ગુજરાતીઓનું અથાણાં વગર ખાવાનું અધૂરું છે. અથાણાં ઘણા બધા પ્રકારના હોય છે અને તેમાં ખાટાં – મીઠાં અને મસાલેદાર સ્વાદથી ભરપૂર હોય છે. જો કે દરેકના ઘરમાં તેને અલગ-અલગ રીતે તૈયાર કરવામાં આવે છે. તો આજે આ લેખમાં અમે તમને ઇન્સ્ટન્ટ કેરીના અથાણાંની 3 રેસિપી લઈને આવ્યા છીએ.
આજની આ રેસિપીમાં ઇન્સ્ટન્ટ કેરીનું ખાટુ અથાણું, કેરીનું ખાટું અને મીઠું અથાણું અને કાચી કેરીનું વઘારીયુ અને તેની સાથે અથાણાંનો મસાલો ઘરે કેવી રીતે બનાવી શકાય તે બધી જ રેસિપી આ એક જ લેખમાં જણાવેલ છે. આ અથાણાનો મસાલો બનાવવો ઝડપી અને સરળ છે. આ ઝટપટ કેરીના અથાણાની રેસિપી જાણી લીધા પછી, મને ખાતરી છે કે તમે ક્યારેય બજારમાંથી અથાણું ખરીદશો નહીં.
અથાણાનો મસાલા માટે સામગ્રી : 50 ગ્રામ રાઈના કુરિયા, 25 ગ્રામ મેથી ના કુરિયા, 1 ચમચી હિંગ, 1 ચમચી હળદર પાવડર, દોઢ ચમચી મીઠું, 25 ગ્રામ અથવા ¼ કપ કાશ્મીરી લાલ મરચું પાવડર અને 2 ચમચી તેલ.
અથાણાનો મસાલો બનાવવાની રીત : મિક્સર જારમાં રાઈના કુરિયા ઉમેરીને બરછટ પાવડર બનાવી લો. આ સાથે, મેથી ના કુરિયા ઉમેરીને બરછટ પાવડર બનાવી લો. એકદમ પાવડર ના બનાવવો, નહીંતર મસાલો કડવો થઇ જશે. હવે એક બાઉલમાં રાઈના કુરિયા, મેથી ના કુરિયા, હિંગ, હળદર પાવડર નાખો.
હવે 2 ચમચી તેલ ગરમ કરો અને થોડું ઠંડુ કરો. થોડું ઠંડુ થાય એટલે તેને આ મસાલામાં તેલ ઉમેરો અને બાઉલને 5 મિનિટ માટે ઢાંકી દો. 5 મિનિટ પછી પછી તેલને મસાલા સાથે સારી રીતે મિક્સ કરો. જ્યારે મિશ્રણ સંપૂર્ણપણે ઠંડુ થઈ જાય ત્યારે 1 મોટી ચમચી મીઠું અને લાલ મરચું પાવડર ઉમેરો.
સારી રીતે મિક્સ કરી દો. તો તૈયાર છે અથાણાનો મસાલો. હવે આ મસાલાને કોઈપણ કાચની નાની બરણીમાં સ્ટોર કરી શકો છો, જેનો ઉપયોગ તમે 6 મહિના સુધી, કોઈપણ સમયે તેનો ઉપયોગ કરીને ઇન્સ્ટન્ટ અથાણું બનાવી શકો છો.
1) કેરી નુ ખાટું અથાણું માટે સામગ્રી : 250 ગ્રામ કાચી કેરી, 4 ચમચી તેલ, 4 ચમચી અથાણાનો મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું.
કેરી નું ખાટું અથાણું બનાવવાની રીત – કેરીને નાના ટુકડામાં કાપી લો. હવે બાજુમાં, ગેસ પર હવે તેલ ગરમ કરો અને થોડું ઠંડુ કરીને એક ખાલી મિક્સિંગ બાઉલમાં તેલ ઉમેરો. પછી તેમાં અથાણાનો મસાલો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે કેરીના ટુકડા અને થોડું મીઠું ઉમેરો અને બધી વસ્તુને સારી રીતે ભેળવી દો. તો આપણું આ ઝટપટ કેરી નુ ખાટુ અથાણું તૈયાર થઇ ગયું છે. હવે તેને કોઈપણ એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો.
2) ખાટું મીઠું કેરી નુ અથાણું માટે સામગ્રી : 250 ગ્રામ કાચી કેરી, 4 ચમચી અથાણાનો મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, ½ કપ ગોળ (સ્વાદ મુજબ) અને 2 ચમચી તેલ.
કેરીનું ખાટું મીઠું અથાણું બનાવવાની રીત : એક બાઉલમાં કેરીના નાના ટુકડા કરી લો, આ પછી તેમાં મીઠું, 4 ચમચી જેવો અથણનો મસાલો (કેરી મુજબ) અને અડધો કપ ગોળ ઉમેરો. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દો. અહીંયા તમે ગોળ અને અથાણાનો મસાલો કેરી કેટલી ખાટી છે અને કેટલા પ્રમાણમાં છે તે પ્રમાણે તમારી મુજબ લઇ શકો છો.
હવે જયારે ગોળ સંપૂર્ણપણે ઓગળી જાય તે માટે આ મિશ્રણને 1 કલાક માટે ઢાંકી દો. હવે અથાણામાં તેલ મિક્સ કરવા માટે, 2 ચમચી તેલ ગરમ કરો અને થોડું ઠંડુ થવા દો. હવે તેને અથાણાના મિશ્રણમાં તેલ ઉમેરો. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરો. તો તૈયાર છે કેરીનુ ખાટું મીઠું અથાનુ. હવે તેને એર ટાઈટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરો.
3) કાચી કેરી નુ વઘારીયુ માટે સામગ્રી : કાચી કેરી નુ વીઘારીયુ માટે સામગ્રી : 400 ગ્રામ કેરીના ટુકડા, ¼ કપ તેલ, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 5-6 લવિંગ, 7-8 કાળા મરી, 2 ઇંચ તજનો ટુકડો, 1 તમાલપત્ર, 1 સૂકું લાલ મરચું, 1 ચમચી હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 400 ગ્રામ ગોળ અથવા ખાંડ, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા પાવડર અને 2 ચમચી અથાણાનો મસાલો (વૈકલ્પિક).
કાચી કેરી નુ વઘારીયુ બનાવવાની રીત : સૌથી પહેલા કેરીના મધ્યમ કદના ટુકડા કરી લો. વાગરીયુ બનાવવા માટે, એક પેનમાં તેલ ઉમેરો. તેલ ગરમ થાય એટલે, તેમાં રાઈ ઉમેરો. રાઈ થોડી તતડી જાય એટલે 1 ચમચી જીરું, 5-6 લવિંગ, 7-8 કાળા મરી, 2 ઈંચનો તજનો ટુકડો, 1 તમાલપત્ર અને 1 સૂકું લાલ મરચું ઉમેરીને સાંતળો.
હવે આંચને ધીમી કરો, હવે ગરમ તેલમાં હળદર પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. પછી કેરીના ટુકડા અને મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરો અને કેરીના ટુકડા સહેજ નરમ ન થાય ત્યાં સુધી પકાવો. નરમ થતા 7 થી 8 મિનિટ જેટલો સમય લાગી શકે છે.
હવે જયારે કેરીના ટુકડા સોફ્ટ થાય, ત્યારે તેમાં 400 ગ્રામ ગોળ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. અહીંયા ગેસની ફ્લેમ મીડીયમ રાખવાની છે અને મિશ્રણને ત્યાં સુધી રાંધો જ્યાં સુધી ગોળ સંપૂર્ણપણે ઓગળી ન જાય. લગભગ 7-8 મિનિટ પછી ગેસ બંધ કરો, અને મિશ્રણને થોડું ઠંડુ થવા માટે રાખો.
પછી તેમાં લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને અથાણાનો મસાલો ઉમેરીને બધું જ સારી રીતે મિક્સ કરી દો. પછી તેને મિશ્રણને સંપૂર્ણપણે ઠંડુ થવા દો. તો આપણું ઝટપટ કાચી કેરી નુ વીઘારીયુ બનીને તૈયાર થઇ ગયું છે. હવે તેને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરીને 1 વર્ષ સુધી ખાવાનો આનંદ માણો.
ખાસ નોંધ : અથાણાના મસાલા માટે મેથીના દાણાનો વધારે જીણો પાવડર ના બનાવો. તેલ ગરમ કરો ત્યારે તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો. જ્યારે મિશ્રણ સંપૂર્ણપણે ઠંડુ થઈ જાય ત્યારે જ લાલ મરચું પાવડરને ઉમેરો. ખાટા અથાણાં માટે કેરીના ટુકડાને નાના કદમાં કાપો, જેથી સરળતાથી મસાલાને શોષી શકે. કાચી કેરી નુ વીઘારીયુ માટે કેરીના ટુકડાને થોડી મોટી સાઈઝમાં કાપો.
વધારે મહિનાઓ સુધી અથાણું સ્ટોર કરવું હોય તો અથાણાંને ગરમ તેલમાં ભેળવી દો. ઇન્સ્ટન્ટ કેરીનું અથાણું લાંબા સમય સુધી ખરાબ ના થાય તે માટે સૂકી જગ્યાએ સ્ટોર કરો. લખાતરી કરો કે ત્યાં કોઈ ભેજવાળી જગ્યા ના હોવી જોઈએ અને કેરીના અથાણાને કાઢતી વખતે હંમેશા સૂકી ચમચીનો જ ઉપયોગ કરો.
તો તમે પણ આ રીતે કેરીનું ખાટું અથાણું, કેરીનું ખાટું મીઠું અથાણું અને કેરીનું વાઘરીયું ઘરે બનાવીને તેનો આનંદ 1 વર્ષ સુધી માણી શકો છો. જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી જ રેસિપી વિશે માહિતી મળતી રહેશે.
Comments are closed.