રસોડામાં ઘણી બધી વસ્તુઓ હોય છે, જેમાં કેટલીક વસ્તુઓ એવી પણ હોય છે,જેનો અપને દરરોજ ઉપયોગ કરીએ છીએ. જો કે એવી પણ ઘણી વસ્તુઓ હોય છે જેનો દરરોજ ઉપયોગ કરવા છતાં, તેની સાફ સફાઈ પર ધ્યાન નથી આપતા નથી, જેમનું એક છે ચોપિંગ બોર્ડ.
આપણે ચોપિંગ બોર્ડનો ઉપયોગ નિયમિત શાકભાજી અથવા બીજી વસ્તુઓને કાપવા માટે કરીએ છીએ જેના કારણે તેના પર ઘણા પ્રકારના કીટાણુઓ આવી જાય છે, જે કદાચ આપણે પણ જાણતા નથી, એટલે તેને સ્વચ્છ રાખવું ખૂબ જરૂરી છે.
જો કે તમે તેને દરરોજ પાણીથી ધોતા જ હશો પરંતુ એટલું પૂરતું નથી. તેની થોડી વધારાની કાળજીની જરૂર છે, જેથી કરીને તમારા રસોડાની સ્વચ્છતા જળવાઈ રહે. તો આજે અમે તમારા માટે શેફ પંકજ ભદૌરિયાની કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ જેની મદદથી તમે ચોપિંગ બોર્ડને સારી રીતે કરી શકો છો.
1. લાકડાના ચોપીંગ બોર્ડને સાફ કરવા માટે
જો તમે તમારા રસોડામાં લાકડાના ચોપિંગ બોર્ડનો ઉપયોગ કરો છો તો તમે તેને ખાવાના સોડા અને લીંબુથી સારી રીતે સાફ કરી શકો છો. તમને જણાવી દઈએ કે બેકિંગ સોડા ચોપિંગ બોર્ડને સાફ કરવાની સાથે સાથે તમામ કીટાણુઓને પણ મારી નાખશે.
એ જ રીતે લીંબુ કુદરતી જંતુનાશક છે, તેથી તે ચોપિંગ બોર્ડને સાફ કરવા માટે સારું ક્લિનીંગ એજન્ટ છે. તમે ચોપિંગ બોર્ડને કેવી રીતે સાફ કરી શકો છો તે નીચે મુજબ છે.
કટિંગ બોર્ડને સાફ કરવા માટે, સૌ પ્રથમ તેના પર ખાવાનો સોડા છાંટવો. હવે એક લીંબુને વચ્ચેથી અડધું કાપીને બોર્ડ પર નીચોવીને મિક્સ કરો. હવે ચોપિંગ બોર્ડને સ્ક્રબ કરવા માટે એ જ અડધા લીંબુનો ઉપયોગ કરીને બોર્ડને ઘસો.
લીંબુથી સ્ક્રબ કર્યા પછી તેને લગભગ 20 મિનિટ માટે આ રીતે રહેવા દો અને પછી તેને ગરમ પાણીથી ધોઈ લો. પછી તેને તરત જ ભીના કપડાથી લૂછીને તેના પર તેલ લગાવો. પછી તેને સ્વચ્છ કપડાથી સાફ કરી લો. તમારું લાકડાનું ચોપીંગ બોર્ડ ચમકશે.
આ પણ વાંચો: 10 વર્ષ જુના, ગંદા અને કાળા સ્વિચ બોર્ડને માત્ર 5 મિનિટમાં આ રીતે સાફ કરો, એકદમ નવું થઇ જશે
2. પ્લાસ્ટિક ચોપીંગ બોર્ડ કેવી રીતે સાફ કરવું
જો તમે પ્લાસ્ટિક ચોપિંગ બોર્ડનો ઉપયોગ કરતા હોય તો ખાવાનો સોડા, મીઠું અને વિનેગરનો ઉપયોગ કરી શકો છો. આનાથી પ્લાસ્ટિક ચોપિંગ બોર્ડ સાફ તો થઇ જશે સાથે સાથે તેમાં રહેલી તમામ ગંદકી પણ દૂર થઈ જશે. તો ચાલો જાણીયે તેને મિનિટોમાં સાફ કેવી રીતે કરવું.
સાફ કરવાની રીત : સૌથી પહેલા તેના પર ખાવાનો સોડા અને મીઠું નાખીને 10 મિનિટ માટે રાખો.
હવે તેને સ્પોન્જથી સાફ કરો અને પછી તેને લીંબુની છાલથી સારી રીતે ઘસો. પછી તેને સાફ કરી લો.
પછી પાણીમાં સફેદ વિનેગર ઉમેરીને થોડીવાર માટે બોર્ડ પર લગાવીને રહેવા દો, પછી પાણીથી ધોઈ લો અને સૂકવી લો. આનાથી કટિંગ બોર્ડ સંપૂર્ણપણે સાફ થઈ જશે અને કીટાણુમુક્ત પણ થઇ જશે. આ સિવાય તે લાંબા સમય સુધી ચાલશે, ખરાબ નહીં થાય.
અમે આશા રાખીએ છીએ કે આ સરળ ક્લિનિંગ ટિપ્સ જાણી લીધા પછી તમે કટીંગ બોર્ડને સાફ કરવાનું અવગણશો નહીં. આશા છે કે તમને અમારો આ લેખ ગમ્યો હશે, જો ગમ્યો હોય તો આવી જ જાણકારી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.