તમારે બાળકો માટે સવારનો નાસ્તો બનાવવાની ઉતાવળ હોય કે મહેમાનો આવે ત્યારે કંઈક ટેસ્ટી વાનગી બનાવવાની તૈયાર કરવાની હોય, સોજીનો ઉપયોગ આપણે ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે કરીએ છીએ.
સોજી એ આપણા રસોડામાં સૌથી મહત્વપૂર્ણ સામગ્રીમાંની એક મુખ્ય સામગ્રી છે અને તેનો દરરોજ ધોરણે ઉપયોગ કરીએ છીએ. જો કે સોજી સાથે સંકળાયેલી ઘણી એવી ટિપ્સ છે જે તમારા રસોઈના કામમાં ખુબ જ મદદરૂપ થશે. આ જાણીને તમારું રોજિંદા કામ ઘણું સરળ બની જશે અને તમને ઉપમા, ઉત્તપમ, ચીલા વગેરે બનાવવાનું સરળ બની જશે.
આ ટિપ્સ તમારો કિંમતી સમય અને પૈસા બંને બચાવી શકે છે અને અમે આ લેખમાં સોજીને સ્ટોર કરવાની શી પદ્ધતિ પણ જણાવીશું જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો આવી જાણીયે સોજી સંબંધિત ના જાણી હોય તેવી 5 ટિપ્સ.
1. થોડા ઘી નો ઉપયોગ કરો : જો તમે સોજીની ખીર અથવા ઉત્તાપમ વગેરે બનવો છો તો સોજીને શેકતી વખતે તેમાં થોડું ઘી ઉમેરી દો. વધારે નહીં ફક્ત 1 ચમચી ઘી. આમ કરવાથી સોજીનો સ્વાદ પણ બદલાઈ જાય છે અને ઉત્તપમમાં પણ સારો સ્વાદ આવે છે. તમે પણ એકવાર આ રીતે સોજીને શેકી જુઓ.
2. લાકડાના સ્પેટુલા : મોટાભાગના લોકો સોજીને શેકતી વખતે ઘરની કઢાઈ અને ઘરમાં દરરોજ ઉપયોગમાં લેવાતી કરછીનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ જો તમે સોજીને શેકતી વખતે લાકડાની કરછીનો ઉપયોગ કરશો તો સોજી બળવાનો ડર ઓછી રહેશે.
હકીકતમાં એવું થાય છે કે કઢાઈની સાથે સ્ટીલની કરછી પણ ગરમ થાય છે અને આવી સ્થિતિમાં જો તમે સોજીને વારંવાર હલાવતા રહેશો તો તે વધારે બ્રાઉન થઈ જાય છે. લાકડાના સ્પેટુલાનો ઉપયોગ કરવાથી આ સમસ્યા ઓછી થશે અને સોજી પણ બરાબર શેકાશે.
3. સોજીને ફુલાવા માટે અપનાવો આ ટ્રિક : સોજીને ફુલાવીને ઘણી વાનગી બનાવી શકાય છે. સોજીનો ઉપયોગ કરીને ચીલા, ઉત્તાપમ, ઢોસા અને ઢોકળા જેવી વસ્તુઓ બનાવી શકાય છે. આ માટે સોજીને ઠંડા પાણીથી નહીં પણ હૂંફાળા પાણીથી ફુલાવી જોઈએ.
આ ટિપ્સ ઉપમા બનાવતી વખતે પણ કામ આવશે જ્યાં ગરમ પાણીને લીધે સોજીનો ઉપમા વધુ પૌષ્ટિક બને છે. તમે જાતે જ અનુભવ કરીને ઠંડા પાણીમાં ફૂંલેલા સોજી અને ગરમ પાણીમાં ફૂંલેલા સોજી વચ્ચેનો તફાવત સમજી જશો.
4. સોજીમાં વધારે તેલનો ઉપયોગ ના કરો : આ એક હેક છે કારણ કે સોજીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે તેથી તે ઘણા લોકો માટે ફાયદાકારક હોઈ શકે છે. આવી સ્થિતિમાં સોજીમાં વધુ તેલ ઉમેરવું સ્વાસ્થ્ય માટે સારું રહેશે નહીં. સોજી તેલને શોષી લે છે અને તેથી સૌપ્રથમ થોડું તેલ ગરમ કરીને તેમાં તડકા માટેની સામગ્રીને ઉમેઈને પછી છેલ્લે સોજી ઉમેરો.
5. સોજીને સ્ટોર કરવાની સાચી રીત : સોજીમાં જંતુઓ ખૂબ પડી જાય છે તો, તેને માત્ર એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરીને, સોજીના તે ડબ્બામાં 1-2 તમાલપત્ર અથવા સૂકા લીમડાના પાન નાખો. સોજીને શેકીને સ્ટોર કરવાથી કીડા પાડવાની સમસ્યા ઓછી થાય છે.
આ લેખમાં જણાવેલ બધા હેક્સ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે અને તમને પણ જરૂર ગમશે. તમે પણ એકવાર અજમાવી જુઓ અને તમારો અનુભવ અમારી સાથે જણાવો. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.