masala sing banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમે પણ મસાલા સિંગને બજારમાંથી ખરીદીને લાવો છો, તો હવે તમારે બજારમાંથી સીંગ ખરીદીને નહીં લાવી પડે, કારણ કે આ રેસિપીમાં અમે તમારી સાથે મસાલા સિંગની રેસિપી લઈને આવ્યા છીએ.

મસાલા સિંગને તમે થોડીવારમાં ઘરે સરળતાથી બનાવી શકો છો. તે ઝડપી, સરળ અને તાજી હોમમેઇડ સીંગ છે. તેની શેલ્ફ લાઇફ લાંબી હોય છે અને તેને મહિનાઓ સુધી હવાચુસ્ત પાત્રમાં ભરીને સ્ટોર કરીશકો છો. તો ચાલો જોઈએ મસાલા સીંગ બનાવવાની રીત.

મસાલા સીંગ માટે : 1 કપ મગફળી, 1 ચમચી તેલ, ¼ ચમચી હળદર પાવડર, ½ ચમચી લાલ મરચું પાવડર, ½ ચમચી આમચૂર પાવડર, ½ ચમચી ચાટ મસાલો, ½ ચમચી સંચળ, ½ ચમચી ગરમ મસાલો, 1 ચમચી ખાંડ.

બનાવવાની રીત : સૌ પ્રથમ એક પેનને ગરમ કરીને તેમાં મગફળીના દાણા ઉમેરીને 3-4 મિનિટ મીડીયમ ગેસ પર શેકી લો. દાણા સારી રીતે શેકાઈ જાય, પછી તેને કોઈ કોટન કપડાં પર કાઢી લો. હવે કપડાને મસળીને મગફળી દાણાના ફોતળા કાઢી લો.

મસાલા સીંગ નો મસાલો બનાવવા માટે : આ નાની વાટકીમાં ½ ચમચી લાલ મરચું પાવડર, ½ ચમચી આમચૂર પાવડર, ½ ચમચી ચાટ મસાલો, ½ ચમચી સંચળ, ½ ચમચી ગરમ મસાલો, 1 ચમચી દરેલી ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

હવે મસાલાને સીંગ સાથે કોટ કરવા માટે, એક પેનમાં 1 ચમચી તેલ ઉમેરો અને ¼ ચમચી હળદર પાવડર ઉમેરીને મિક્સ કરી લો. હવે તેમાં ફોતળા કાઢેલા મગફળીના દાણાને ઉમેરીને મગફળીને ધીમી આંચ પર 2-3 મિનિટ સુધી શેકી લો. મગફળી યોગ્ય રીતે શેકાઈ જાય એટલે તેને ગેસ પરથી ઉતારી લો અને તેમાં અગાઉ મિક્સ કરેલા મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

મગફળીમાં તેલ હોવાથી સીંગ સાથે મસાલો સારી રીતે ચોંટી જશે. તો આપણી બજાર જેવી મસાલા સીંગ બનીને તૈયાર થઇ ગઈ છે. તેને ઠંડુ થવા માટે બાજુ પર રાખો. પછી તેને એરટાઈટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરો. તે 20 થી 25 દિવસ સુધી તાજી રહેશે.

તો હવે તમે પણ ઘરે જ આ રીતે માંસલ સીંગ બનાવી શકો છો. જો તમને આ રેસિપી પસંદ આવી હોય અને આવી જુ બીજી રેસિપી લેખિત માં જોઈતી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા