક પચવામાં પણ સમય લાગે છે. તમારું રાતનું ભોજન હળવું રાખો. રાત્રિભોજનમાં તમારે એક વાટકી મિશ્રિત શાકભાજી અને 1 મલ્ટિગ્રેન રોટલી ખાવાની છે. આ સિવાય 1 વાટકી બ્રાઉન રાઈસ, 1 વાડકી દાળ અને 1 વાટકી મિશ્રિત સલાડ લઇ શકો છો. તમે રાત્રે 1 વાટકી ઓટમીલ ખીચડી પણ ખાઈ શકો છો.
જો તમને હજુ પણ ભૂખ લાગે છે અથવા તમે મોડે સુધી જાગો છો તો તમે સૂવાના 1 કલાક પહેલા હળદરવાળું દૂધ પી શકો છો. આ દરમિયાન ધ્યાન રાખો કે તમારે આખા દિવસમાં ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવું પડશે અને આખા મહિનામાં પાણી પીવામાં થોડો વધારો કરતા રહો.
7 કલાક પૂરતી ઊંઘ લો અને માત્ર 1 કલાક કસરત જરૂર કરો, જેમાં તમે જોગિંગ, દોડવું અને ઝડપી વૉકિંગનો કરી શકો છો. અમે આશા રાખીએ છીએ કે આ ડાયટપ્લાન તમને વજન ઘટાડવામાં મદદ કરશે. જો તમને આ માહિતી ગમી હોય અને આવી જ વજન ઘટાડવાની ટિપ્સ જાણવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.