આપણે નિયમિતપણે દાંતની સફાઈ કરીએ છીએ, તેમ છતાં પીળા દેખાતા દાંત તમારી પર્સનાલિટી બગાડે છે. હવે દાંતને સફેદ ઘરે જ કરી શકાય છે. આ માટે તમારે કોઈ ખર્ચો કરવાની પણ જરૂર નથી કે ડૉક્ટર પાસે પણ જવાની જરૂર નથી. તમે ઘરમાં રહેલી વસ્તુઓથી જ દાંત સાફ કરી શકો છો. તો ચાલો જાણીયે કેવી રીતે.
1. દાંત કેમ પીળા થાય છે?
દાંત પીળા થવાનો ઈલાજ શોધતા પહેલા તમારા કેમ દાંત પીળા થાય છે તે જાણવું જોઈએ. ઘણી વખત આપણે એવી વસ્તુઓ ખાઈએ છીએ જેનાથી દાંતની ઈનેમલ બગડી જાય છે અને દાંત પીળા થવા લાગે છે.
આ સિવાય પ્લાકની પરત જામી જવાથી પણ દાંત પીળા દેખાવા લાગે છે. વધુ પડતી ચા કે કોફી પીવાથી પણ દાંતનો કુદરતી સફેદ રંગ બદલાઈ જાય છે. પણ જો તમે દાંત બરાબર સાફ નરહી કરતા તો પણ દાંત ગંદા અને પીળા દેખાવા લાગે છે.
2. હળદરથી દાંત સાફ થશે
આ હળદરના નુસખામાં તમારે કડવું તેલ ઉમેરવાનું છે. તમે જે પણ તેલ લો છો તેનાથી અડધી હળદર લો. હવે આ મિશ્રણથી દાંતની સારી રીતે 5 મિનિટ મસાજ કરો. દાંતના પીળાશ જલ્દીથી દૂર થઈ જશે.
3. મીઠું
આ ઉપાય સરળ છે. તમારે માત્ર એટલું કરવાનું છે કે ઘરમાં રહેલું મીઠું થોડું કડવું તેલને મિક્સ કરવાનું છે. આ બંને વસ્તુઓ દાંત સાફ કરવાની સાથે બેક્ટેરિયા પણ દૂર કરશે. કડવા તેલના થોડા ટીપાંમાં એક ચપટી મીઠું નાખીને, દરરોજ દાંત અને પેઢા પર લગભગ 3 થી 5 મિનિટ સુધી મસાજ કરો.
4. ખાવાનો સોડા
આ નુસ્ખામાં તમારે બેકિંગ સોડા અને લીંબુના રસની જરૂર પડશે. લીંબુનો રસ એટલો મિક્સ કરો કે ખાવાના સોડાની પેસ્ટ બની જાય. જાવે આ પેસ્ટની દાંતની માલિશ કરો અને એક મિનિટ રહેવા દો, તમને જલ્દી જ તેની અસર જોવા મળશે.
5. કેળાથી પણ દાંતને સફેદ કરી શકાય
કાળા દાંત સાફ કરવામાં કેળા પણ ઘણી મદદ કરે છે. આ માટે તમારે કેળાની છાલના સફેદ ભાગને લઈને 1 થી 2 મિનિટ સુધી દાંત પર ઘસવાનું છે. જેના કારણે કેળાની છાલમાં હાજર તમામ પોષક તત્વો દાંતને મળશે, પછી બ્રશ કરો. આ ઉપાય અઠવાડિયામાં 3 વાર કરો.
Comments are closed.