પાવભાજીનું નામ સાંભળીને પણ મોં માં પાણી આવી જાય છે. પાવભાજી ગુજરાતમાં પણ ખુબ આનંદથી ખાવામાં આવે છે પરંતુ આ એક મુંબઈના સૌથી લોકપ્રિય સ્નેક છે. પાવભાજી તમને દેશના દરેક રાજ્યની રેસ્ટોરન્ટમાં મળી જશે. જો કે બધાને પાવભાજી ખાવાની મજા સ્ટ્રીટ ફૂડ પાર જ આવે છે.
કારણ કે જ્યારે પણ આપણા ઘરે મમ્મી બનાવે ત્યારે તેનો સ્વાદ બજાર જેવો નથી આવતો અને આજ કારણોસર લોકોને ખાવાની ફરજ પડે છે. પરંતુ જો તમે પાવભાજી બહુ ભાવે છે અને મહિનામાં 2-3 ખાવાના શોખીન છો તો પાવભાજી મસાલા તમારા માટે મદદરૂપ થઇ શકે છે.
કારણ કે જયારે પણ તમે પરફેક્ટ પાવભાજી બનાવો ત્યારે મસાલાને યોગ્ય રીતે નાખવો ખૂબ જ જરૂરી છે. જો કે પાવ મસાલો બજારમાં મળે છે પણ તે મોંઘો હોય છે અને તેની ગુણવત્તા કેવી હશે અને તાજો છે કે કેમ તે આપણે જાણતા નથી.
તેથી આપણા માટે પાવભાજી મસાલો ઘરે બનાવવો સૌથી સારો વિકલ્પ છે. જો તમે નથી જનતા કે મસાલો કેવી રીતે બનાવી શકાય, તો આ લેખ વાંચી લીધા પછી તમે પણ ઘરે પરફેક્ટ પાવભાજી મસાલો બનાવી શકશો શકશો.
સામગ્રી : સૂકું લાલ મરચું- 9, ધાણા – 1 કપ, મોટી ઈલાયચી 3, હળદર – 1 ચમચી, આમચૂર પાવડર – 2 ચમચી, કાળા મરી – 1 ચમચી, સંચળ – 1 ચમચી, લવિંગ – 7, શેકેલું જીરું – 2 ચમચી, વરિયાળી – 2 ચમચી અને નાની લાકડી તજ – 1.
પાવભાજી મસાલો બનાવવાની રીત : પાવભાજી મસાલો બનાવવા માટે સૌ પ્રથમ, ગેસ ચાલુ કરીને તેના પર એક પેન મૂકો. હવે પેનમાં જીરું, વરિયાળી, લાલ સૂકું મરચું, કાળા મરી, ધાણા વગેરેને ઉમેરો અને 2-3 મિનિટ સુધી સતત હલાવતા રહીને શેકી લો.
જયારે તેમાંથી થોડી સુગંધ આવવા લાગે ત્યારે પેનને ગેસ પરથી ઉતારી લો અને મસાલાને ઠંડુ થવા માટે બાજુ પર રાખો. મસાલા ઠંડા થઇ જાય એટલે હવે બધી સામગ્રીને મિક્સરમાં નાખી પીસીને ચાળણીથી ચાળી લો. પાવભાજી મસાલો તૈયાર છે. હવે તમે તેને ડબ્બામાં ભરીને સ્ટોર કરી લો.
મસાલો સ્ટોર કરવાની રીત : પાવભાજી મસાલાને તમે કાચની બરણીમાં સ્ટોર કરી શકો છો. તમે પાવભાજી મસાલો લાંબો સમય તાજો રહે તે માટે હવામાં અને ગરમ જગ્યાએ ન રાખો. આ સિવાય તમે પાવભાજી મસાલાને એર ટાઈટ પોલીથીનમાં ભરીને પણ સ્ટોર કરી શકો છો.
હવે પણ આજે જ આ પાવભાજી મસાલો ઘરે બનાવો. તો તમને આ રેસિપી ગમી હોય તો તમે ણ ટ્રાય કરો અને રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો આવી જ રેસિપી જાણવા માટે.
Comments are closed.