how to save lpg cooking gas
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ગેસ સિલિન્ડરનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે, મહિલાઓ લગભગ આખો દિવસ કંઇક ને કંઇક બનાવવા માટે ગેસનો ઉપયોગ કરતી રહે છે. તેથી જ મહિલાઓ સિલિન્ડરની જાળવણી પર ઘણું ધ્યાન આપે છે.

જો કે દિવસે ને દિવસે ગેસનો ભાવ વધી રહ્યો છે, એવામાં કેટલીકવાર એવું પણ બને છે કે તમારો ગેસ એક મહિના પહેલા ખતમ થઈ જાય છે, ખાસ કરીને ચોમાસામાં. તેથી, જો તમને લાગે છે કે આ સિઝનમાં તમારા સિલિન્ડરનો વધુ પડતો વપરાશ થઇ રહ્યો છે તો તમારે કાળજીપૂર્વક ગેસનો ઉપયોગ કરવો જોઈએ.

જો કે ગેસનો ઉપયોગને ઘટાડવાનો કોઈ રસ્તો નથી, પરંતુ તમે કેટલીક પદ્ધતિઓ અપનાવીને તેનો વપરાશમાં થોડો ઘટાડો લાવી શકો છો. આજે અમે તમારી સાથે કેટલાક એવી કેટલીક કુકીંગ ટિપ્સ વિશે જણાવવા જઈ રહયા છીએ, જેને અપનાવીને તમે ગેસનો વપરાશ ઓછો કરી શકો છો. તો ચાલો જાણીએ.

ઓવનનો ઉપયોગ કરો

તમે ખાવાનું ગરમ કરવા માટે ઓવનનો ઉપયોગ કરી શકો છો. કારણ કે ઓવનમાં ગેસની સરખામણીમાં ઝડપથી ગરમ થશે, ઉદાહરણ તરીકે, જો તમે કોઈ શાકને ગેસ પર ગરમ કરવા માટે મુકો છો, તો 6-7 મિનિટ આરામથી લાગશે. પરંતુ ઓવનમાં તમારું શાક 2 મિનિટમાં ગરમ ​​થઈ જશે.

શાકભાજીને બાફીને ઉપયોગ કરો

જો તમે કડાઈમાં કોઈપણ શાક બનાવો છો તો, શાકભાજીને બાફી લીધા પછી તેનો ઉપયોગ કરો, કારણ કે શાકભાજીને કડાઈમાં ઉકાળીને રાંધવાથી તમારો સમય અને ગેસ બંને તો બચશે જ પરંતુ તમારો ખોરાક પણ ઝડપથી રંધાઈ જશે.

ખાવાનું ઢાંકીને રાંધો

જો તમે ગેસ બચાવવા માંગતા હોય તો ખોરાકને ઢાંકીને રાંધવો જોઈએ. કારણ કે આમ કરવાથી તમારો ગેસનો વપરાશ પણ ઓછો થશે અને તમારો ખોરાક વહેલો રંધાઈ જશે. જો તમે ઢાંકણ વગર ખાવાનું બનાવો છો તો તમારો ગેસ વધુ ખર્ચ થશે.

આ પણ વાંચો: જો સિલિન્ડર માં ગેસ ઓછો હોય તો આ કિચન ટિપ્સ તમને કામ આવશે

વસ્તુઓને રૂમ ટેમ્પરેચર પર સેટ કરો

રાંધવાના ઓછામાં ઓછા 1-2 કલાક પહેલા ફ્રીજમાંથી રાખેલું ફ્રોઝન ફૂડ, દૂધ, શાકભાજી બહાર કાઢી લો. એટલે કે ફ્રોઝન કરેલી બધી વસ્તુને ઓરડાના તાપમાને કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી ગેસનો વપરાશ ઓછો થાય છે.

ગેસની ફૂલ ફ્લેમ પર રાંધો

તમે ખાવાનું બનાવતી વખતે ફૂલ ગેસનો ઉપયોગ કરી શકો છો. જો કે, ઊંચી આંચ પર તમારે ખાવાનું ખુબ જ કાળજીપૂર્વક રંધાવું પડશે. અથવા તમે તેને હંમેશા મીડીયમ આંચ પર રાંધવાનો પ્રયાસ કરો, કારણ કે ખૂબ જ ઓછી આંચ પર ખાવાનું બનાવવાથી ગેસ પણ વધુ ખર્ચાશે.

પ્રેશર કૂકરનો ઉપયોગ કરો

કઠોળ, દાળ અને કેટલીક શાકભાજીને ઉકાળવામાં વધુ ગેસનો ઉપયોગ થાય છે, તેથી આવા શાકભાજી કે દાળને રાંધવા માટે હંમેશા પ્રેશર કૂકરનો ઉપયોગ કરો. અથવા જો શક્ય હોય તો પહેલા માઇક્રોવેવમાં મૂકીને અડધું પકાવી લો.

પલાળેલી દાળનો ઉપયોગ કરો

ઘણી સ્ત્રીઓ ઉતાવળમાં દાળ અથવા ચોખાને પલાળ્યા વગર રાંધવા લાગે છે. પરંતુ આમ કરવાથી ગેસનો વપરાશ વધુ થાય છે તેથી વધુ સારું રહેશે કે તમે પહેલા દાળ અથવા ચોખાને પાણીમાં 30 મિનિટ પલાળી રાખો અને પછી તેને રાંધો.

તવા ટિપ્સ

આ ટિપ્સ નવી નથી પરંતુ તમને મદદરૂપ થઈ શકે છે. રોટલી બનાવતા પહેલા તમે તવીને ગરમ કરો અને એક સાથે બે થી ત્રણ રોટલી પણ બનાવી શકો છો. આનાથી તમારી રોટલી ઝડપી બનશે અને ગેસ પણ ઓછો ખર્ચાશે.

અમને આશા છે કે આ માહિતી તમારા માટે ઉપયોગી થશે અને તમે તમારા ગેસ સિલિન્ડરનો વપરાશ ઘટાડી શકો છો. જો તમને અમારા લેખો ગમતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા