farsi puri recipe gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

લોકોને સાંજે ચા સાથે કંઈક ને કંઈક ખાવાની ટેવ હોય છે. એટલા માટે લોકો કાં તો તેમના ઘરે નાસ્તો બનાવે છે અથવા તો બહારથી લાવીને ઘરે સ્ટોર કરે છે. જો કે ઘણા એવા લોકો પણ છે જેમને બહારનું ખાવાનું બિલકુલ પસંદ નથી.

જો તમે પણ આ લોકોમાંથી એક છો તો તમે ઘરે જ સ્વાદિષ્ટ નાસ્તો બનાવીને સ્ટોર કરી શકો છો. તમે સરળતાથી ઘરે મસાલા ફરસી પુરી બનાવી શકો છો. તમે ચોક્કસ તમારા મૈદાના લોટની ખાધી જ હશે, પરંતુ આ વખતે ઘઉંની મસાલા ફરસી પુરીની રેસિપી ઘરે જ ટ્રાય કરો.

આ ફરસી પુરી બનવવામાં તમને 20 મિનિટ જેવો સમય લાગશે. તૈયારી કરવામાં 10 મિનિટ લાગશે અને જમવાનું બનાવામાં 10 મિનિટ લાગી જશે. અહીંયા આપણે 3 વ્યક્તિને સર્વ કરી શકાય તે મુજબ માપ લીધેલું છે. આ એક નાસ્તો છે જેમાં 250 કેલરી હોય છે.

સામગ્રી

  • ઘઉં 3 કપ
  • સોજી 4 ચમચી
  • કાળા મરી 10 પીસેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • જીરું પાવડર અડધી ચમચી
  • લાલ મરચું અડધી ચમચી
  • અજમો પાવડર અડધી ચમચી
  • ઘી અથવા તેલ 2 ચમચી
  • તેલ તળવા માટે
  • પાણી જરૂરિયાત મુજબ

મસાલા ફરસી પૂરી બનાવવાની રીત

મસાલા ફરસી પૂરી બનાવવા માટે સૌથી પહેલા, એક વાટકી લોટ નાખીને સારી રીતે ચાળી લો. પછી તેમાં મીઠું, સોજી અને બધા મસાલા નાખીને બરાબર મિક્ષ કરી લો.

હવે તેમાં પાણી ઉમેરીને બરાબર મસળી લો. પછી તેને થોડી વાર માટે સેટ થવા માટે છોડી દો. થોડી વાર પછી લોટના નાના-નાના બોલ (ગુલ્લાં) બનાવીને પછી વણી લો. આ પછી, કડાઈમાં તેલ મૂકીને ગરમ કરવા મૂકો.

તેલ ગરમ થાય એટલે કડાઈમાં એક પછી એક પૂરીને ફ્રાય કરો. તો તૈયાર છે ઘઉંની મસાલા ફરસી પુરી. તમે તેને ચા કે કોફી સાથે પીરસી શકો છો.

જો તમને આ મસાલા ફરસી પુરી રેસિપી પસંદ આવી હોય અને તમે આવી જ અવનવી રેસિપી વિષે માહિતી મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી જ વાનગીઓ અને કિચન ટિપ્સ વિશે માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા