આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ હોય છે જેનો હંમેશા ઉપયોગ કરી શકાય છે. લીંબુ પણ તેમાંથી એક વસ્તુ છે, જેનો ઘણી રીતે ઉપયોગ થાય છે. જો લીંબુ તાજું હોય તો તેનો રસ સરળતાથી કાઢી શકાય છે પરંતુ જો તે સુકાઈ જાય છે તો તેનો રસ નીકળી શકતો નથી.
જો કે જો તમે ઇચ્છો તો લીંબુનો રસ કાઢીને પણ તેને સ્ટોર કરી શકો છો. જ્યારે પણ જરૂર હોય ત્યારે તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો. તમને જણાવી દઈએ કે લીંબુ ખાવાનો સ્વાદ વધારવા ઉપરાંત તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
વિટામિન સી થી ભરપૂર લીંબુનો રસ સવારે પાણીમાં ભેળવીને પીવાથી વજન ઓછું કરી શકાય છે. તેથી લીંબુ પણ દૈનિક આહારમાં મુખ્ય વસ્તુ છે. જો તમને લાગે કે લીંબુનો રસ સ્ટોર કરવાથી તેનો સ્વાદ બગડે છે તો ખોટું વિચારી રહયા છો. આજે અમે તમને લીંબુને સ્ટોર કરવાની કેટલીક ટિપ્સ જણાવીશું, જેના દ્વારા તેનો સ્વાદ પણ નહીં બગડે અને લાંબા સમય સુધી સ્ટોર કરી શકશો.
પહેલી રીત : સૌ પ્રથમ લીંબુનો રસ કાઢીને એક બાઉલમાં કાઢી લો. જો તમે ઇચ્છો તો લીંબુનો રસ કાઢવા માટે જ્યુસરનો ઉપયોગ કરી શકો છો. હવે લીંબુના રસને એક બાઉલમાં ગાળી લો, જેથી તેના બીજ સરળતાથી નીકાળી શકાય. હવે તેને કાચની બરણીમાં ભરો. બારની આખી ના ભરો, તેનું ધ્યાન રાખો.
બરણી અથવા બોટલનો એક નાનો ભાગ ખાલી રાખો, જેથી તે પડી જાય ત્યારે તેનો રસ બહાર ન આવે. હવે તેને ફ્રીજમાં મૂકી દો. આ પદ્ધતિ ખૂબ જ સરળ છે પરંતુ આ રસનો ઉપયોગ તમે એક કે બે અઠવાડિયા સુધી સરળતાથી કરી શકો છો.
બીજી રીત : લીંબુનો રસ કાઢી લો અને તેને એક બાઉલમાં ગાળી લો, હવે તેને આઈસ ક્યુબ ટ્રેમાં ભરો અને તેને ફ્રીજરમાં રાખો. જ્યારે તે સારી રીતે બરફની જેમ જામી જાય ત્યારે એક પછી એક બરફના ટુકડાને બહાર કાઢો અને ઝિપવાળી પ્લાસ્ટિકની બેગમાં મૂકો.
બેગને બંધ કરીને ફ્રીજરમાં સ્ટોર કરો, જ્યારે પણ જરૂર હોય ત્યારે એક આઇસ ક્યુબ કાઢો અને તેનો ઉપયોગ કરો. જો તમારે સવારે લીંબુ પાણી પીવું છે તો એક આઈસ ક્યુબ કાઢીને પાણીના ગ્લાસમાં નાખીને પીવો. જો તમે ઘરે જ્યુસ બનાવો છો તો તેમાં સર્વ કરી શકો છો.
ત્રીજી રીત : જો તમે એક કે બે મહિના માટે લીંબુનો રસ સ્ટોર કરવા માંગતા હોય તો આ પદ્ધતિ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. જો લીંબુનો રસ બે કપ છે તો તેમાં 1/4 ચમચી મીઠું ઉમેરીને મિક્સ કરો. અહીંયા તમે લીંબુ નો રસ કેટલો છે તેના આધારે મીઠાનું પ્રમાણ વધારી અથવા ઘટાડી શકો છો.
લીંબુના રસમાં મીઠું એટલા માટે ઉમેરવામાં આવે છે કારણ કે તેનો સ્વાદ કડવો થતા અટકાવે છે. હવે તેને એક કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરો. જ્યારે પણ જરૂર પડે ત્યારે ચમચીથી લીંબુનો રસ કાઢીને ઉપયોગમાં લો.
હવે જો તમે પણ લીંબુ લાવો છો અને જલ્દીથી બગાડી જાય છે તો તમે પણ આ રીતે રસ કાઢીને 2 મહિના સુધી સરળતાથી સ્ટોર કરી શકુ છો. જો તમને આ ટિપ્સ સારી લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.