shak banavani rit gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘરની દરેક માતાને એક જ પ્રશ્ન પૂછવામાં આવે છે કે આજે ખાવામાં શું બનાવવાનું છે? હવે મહિલાઓને પણ દરરોજ શું નવું નવું એ સમજાતું નથી અને બાળકો પણ દરરોજ નવી નવી વાનગીઓ ખાવાની રાહ જોતા રહે છે.

પછી આવી પરિસ્થિતિમાં જો અજાણતામાં કંઈક એવું બની જાય કે જેનો સ્વાદ એકદમ ફિક્કો બની જાય તો, ખાવાની બધી જ મજા ખરાબ થઇ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે આપણી બધી સમસ્યાઓનો એક જ ઉપાય છે મસાલા.

આ મસાલો છે જે દરેક પ્રકારના સ્વાદવિહીન શાકનો રંગ, દેખાવ અને સ્વાદ બદલી શકે છે. આવી સ્થિતિમાં મસાલા જ છે જે તમારી રોજ રોજ બનાવવાતા આવતા શાકને દરરોજ નવો સ્વાદ આપે છે. તો ચાલો આ લેખમાં તમને એવા 5 મસાલા વિશે જણાવીશું જે તમારા રોજબરોજના શાકનો સ્વાદ બમણો કરી દેશે.

1. કસૂરી મેથી : કસૂરી મેથી વિશે દરેક વ્યક્તિ જાણે જ છે, કે કસૂરી મેથીનો ઉપયોગ વિવિધ પ્રકારના શાક અને દાળમાં તેની ફ્લેવર આપવા માટે થાય છે. તેની સુગંધ ખૂબ જ મજબૂત હોય છે અને જ્યારે તેને ઉમેરવામાં આવે છે, ત્યારે તે તમારા આખા શાકના સ્વાદમાં એક અલગ પ્રકારની ખુશ્બુ ઉમેરે છે.

કસૂરી મેથી તમારી સ્વાદ વગરનું શાક અને દાળને સુગંધ, સ્વાદ અને ફ્લેવરનો એક મજેદાર તડકો આપે છે. બસ તેને તમારા હાથમાં લઈને થોડું મસળી લો અને તેને તમારા શાકમાં નાખો અને તેને હલાવો પછી જુઓ અદ્ભુત કમાલ.

2. ગરમ મસાલો : આપણે બધા જાણીએ છીએ કે ઘણા બધા આખા મસાલાને પીસીને ગરમ મસાલો બનાવવામાં આવે છે. આ મસાલાની સુગંધ અને સ્વાદ તેજ હોય છે જે તમારી રોજિંદી દાળ, કઢી અથવા શાકને અચાનક જ સારું બનાવી દે છે. આ તેજ(મજબૂત) મસાલો હોવાથી તેનો ઉપયોગ થોડી માત્રામાં કરો. 4-5 લોકો માટે બનાવેલી રસોઈમાં ફક્ત 1/4 ચમચી ઉમેરીને મિક્સ કરો.

3. આદુ-લસણની પેસ્ટ : જો તમે તમારા સાદા ભોજનને ટેસ્ટી બનાવવા માંગતા હોય તો તમે આદુ-લસણની પેસ્ટનો તડકો લગાવીને ખાવાનું બનાવો. ગેરંટી છે કે દરેક પ્રકારનું શાક, દાળ સ્વાદિષ્ટ બની જશે. માત્ર ધ્યાન રાખો કે તડકો બળી ન જાય નહીંતર ખાવાનું કડવું બનાવી શકે છે.

4. મોટી ઈલાયચી : ઈલાયચી આપણા દરેક ભારતીય ખોરાકમાં વપરાતા આખા મસાલાઓમાંથી એક છે, જે ખોરાકને સ્વાદ આપવા માટે ખુબ જ જાણીતું છે. કેટલાક લોકો આખી ઇલાયચીને શાક અને કઢીમાં ઉમેરીને બનાવે છે. તમે પણ તેને તોડીને 2/3 દાણા ઉમેરીને તમારી વાનગીને સ્વાદિષ્ટ બનાવી શકો છો.

5. મીઠા લીમડાના પાન : સાઉથ ઇન્ડિયન વાનગીઓમાં મીઠા લીમડાના પાંદડાનો ઉપયોગ ખુબ જ મોટા પ્રમાણમાં થાય છે. તેમની એવી કોઈ વાનગી નથી જેમાં મીઠા લીમડાનો તડકો લગાવવામાં ના આવતો હોય. મીઠા લીમડાના પાન સ્વાદિષ્ટ હોવાની સાથે તમારા સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો કરી શકે છે.

ખાવામાં અનોખી સુગંધ લાવવા માટે, એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં મીઠા લીમડાના પત્તા નાખીને થોડી સેકંડ માટે સાંતળો અને પછી ગ્રેવી અથવા શાક બનાવો. તમે શાક બની ગયા પછી ઉપરથી પણ તેનો તડકો લગાવી શકો છો. આ સિવાય, તેને સૂકવીને તેને ગાર્નિશ તરીકે ઉપયોગ કરી શકો છો.

તો અહીંયા જણાવેલ આ એવી 5 સામગ્રી છે કે જેની મદદથી તમે તમારા દરરોજના શાકને એક અદ્ભુત સ્વાદ આપી શકો છો. અમને આશા છે કે જો તમને આ લેખ જરૂર ગમ્યો હશે, જો ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલ રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા