મગફળીને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મગફળીને ગરીબોની બદામ કહેવામાં આવે છે. લોકો માત્ર મગફળીમાંથી બનાવેલા પોહા અને પીનટ બટર જ ખાય છે. પણ શું તમે ક્યારેય તેની ચટણી બનાવીને ખાધી છે? મગફળીની ચટની ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેને ઢોસા અને રોટલી સાથે પણ ખાઈ શકાય છે. ચાલો જોઈએ તેની રેસિપી.
આંધ્ર સ્ટાઈલ મગફળીની ચટણી : આંધ્ર સ્ટાઈલ મગફળીની ચટણીનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે. આમાં અડદની દાળ ઉમેરવામાં આવે છે જેના કારણે આ ચટણી સામાન્ય ચટણી કરતા થોડી અલગ રીતે બને છે.
જરૂરી સામગ્રી : 1 કપ મગફળી, 4 ચમચી તેલ, 3-4 લીલા મરચાં, 2-3 લસણની કળી, 1 ચમચી અડદ અથવા ચણાની દાળ, 10 મીઠા લીમડાના પાન, 1 ચમચી જીરું, સ્વાદ મુજબ મીઠું, એક ચપટી રાઈ અને 1 તૂટેલું સૂકું લાલ મરચું.
મગફળીની ચટણી બનાવવાની રીત : સૌથી પહેલા એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરો. તેમાં અડદની દાળને ધીમી આંચ પર સોનેરી રંગની અને સુગંધિત થાય ત્યાં સુધી શેકો. પછી તેમાં 3-4 લીલા મરચાં અને 2 લસણની કળી નાખી 2 મિનિટ સાંતળો. હવે તેમને એક અલગ પ્લેટમાં કાઢી લો.
હવે ફરીથી એ જ પેનમાં 2 ચમચી તેલ નાખીને મગફળી નાખીને શેકી લો. જ્યારે મગફળી અડધી શેકાઈ જાય ત્યારે તેમાં મીઠા લીમડાના પત્તા ઉમેરો. હવે ત્યાં સુધી સાંતળો જ્યાં સુધી તેમાંથી સુગંધ ના આવવા લાગે. હવે તેમાં 1 ચમચી જીરું ઉમેરીને ગેસ બંધ કરી દો. હવે આ બધી વસ્તુઓને મિક્સરમાં નાખી પીસી લો.
હવે એક પેનમાં 1 ચમચી તેલ, ચપટી રાઈ, 1 તૂટેલું લાલ સૂકું મરચું, મીઠું, થોડા મીઠા લીમડાના પાનઅને 1 છીણેલું લસણ ઉમેરીને 2 મિનિટ સુધી પકાવો અને ગેસ બંધ કરી દો. હવે આ તડકાને ઉપર ચટણી નાખીને મિક્સ કરો. તમારી આંધ્ર સ્ટાઈલ મગફળીની ચટણી તૈયાર છે.
ફુદીનાની મગફળીની ચટણી : સામગ્રી – 1/2 કપ મગફળી, 2-3 લીલા મરચાં, 1 ચમચી જીરું, 2-3 ચમચી તેલ, 1/2 કપ ફુદીનાના પાન, 1/2 આદુ, 1 ચમચી લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું.
ફુદીનાની મગફળીની ચટણી બનાવવાની રીત : પહેલા ફુદીનાના પાનને ડાળીમાંથી અલગ કરીને પાણીમાં પલાળી રાખો અને પછી ધોઈ લો. જેથી ફુદીનાના પાન પર જામેલી ધૂળ નીકળી જાય. હવે એક પેનમાં 1 ચમચી તેલ ઉમેરી તેમાં 2-3 લીલા મરચાં સાંતળો અને પછી તેને અલગ વાસણમાં કાઢી લો.
હવે ફરીથી પેનમાં 2 ચમચી તેલ ઉમેરી મગફળીને સાંતળો. હવે તેમાં એક ચમચી જીરું ઉમેરીને 30 સેકન્ડ માટે સાંતળો અને અલગ પ્લેટમાં કાઢી લો. હવે આ બધી સામગ્રીને મિક્સરમાં નાખી, આદું અને મીઠું ઉમેરી પીસી લો. ઉપરથી લીંબુનો રસ નીચોવી લો. તમારી ફુદીના મગફળીની ચટણી બનીને તૈયાર છે.
પરફેક્ટ ચટણી બનાવવા માટે ટિપ્સ : મગફળીને હંમેશા ધીમી આંચ પર શેકો, નહિંતર તે બળી જશે અને ચટણીનો સ્વાદ પણ ખરાબ થઇ જશે. 2-3 કલાક પછી મગફળીની ચટણીનો સ્વાદ બદલાવા લાગે તેથી તેને બનાવવા માટે ઠંડા, ઉકાળેલા અથવા ફિલ્ટર કરેલ પાણીનો ઉપયોગ કરો.
ચટણીનો સ્વાદ બમણો કરવા માટે તમે તેને મગફલાઇન ફોતળા કાઢીને ચટણી બનાવી શકો છો.
આવી જ બીજી રેસિપી વિશે જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.