મિત્રો, આજે અમે તમને જણાવીશું કે તમે તમારા ફ્રિજને કેવી રીતે સ્વચ્છ રાખી શકો. આપણે એક દિવસ પણ ફ્રિજ વગર રહી નથી શકતા, હવે તેના વગર રસોઈનું વિચારવું સપના જેવું લાગે છે. ફ્રીજ એક એવું ઉપકરણ છે જે વીજળીથી ચાલે છે અને ફ્રિજના લીધે જ આપણે દૂધ, માખણ, ફળો, શાકભાજી વગેરે વસ્તુને લાંબા સમય સુધી રાખી શકીએ છીએ.
જેમ આપણે આપણી જાતને દરરોજ સ્વચ્છ રાખીએ છીએ તેમ આપણે આપણા ફ્રિજને દરરોજ નહીં પણ અમુક સમયે તેને સ્વચ્છ રાખવાની જરૂર પડે છે. તમે પણ એક વાર વિચારીને જુઓ કે તમે છેલ્લે ફ્રીજને ક્યારે સાફ કર્યું હતું??
જો આપણે આપણા ફ્રિજને સમયાંતરે સાફ ન કરીએ તો તેમાંથી ગંદી દુર્ગંધ આવશે અને તેમાં રાખેલા આપણા ફળ, શાકભાજી ઝડપથી બગડવા લાગશે. તેથી દર 15 દિવસે ફ્રિજ સાફ કરવું જરૂરી છે. તો ચાલો જાણીયે કે તમે ઘરે ફ્રીજને કેવી રીતે સાફ કરી શકો છો.
ફ્રિજની સફાઈ માટે ટીપ્સ : ફ્રિજને સારી રીતે સાફ કરવા માટે સૌથી પહેલા તેમાં રાખેલી બધી વસ્તુઓને બહાર કાઢી લો. પછી તમે ફ્રીજને ડિ ફ્રોસ્ટ કરો, આમ કરવાથી ફ્રિજમાં જે પણ બરફ જામી ગયેલો હશે તે પીગળીને બહાર નીકળી જશે.
ફ્રિજને અંદરથી સાફ કરવા માટે બેકિંગ સોડા અથવા લીંબુના રસનો ઉપયોગ કરીને ફ્રિજમાંથી આવતી ખરાબ દુર્ગંધને દૂર કરી શકો છો. ફ્રિજની અંદરના પીળા ડાઘને સાફ કરવા માટે ગરમ પાણીમાં મીઠું મિક્સ કરીને સાફ કરવાથી બધા પીળા ડાઘા દૂર થઇ જશે. ફ્રીજને સાફ કર્યા પછી તેને 4 થી 5 કલાક માટે ખુલ્લું રાખો.
ફ્રિજની સાર સંભાળ માટેની ટિપ્સ : કેટલાક ફળો જેવા કે કેળા, જામફળ જેવા ફળોને ક્યારેય ફ્રિજમાં ખુલ્લા ન રાખો નહીંતર તેની ગંધ તમામ શાકભાજીમાં જશે. ફ્રિજમાં બરફ ખૂબ જામી ગયો હોય તો તેને કાઢવા ધારદાર છરીનો ઉપયોગ ના કરો, તેનાથી ફ્રિજમાં ગેસ લીક થઈ શકે છે.
ફ્રીજને હંમેશા ખુલ્લી અને વેન્ટિલેટેડ જગ્યાએ રાખો અને દીવાલથી 3 સેન્ટિમીટર દૂર રાખો જેથી હવા તેની ઉપર અને પાછળ જઈ શકે. જો તમે વીજળી બચાવવા માંગતા હોય તો ફ્રિજનું તાપમાન મધ્યમ પર સેટ કરો.
ફ્રીજમાં વધારાનો બરફ કાઢવા માટે સમયાંતરે ડિફ્રોસ્ટ કરો એટલે કે ફ્રિજના દરવાજા પર ફ્રિજરના બરફને ઓગાળવા માટે બટન હોય છે તેને દબાવો. આમ કરવાથી વીજ વપરાશ ઓછો થશે. ફ્રીજને વારંવાર ન ખોલો, નહીંતર ફ્રિજની ઠંડક ઘટી જાય છે.
ફ્રિજને ઓવન અને ગેસથી દૂર રાખો, નજીક રાખવાથી તમારું ફ્રિજ ઝડપથી બગડી શકે છે. માછલી અને માંસને હંમેશા ફ્રીજરમાં જ રાખો અને ઈંડાને દરવાજામાં આપેલી જગ્યામાં રાખો. જો ફ્રિજમાં ગંધ ન આવે તે માટે માંસ અને માછલીને પ્લાસ્ટિકના પરબિડીયામાં લપેટી રાખો.