ભારતીય ભોજન સ્વાદ અને મસાલા માટે જાણીતું છે. ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ દરેક દિશામાં તમને વિવિધ પ્રકારની વાનગીઓ ખાવા મળશે અને અલગ અલગ સ્વાદ માં મળશે. પરંતુ આજકાલ ઘણા બધા ફ્રોઝન ફૂડ્સ પણ ટ્રેન્ડમાં છે અને તમે તમારા રોજિંદા ભોજનમાં સાઉથ ઇન્ડિયન સ્વાદ પણ ઉમેરી શકો છો.
જો તમને સાઉથ ઈન્ડિયન ખાવાનું ગમે છે તો, તો તમે કેટલીક ખાસ ટિપ્સ અપનાવી શકો છો.
સાઉથ ઈન્ડિયન ફૂડની જેમ તમારે તમારા ખોરાકને ફ્લેવર આપવા માટે બહુ ઓછી વસ્તુઓ કરવી પડશે અને તમારો ખોરાક પણ ખૂબ જ ટેસ્ટી બનશે. આજે અમે તમને 3 ખાસ સાઉથ ઇન્ડિયન ટિપ્સ જણાવીએ છીએ.
1. મીઠો લીમડો : તમારા આહારમાં કમીઠા લીમડાને ઉમેરવાના ઘણા ફાયદા છે, પરંતુ જો તમે એવું વિચારતા હોવ કે સાઉથ ઇન્ડિયનમાં હંમેશા મીઠા લીમડો નાખવાનો હોય છે તો તે ખોટું છે. આ સાથે તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે ભોજનમાં મીઠો લીમડો કયા સમયે નાખવામાં આવે છે.
મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે મીઠા લીમડાના ના પાનનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ. રસોઈમાં મીઠો લીમડો ઉમેરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, જેમ કે જો તમે કરી મીઠા લીમડાનો ઉપયોગ કરો છો, તો રાઈનો ઉપયોગ કરો, જીરુંનો નહીં.
જો તમે દાળમાં મીઠો લીમડો ઉમેરી રહ્યા છો, તો જીરુંનો ઉપયોગ કરવો પડશે, આવી સ્થિતિમાં, જીરું અને હિંગ નાખીને તેને પહેલા શેકી લો, પછી મીઠો લીમડો ઉમેરો, તે પહેલાં નહીં. મીઠા લીમડાનો ઉપયોગ વધારે ના કરવો, મહીટર તેનાથી ખાવાનો સ્વાદ બગડી જશે.
2. છીણેલું નારિયેળ : સાઉથ ઇન્ડિયન ખોરાકમાં નારિયેળનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે અને આવી સ્થિતિમાં, જો તમે તમારા ભોજનમાં સાઉથ ઇન્ડિયન સ્વાદ ઉમેરવા માંગતા હોવ તો તમે શાકના મસાલામાં થોડું છીણેલું સૂકું નારિયેળ ઉમેરી શકો છો.
તેને તમારા ફ્રિજમાં રાખી શકાય છે અને તે ઘણા દિવસો સુધી ચાલી રહે છે. તમે તેને વિવિધ પ્રકારની કરી કે શાકમાં નાખી શકો છો. મસાલાને શેકતી વખતે થોડું નારિયેળ તમારા શાકનો સ્વાદ સંપૂર્ણપણે બદલી શકે છે.
3. સંભારમાં આમલીની જગ્યાએ કાચી કેરીનો ઉપયોગ કરો : ઘણી વખત ઘરે સંભાર બનાવતી વખતે તેનો સ્વાદ બહાર જેવો નથી આવતો. સંભારની એક નિશ્ચિત રેસીપી છે જે લગભગ દરેક જણ અનુસરે છે અને આ કિસ્સામાં, આમલીનો ઉપયોગ વધુ થાય છે.
પરંતુ ઘણી વખત, સાચી યોગ્ય રેસીપી અનુસર્યા પછી પણ સાંભાર સારો બનતો નથી. સાંભાર બનાવતી વખતે ખટ્ટાપણ ખૂબ જ જરૂરી છે અને તે કાચી કેરીમાંથી મળી શકે છે. જો તમે ઘરે સાંભાર બનાવવાનું વિચારી રહ્યા છો તો કાચી કેરીનો ઉપયોગ કરો.
આમલી કરતાં વધારે ખટાશ તેમાંથી આવશે અને સ્વાદ પણ વધશે. આ ટ્રીક ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો તમને ખાટા અને મસાલેદાર સંભાર ગમે છે તો કાચી કેરીનો જ ઉપયોગ કરો. તમે કાચી કેરીના ટુકડાને દાળ સાથે ઉકાળો અને સંભાર બનાવો.
આ ત્રણેય ટિપ્સ તમારા ખાવામાં સાઉથ ઇન્ડિયન સ્વાદ આપવા માટે પૂરતી છે. પરંતુ તમારે ધ્યાનમાં રાખવું પડશે કે કયા પ્રકારના શાકની સાથે કઈ ટ્રીકથી કામ આવશે. તમે પણ કઈ નવું ટ્રાય કરવા માંગતા હોય તો, આજે જ ટ્રાય કરો. જો તમને આ માહિતી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
Comments are closed.