આજકાલની ખરાબ જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોને કારણે વજન વધવું એ દરેક વ્યક્તિ માટે સામાન્ય સમસ્યા બની ગઈ છે. મોટાપા કોઈપણ ઉંમરના વ્યક્તિને ખૂબ જ ઝડપથી ઘેરી લે છે. હવે તો ખાસ કરીને નાના બાળકો પણ સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે.
વજન વધવાને કારણે બાળકોને પણ અનેક બીમારીઓ ઘેરી લે છે. આ સિવાય વધતી સ્થૂળતાને કારણે બીજા બાળકો પણ તેને ચિડાવે છે અને બાળકનો આત્મવિશ્વાસ પણ નબળો પડી જાય છે. માતાપિતા તેમના બાળકોના વજનને નિયંત્રિત કરવા તેમની દિનચર્યામાં કેટલીક આદતો ઉમેરી શકે છે. તો ચાલો જાણીએ કે બાળકના વધતા વજનને કેવી રીતે કંટ્રોલ કરવું.
ખાનપાનમાં કરો ફેરફાર
ખોટી વસ્તુઓ ખાવાથી પણ બાળકોનું વજન વધવા લાગે છે. તેથી અત્યારે જે પણ ખાય છે તેમાં થોડો ફેરફાર કરીને તેમના વજનને નિયંત્રિત કરી શકો છો. બાળકોને તળેલા ખોરાક, જંક ફૂડ, ચોકલેટ જેવી વસ્તુઓ વધારે ખાય છે તો તે ઓછી આપો.
આ બધી વસ્તુઓ પણ તેમના વધતા વજનનું કારણ બની શકે છે. તમે તેમને એવો ખોરાક ખવડાવો કે જેમાં કેલરીની માત્રા ઓછી હોય. એક સાથે 2 ટાઈમનું ખાવાનું આપવાને બદલે દિવસમાં 5 વાર થોડું થોડું આપો. આ સિવાય બાળકોને ભરપૂર માત્રામાં પાણી પણ પીવડાવવું જોઈએ.
આઉટડોર પ્રવૃત્તિઓ કરાવો
તમારે બાળકોને ઘરની બહાર રમાતી રમતો રમવા પ્રોત્સાહિત કરવું જોઈએ. તમે બાળકોને ફૂટબોલ, વોલીબોલ અને ક્રિકેટ જેવી રમતો રમવા માટે લઇ જઈ શકો છો. આઉટડોર રમત રમવાથી બાળકનું વજન ઘટશે અને તેની આઉટડોર એક્ટિવિટી પણ વધશે.
બહારની રમતો રમવાથી બાળકોનો સ્ક્રીન ટાઈમ એટલે મોબાઈલ અને ટીવીનો સમય પણ ઘટશે. આખો દિવસ લેપટોપ, કોમ્પ્યુટર સામે બેસી રહેવાથી પણ બાળકોનું વજન વધતું હોય છે. તેથી તમારે તેમને ઘરની બહાર રમી શકાય તેવી રમતો રમવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.
સ્ક્રીન સમય ઘટાડો
ઘણા બાળકોની ટેવ હોય છે તેમને ટીવી અથવા મોબાઈલમાં જોતા જોતા ખાય છે. વધુ ટીવી કે મોબાઈલ જોતી વખતે પણ બાળકો જરૂરિયાત કરતા વધુ ખાય છે જેના કારણે તેમની સ્થૂળતા પણ વધવા લાગે છે.
બાળકોને હેલ્ધી ફૂડ ખવડાવવા માટે ખોરાક લેતી વખતે મોબાઈલ કે ટીવીનો ઉપયોગ ન કરવો જરૂરી છે. ધ્યાનમાં રાખો કે જ્યારે પણ બાળકો ખોરાક ખાતા હોય ત્યારે તેમનું સંપૂર્ણ ધ્યાન ફક્ત ખાવા પર જ હોવું જોઈએ ના કે ટીવી અને મોબાઈલ પર. આ સિવાય બાળકની ઉંમર પ્રમાણે થાળી પીરસો.
કસરત કરાવો
જો તમારા બાળકનું વજન વધી રહ્યું છે તો તમારે તમારા બાળકોમાં કસરત કરવાની આદત પણ કેળવવી જોઈએ. સવારે કસરત કરવાથી બાળકોનું શરીર પણ સ્વસ્થ અને મજબૂત રહે છે અને દિવસભર સ્ફૂર્તિ અનુભવે છે.
તમારે તેમને પાર્કમાં લઈ જઈને હલકી ફુલકી કસરત કરવી જોઈએ. આ સિવાય તમારે એવું ગ્રુપ બનાવવું જોઈએ જેની સાથે બાળક કસરત કરી શકે અને તેને કંટાળો પણ ના આવે. બાળકો એકબીજાને જોઈને વસ્તુઓ વધુ સરળતાથી સમજે છે અને હું તેના કરતા સારું કરું છું તેવી જિજ્ઞાસા પણ જાગે છે.
બાળકને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનાવો
વધતા વજનના કારણે બાળકોમાં નાનપણથી જ બીમારીઓનો ભોગ બની શકે છે. તેથી તમારા બાળકોને આરોગ્યપ્રદ ખોરાક આપો. તેમને સારા સ્વાસ્થ્યના ફાયદા પણ જણાવો અને વજન વધવાના નુકસાન પણ જણાવો.
જો બાળકનું વજન ખૂબ ઝડપથી વધી રહ્યું હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. જો તમને આ જાણકારીગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી જ જીવનઉપયોગી માહિતી મળતી રહેશે.