આપણા ઘરડાઓ કહેતા હતા કે જો તમે ઘી ખાશો તો તમારી શરીર મજબૂત રહેશે. જો કે પહેલાના સમયમાં મોટા માટલામાં વલોવીને ઘી કાઢવામાં આવતું હતું. ત્યારે બધા લોકો ઘરે જ ઘી બનાવતા હોતા, પરંતુ અત્યારના સમયમાં મોટા ભાગના લોકો તૈયાર બજારમાંથી ઘી ખરીદે છે.
આપણા રસોડામાં મોટાભાગની વાનગીઓમાં માખણ અને ઘી નો ઉપયોગ થાય છે. એટલા માટે આ બે વસ્તુઓ હંમેશા આપણા રસોડા પર જ જોવા મળે છે. હવે મોટાભાગની મહિલાઓ ઘરે દૂધમાંથી ઘી બનાવવા માંગે છે પણ તે નથી જાણતા હોતા.
બહારના ભેળસેળવાળા ઘી અને માખણ ખુબ જ મોંઘુ હોય છે અને તેમાં ઘર જેવો સ્વાદ પણ નથી હોતો. તો હવે તમે પણ ઘરે શુદ્ધ માખણ અને ઘી બાનવો. તેમાં તમને કોઈ વધારે સમય પણ નથી લાગતો અને તમને ભેળસેળ વગરનું ઘી અને માખણ મળી જશે. તો ચાલો આજના આ લેખમાં અમે તમને ઘી કેવી રીતે બનાવવું તે વિશે વિગતવાર જણાવીશું.
માખણ રેસીપી સામગ્રી : 750 ગ્રામ દૂધમાંથી કાઢેલી મલાઈ ક્રીમ, 4 ચમચી દહીં, અડધો કપ આઇસ ક્યુબ અને 1 કપ ઠંડુ પાણી.
માખણ કેવી રીતે બનાવવું : માખણ કે ઘી બનાવવા માટે તમારે મલાઈની જરૂર પડશે. તમે જે પણ મલાઈ કાઢીને રાખીને રાખી છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. સૌથી પહેલા દૂધને ઉકાળો અને તેને ઠંડુ થવા દો અને તેમાંથી મલાઈ કાઢીને અલગ રાખો.
ધ્યાન રાખો કે માખણ બનાવવા માટે તમારી પાસે ઓછામાં ઓછી 3-4 કપ મલાઈ હોવી જરૂરી છે તો જ ઘી સારી રીતે બનશે. જો તમારી પાસે 3 કપ મલાઈ હોય તો તેમાં 2 ચમચી દહીં ઉમેરો અને જો તમારી પાસે 4 થી 5 કપ મલાઈ હોય તો તેમાં 3 ચમચી દહીં ઉમેરો.
હવે દહીંને સારી રીતે મિક્સ કરીને ઓછામાં ઓછા અડધો કલાક સુધી મૂકી રાખો. અડધા કલાક પછી તેને બ્લેન્ડરથી અથવા રવૈયાથી અથવા બીટરથી 4-5 મિનિટ સુધી વલોવી કરો. પછી તેમાં બરફના ટુકડા અને ઠંડુ પાણી ઉમેરીને ફરીથી સારી રીતે ફેટી લો.
તમારે તેને ત્યાં સુધી માખણ વલોવાનું છે જ્યાં સુધી મલાઈ પાણીથી અલગ ના પડે. જયારે માખણ અલગ પાડવા લાગે એટલે મલાઈને તમારા હાથમાં લઈને બધુ જ પાણી નિચોવીને મલાઈને મલમલના કપડામાં નાખીને 15-20 મિનિટ રાખો.
જેથી બધુ પાણી બરાબર નીકળી જાય અને માખણ બરાબર નીકળી જાય. તો માખણ તૈયાર થઇ ગયું છે તો તેને હાથમાં લઈને બોલ્સ બનાવો અને તેને હવાચુસ્ત પાત્રમાં મૂકીને ફ્રીજમાં રાખો.
માખણ માંથી ઘી બનાવવાની રીત : ઘી બનાવવા માટે તમારે માખણ અને કઢાઈની જરૂર પડશે. આ માટે સૌથી પહેલા ફ્રિજમાંથી મલાઈ કાઢીને તેને સામાન્ય તાપમાને રાખો. જો તમે તેને ફ્રિજમાંથી કાઢીને તરત જ ઘી બનાવવા માટે ગરમ કરશો તો તેમાં મોઈશ્ચર રહી જશે.
હવે ગેસ પર ગરમ કઢાઈ મૂકો અને તેમાં મલાઈ નાખીને કડછીથી હલાવતા રહો. તમે તેને લગભગ અડધો કલાક ધીમી આંચ પર પકાવતા રહો. તમારે વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જરૂરી છે. તમે જોશો કે તે ધીમે ધીમે વાદળ એજવું પારદર્શક બની રહ્યું છે અને જ્યારે તમને તે એકદમ સ્પષ્ટ દેખાવા લાગે તો સમજી જાઓ કે દેશી ઘી બનીને તૈયાર થઇ ગયું છે.
હવે ગેસ પરથી નીચે ઉતારીને તેને ઠંડુ થવા દો અને પછી તેને ગળણીથી ગાળી લો અને તેને હવાચુસ્ત પાત્રમાં રાખો. હવે આ ઘી ને પરાઠા, દાળ, રોટલીમાં નાખીને શુદ્ધ અને હેલ્દી ઘીનો આનંદ લો
આ રેસિપી જાણ્યા પછી તમને પણ માખણ અને ઘી બંનેને ઘરે બનાવવું સરળ લાગ્યું હશે. આ ઘરે બનાવેલા ઘી ને એરટાઈટ કન્ટેનરમાં ભરીને એક કે બે મહિના સુધી આરામથી રાખી શકો છો. જ્યારે પણ તમે દૂધ લાવો ત્યારે તેની મલાઈ કાઢીને સ્ટોર કરો અને ઘરે દેશી ઘી અને માખણ તૈયાર કરો.
અમને આશા છે કે તમને આ રેસિપી ગમી હશે અને આવી જ રેસિપી જાણવા માટે અમારી સાથે હંમેશા જોડાયેલા રહો.
Comments are closed.