good parenting tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બાળકોને ઉછેરવા એ કોઈ સામાન્ય કામ નથી. માતા-પિતાની એક નાની ભૂલ પણ તેમના બાળકોના વર્તમાન અને ભવિષ્ય પર ખરાબ અસર કરી શકે છે. ઘણી વખત માતા-પિતા એવું કહે છે અથવા કરી બેસે છે કે જે બાળકના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ રીતે સીધી અસર કરે છે.

જો તમે પણ એક માતાપિતા છો, તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારા દ્વારા કરવામાં આવેલ કોઈપણ કાર્ય તમારા બાળકના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર ના કરી શકે. જો તમે પણ તમારા બાળકનું માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માંગતા હોય તો આ લેખમાં જણાવેલી કેટલીક બાબતોને તમારે ધ્યાનમાં રાખવી જોઈએ.

લાગણી મહત્વપૂર્ણ છે : કેટલીકવાર બાળકો કોઈ વાતને લઈને નારાજ કે દુઃખી થઈ જાય છે. આવી સ્થિતિમાં માતા-પિતા તેમની અવગણના કરે છે. આવી સ્થિતિમાં, બાળકોને લાગે છે કે લાગણીનું કોઈ મહત્વ નથી અને પછી તે તેને વ્યક્ત કરવા કરતાં તેને દબાવી રાખવાનું શરુ કરે છે. તેના બદલે બાળકોને તેમની લાગણીઓ વ્યક્ત કરવી અને સંભાળવા, તેમાંથી બહાર કઈ રીતે નીકળવું તે શીખવો.

બાળકોને આત્મનિર્ભર બનાવો : ઘણી વખત એવું બન્યું હશે જ્યારે તમે તમારા બાળક કોઈ કાર્ય કરવામાં કે કોઇપ્ણ બાબતમાં બચાવવા માટે તેના વતી તમે કોઈ પગલું ભર્યું હશે. કેટલાક માતા-પિતા ઇચ્છતા નથી કે તેમના બાળકો મુશ્કેલીઓનો સામનો કરે. જેના કારણે પોતાના બાળકોની લડાઈ માતાપિતા પોતે જ લડવા લાગે છે. આમ કરીને તમે બાળકને ભયભીત કરો છો.

બાળકોની દરેક ઈચ્છા પુરી કરવી : બાળક જે માંગે તે આપણે લઈને આપીએ છીએ, પરંતુ આમ કરવાથી બાળકો પોતાને શિસ્ત રાખવામાં નિષ્ફળ જાય છે. પાછળથી જયારે તેમને વસ્તુઓ નથી મળતી તો તેઓ નારાજ થઈ જાય છે. બાળકોને ફોન કે મોબાઈલ આપવાને બદલે તેમની સાથે સમય વિતાવો અને બાળકની ઈચ્છાઓને સમજો.

પરફેક્ટ બનાવવાની આશા : જ્યારે પણ વાલીપણાની વાત આવે છે ત્યારે ચોક્કસપણે એ મુદ્દો ઊભો થાય છે કે પરફેક્ટ બનવાનો બોજ તેમના માતાપિતા કરતાં બાળકો પર વધુ હોય છે.

તમારા બાળકો માટે મોટા લક્ષ્યો નક્કી કરવામાં અને તેમને સારું પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરવામાં કોઈ નુકસાન નથી પરંતુ આ કિસ્સામાં તમારે તમારા બાળકની ક્ષમતા પર પણ થોડું ધ્યાન આપવું જોઈએ. બાળકોને એવા ગોલ સેટ કરાવો કે જ્યારે તે પુરા કરીને તમને મળે ત્યારે તેમનો આત્મવિશ્વાસ વધે.

બાળકોને હંમેશા કમ્ફર્ટેબલ રાખવાની કોશિશ કરવી : એવી ઘણી વસ્તુઓ હશે જે બાળકોને અસ્વસ્થતા અનુભવે છે જેમ કે નવી શાળા અથવા નવા મિત્રો અથવા કોઈ નવું કરવા માટે પ્રયાસ કરવો. જો તમે તમારા બાળકને આ વસ્તુઓથી કરવાથી બચાવીને રાખશો તો વાસ્તવમાં તમે તમારા બાળકને માનસિક રીતે નબળા બનાવી રહ્યા છો.

તમારું બાળક દરેક પરિસ્થિતિમાં અને દરેક સમયે તમારું ધાર્યું જ થશે તેના માટે કમ્ફર્ટેબલ ના હોઈ શકે અને તેણે આ લાગણીનો સામનો કરવાનું શીખવું જોઈએ. તેથી તમારા બાળકને નવી નવી વસ્તુઓ કે કામ કરવા માટે પ્રોત્સાહિત કરો.

અમને આશા છે કે તમને આ માતાપિતા માટેની કેટલીક ટિપ્સ ગમી હશે. જો તમારી પાસે કોઈ પ્રશ્નો કે સલાહ હોય તો અમને કહી શકો છો. આવા જ વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા