mitha limda ni chutney
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

મીઠા લીમડાના પાનનો ઉપયોગ ઘણા પ્રકારની દાળ અને કઢીનો સ્વાદ વધારવા માટે થાય છે. મીઠા લીમડાના પાનમાં સ્વાદ અદ્ભુત હોય છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરીને તડકો લગાવવાથી ખાવાની સુગંધ અને સ્વાદ બંનેમાં વધારો થાય છે.

આ લેખમાં, અમે તમને મીઠા લીમડાના પાંદડામાંથી તૈયાર કરેલી કેટલીક મસાલેદાર ચટણીઓની સરળ રેસીપી વિશે જણાવીશું. જેને તમે સરળતાથી ઘરે બનાવી શકો છો અને ખાવાનો સ્વાદ વધારી શકો છો. આવો જાણીએ ચટણી બનાવવાની રીત.

આજે આ લેખમાં અમે તમને મીઠા લીમડાની 3 ચટણીની રેસિપી જણાવીશું જેમાં, મીઠો લીમડો અને મગફળી ચટણી, મીઠા લીમડાના પાન અને નારિયેળની ચટણી અને મીઠા લીમડાના પાન અને ટામેટાની ચટણી.

(1) મીઠા લીમડાના પાન અને મગફળી ચટણી

સામગ્રી

  • તેલ 1 ચમચી
  • લસણ 5 -6 કળીઓ
  • આદુ 1 ઇંચ
  • લીલા મરચા 2
  • મીઠા લીમડાના પાન 100 ગ્રામ
  • ચણાની દાળ 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ,
  • પાણી જરૂર મુજબ
  • રાઈ 1/2 ચમચી

બનાવવાની રીત

ગેસ પર પેન મૂકીને તેમાં થોડું તેલ નાખો અને તેલ ગરમ થાય એટલે આ તેલમાં આદુ, લસણ, લીલા અને ચણા દાળ નાખો. લસણ અને આદુને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો. હવે લગભગ અડધો કપ મીઠા લીમડાના પાન ઉમેરો અને હલાવવાનું ચાલુ રાખો. પાંદડા કુરકુરા થાય ત્યાં સુધી તેને ફ્રાય કરો.

હવે ગેસ બંધ કરીને ઠંડુ કરીને મિક્સરમાં નાખો. હવે તેમાં જરૂર મુજબ મીઠું ઉમેરો. મિક્સરમાં જરૂર મુજબ પાણી ઉમેરીને પેસ્ટ બનાવો. હવે ચટણી તૈયાર થઇ ગઈ છે, તેને બાઉલમાં ટ્રાન્સફર કરો.

હવે તડકો કરવા માટે, એક પેનમાં થોડું તેલ નાખો અને જ્યારે તેલ ગરમ થાય, ત્યારે તેમાં રાઈના દાણા ઉમેરો. તેમાં 8-10 મીઠા લીમડાના પાન અને લાલ મરચાં ઉમેરીને તડકો તૈયાર કરો. હવે તડકાને ચટણી પર રેડો અને સાઉથ ઇન્ડિયન ઢોસા અથવા ઈડલી સાથે ચટણીનો આનંદ માણો.

(2) મીઠા લીમડાના પાન અને નારિયેળની ચટણી

સામગ્રી

  • તેલ 2 ચમચી
  • લસણ 5 -6 કળીઓ
  • આદુ 1 ઇંચ
  • લીલા મરચા 2
  • મીઠા લીમડાના પાન 100 ગ્રામ
  • છીણેલું કાચું નારિયેળ 1 કપ
  • શેકેલી મગફળી 2 ચમચી
  • સ્વાદ માટે મીઠું
  • પાણી જરૂર મુજબ
  • દહીં 1 કપ
  • રાઈના દાણા 1/2 ચમચી
  • અડદની દાળ 1/2 ચમચી
  • પલાળેલા લાલ મરચા 2

બનાવવાની રીત

સૌ પ્રથમ ગેસ પર પેન મૂકીને તેલ ગરમ કરો. તેલ ગરમ થાય, ત્યારે લસણ, આદુ અને લીલા મરચાંને સાંતળો. લસણને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો. તેમાં 1 કપ મીઠા લીમડાના પાન ઉમેરીને ફ્રાય કરવાનું ચાલુ રાખો. મીઠા લીમડાના પાન ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતળો.

હવે તેમાં છીણેલું નારિયેળ ઉમેરો અને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. હવે બધી સામગ્રીને ઠંડુ કરો અને મિશ્રણને બ્લેન્ડરમાં નાખો. હવે મિક્સરમાં 2 ચમચી શેકેલી મગફળી અને જરૂર મુજબ મીઠું, 1 કપ દહીં ઉમેરીને એક પેસ્ટ તૈયાર કરો. હવે આ તૈયાર કરેલી પેસ્ટ ને બાઉલમાં કાઢી લો.

હવે 2 ચમચી તેલ ગરમ કરીને તેમાં રાઈ, મીઠા લીમડાના પાન, અડદની દાળ અને લાલ મરચાં ઉમેરો. હવે આ તડકાને ચટણી પર રેડો. આ નારિયેળ અને મીટધા લીમડાના પાનની ચટણીને ઢોસા અને ઇડલી સાથે સર્વ કરો.

(3) મીઠા લીમડાના પાન અને ટામેટાની ચટણી

સામગ્રી

  • જીણા સમારેલા ટામેટાં 4
  • મીઠા લીમડાના પાન 100 ગ્રામ
  • જીણા સમારેલા લીલા મરચા 2
  • હળદર પાવડર 1/2 ચમચી
  • જીણી સમારેલી કોથમીર 1 કપ
  • મીઠું અથવા સેંધા મીઠું સ્વાદ મુજબ
  • રાઈના દાણા 1 ચમચી

રેસીપી

એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં બધું મિક્સ કરો. ટામેટાંને ધીમી આંચ પર લગભગ 10 મિનિટ સુધી સાંતળો, જ્યાં સુધી ટામેટાં બરાબર પાકી ન જાય. ઠંડુ થાય એટલે તેને મિક્સરમાં નાખીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. ચટણીને બાઉલમાં કાઢીને અને તડકા માટે એક પેનમાં તેલ ગરમ કરો.

તેલ ગરમ થાય એટલે તેમાં રાઈના દાણા, મીઠા લીમડાના પાન અને લાલ મરચાં નાખીને ચટણી પર રેડો. હવે આ ચટણીને કોઈપણ સ્ટફ્ડ પરાઠા અથવા સાઉથ ઇન્ડિયન ખોરાક સાથે ચટણીનો સ્વાદ માણો.

તમે આ તમામ પ્રકારની ચટણી મિનિટોમાં સરળતાથી ઘરે બનાવી શકો છો અને ભોજનને વધારે સ્વાદિષ્ટ બનાવી શકો છો. જો તમને આ રેસિપી ગમી હોય તો એકવાર જરૂર બનાવો અને આવી જ રેસિપી જાણવા માટે રસોઈનીદુનિયા જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા