જ્યારે ચહેરાની સંભાળ રાખવાની વાત આવે છે, ત્યારે ફક્ત ચમકદાર અથવા બેડાઘ ત્વચા હોય તે જ પૂરતું નથી. ચહેરા સિવાય આંખો અને હોઠની સુંદરતા પણ ખૂબ મહત્વ ધરાવે છે. જો કે દરેકની આંખો અને હોઠનો શેપ અલગ-અલગ હોય છે, જે કુદરતી છે અને તેને બદલી શકાતો નથી, પરંતુ યોગ્ય કાળજી રાખીને તેમની સુંદરતામાં વધારો કરી શકો છો.
જો તમારી આંખોની નીચે ડાર્ક સર્કલ છે તો તેની અસર તમારી સુંદરતા પર પણ પડે છે. ડાર્ક સર્કલ થવાના ઘણા કારણો છે. પરંતુ તેને ઘટાડી શકાય છે. તમને માર્કેટમાં ઘણી બધી બ્રાન્ડ્સમાં અંડર આઈ ક્રિમ મળી જશે, જે માત્ર આંખોના નીચેના શ્યામ વર્તુળોને ઘટાડવા માટે બનાવવામાં આવે છે.
પરંતુ આ મોંઘી ક્રીમ પણ ઘણી વાર અસરકારક હોતી નથી. આના બદલે તમે કુદરતી ઉપાયો કરીને ડાર્ક સર્કલને ઘટાડી શકો છો. આજે અમે તમને એવા જ કેટલાક ઘરેલું ઉપાય વિશે જણાવીશું, જેના ઉપયોગથી તમે 2 દિવસમાં જ ફર્ક દેખાવા લાગશે.
1. ગુલાબ જળ અને એલોવેરા જેલ : આ માટે જરૂરી સામગ્રી 1/2 નાની ચમચી ગુલાબજળ, 1/2 નાની ચમચી એલોવેરા જેલ અને બે નાના કોટન બોલ. વિધિ : એક બાઉલ લો અને તેમાં ગુલાબજળ અને એલોવેરા જેલ મિક્સ કરો. હવે આ મિશ્રણને રૂની મદદથી આંખોની આસપાસ લગાવી લો. ધ્યાન રાખો કે આ મિશ્રણ આંખોની અંદર ન જાય. તેને 15 મિનિટ સુધી રહેવા દો અને પછી પાણીથી આંખો સાફ કરી લો.
2. બદામ તેલ : આ માટે સામગ્રી 1/2 નાની ટીસ્પૂન નારિયેળ તેલ અને 5 ટીપાં બદામ તેલ. વિધિ : રાત્રે સૂતા પહેલા એક બાઉલમાં નારિયેળ તેલ અને બદામનું તેલ મિક્સ કરીને આંખોની આસપાસ લગાવીને 5 મિનિટ સુધી આંખોને હળવો મસાજ કરવો પડશે.
તેલ આંખોની અંદર ન જાય તેનું ખાસ ધ્યાન રાખો. આ તમને થોડું અસ્વસ્થતા જેવું લાગી શકે છે. આ મિશ્રણને આંખોના ડાર્ક સર્કલ પર લગાવીને તમે આખી રાત માટે સૂઈ શકો છો અને સવારે તમારે પાણીથી આંખો ધોવી પડશે.
3. ગ્રીન ટી આઈસ ક્યુબ્સ : આ માટે સામગ્રી 1 કપ ગ્રીન ટી પાણી અને બરફની ટ્રે. વિધિ : સૌથી પહેલા એક પેનમાં પાણી લો અને તેને ઉકાળો. પછી તેમાં ગ્રીન ટી ઉમેરીને થોડી વાર માટે ઉકાળો. હવે પાણીને ગાળી લો અને ઠંડુ થવા દો. આ પછી તેને બરફની ટ્રેમાં ભરો અને તેને ફ્રિજ કરીને આઈસ ક્યુબ જમાવો.
જ્યારે ગ્રીન ટી ના બરફના ટુકડા તૈયાર થઈ જાય, ત્યારે તેને સુતરાઉ કપડામાં બાંધી દો અને આંખોની શેક કરો. કોલ્ડ કોમ્પ્રેસરના લીધે ડાર્ક સર્કલ ઘણી હદ સુધી ઓછા થઈ જશે.
4. એપલ સાઇડર વિનેગર અને લીંબુનો રસ : આ માટે જરૂરી સામગ્રી 1 નાની ટીસ્પૂન એપલ સીડર વિનેગર, 5 ટીપાં લીંબુનો રસ અને કપાસ ઉન (રૂ). લગાવાની રીત : એક બાઉલમાં એપલ વિનેગર અને લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરો. હવે આ મિશ્રણને આંખોની આસપાસ લગાવો અને 10 મિનિટ રહેવા દો. 10 મિનિટ પછી પાણીથી આંખોને સાફ કરી લો.
5. ઓલિવ ઓઇલ અને મધ : સામગ્રી – 1/2 નાની ચમચી વર્જિન ઓલિવ ઓઇલ, 5 ટીપાં મધ અને 1 ચપટી હળદર. વિધિ : એક બાઉલમાં વર્જિન ઓલિવ ઓઈલ, મધ અને હળદર મિક્સ કરો અને આ પેસ્ટને આંખોની આસપાસ લગાવો. 15 મિનિટ પછી પાણીથી આંખો સાફ કરી લો. જો તમે આ ઘરેલું ઉપાય દરરોજ કરશો તો તમને જલ્દી જ ફરક દેખાશે.
6. દૂધ અને હળદર : સામગ્રી – 1 નાની ચમચી ઠંડુ દૂધ, 1 ચપટી હળદર અને રૂ. વિધિ : દૂધ અને હળદર મિક્સ કરો અને આ મિશ્રણથી આંખોની 5 મિનિટ સુધી માલિશ કરો. 5 મિનિટ પછી, આ મિશ્રણને આંખો પર 30 મિનિટ સુધી લગાવેલું રહેવા દો. પછી પાણીથી ચહેરો ધોઈ લો. જો તમે આ ઘરેલું ઉપાય નિયમિત કરશો તો ખૂબ જ સારા પરિણામ જોવા મળશે.
7. બટાકાનો રસ અને મલાઈ : સામગ્રી- 1 નાની ચમચી બટાકાનો રસ, 1 નાની ચમચી મલાઈ અને રૂ. વિધિ : બટેટાને છીણીને અથવા ટુકડા કરીને કે મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને તેનો રસ કાઢો. હવે આ રસમાં મલાઈ મિક્સ કરો. પછી તેને આંખોની આસપાસ લગાવો. 15 થી 20 મિનિટ લગાવેલું રાખ્યા પછી ચહેરો ધોઈ લો.
8. ફુદીનાના પાન અને લીંબુનો રસ : સામગ્રીમાં 5 ટીપાં ફુદીનાનો રસ અને 5 ટીપાં લીંબુનો રસ. લગાવાની રીત : સૌથી પહેલા ફુદીનાના પાનને ક્રશ કરીને તેનો રસ કાઢી લો. હવે તેમાં લીંબુનો રસ ઉમેરો અને મિક્સ કરો. પછી તેને આંખોની આસપાસ લગાવો. તમે આ મિશ્રણને આખી રાત છોડી શકો છો. સવારે ઉઠીને આંખો ધોઈ લો.
નોંધ – આ ઘરગથ્થુ ઉપચારોનો ઉપયોગ કરવાથી તમને તરત જ ફાયદો જોવા નહીં મળે, પરંતુ થોડા જ સમયમાં તમને ચોક્કસ સારા પરિણામ જોવા મળશે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.