બનાના મિલ્ક શેક : જેમ આપણે સૌ જાણીએ છીએ કે કેળાનો શેક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો તમને સવારે નાસ્તો કરવાનું મન ન થતું હોય તો તમે એક ગ્લાસ બનાના મિલ્ક શેક પીને પણ કામ કે ઓફિસ પર જઈ શકો છો અને તે તમને તરત થી એનર્જી આપે છે.
બનાના મિલ્ક શેકમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે. કેળા ખાવાથી આપણું વજન વધે છે અને દૂધ પીવાથી આપણા હાડકાં મજબૂત બનાવી શકાય છે, તેથી જો તમે આ બંનેને વસ્તુને મિક્સ કરીને શેક બનાવશો તો તમારું શરીર એકદમ સ્વસ્થ રહેશે.
જો તમે તમારું વજન વધારવા માંગતા હોય તો કેળાનો શેક તમારે માટે ખુબ જ ફાયદાકારક છે. આ માટે સવારે સૌપ્રથમ કેળાનો મિલ્ક શેક પીવો અને 10 મિનિટ પછી સવારનો નાસ્તો કરો, થોડા દિવસો સુધી આમ કરવાથી તમારું વજન પણ આપમેળે વધવા લાગશે.
ઘરે બનાના મિલ્ક શેક બનાવવા માટે ખૂબ જ સરળ છે અને તમે તેને માત્ર 2 મિનિટમાં બનાવી શકો છો. તો આજની રેસિપીમાં અમે તમને બનાના શેક કેવી રીતે બનાવવો તેની રીત બતાવીશ. તો ચાલો જોઈએ રેસિપી.
બનાના શેક બનાવવા માટેની જરૂરી સામગ્રી : કેળા 2, મધ 1 ચમચી, ખાંડ 1 ચમચી, ઈલાયચી પાવડર 1 ચમચી, દૂધ 2 કપ, બરફના ટુકડા, ટુટી ફૂટી, ઝીણા સમારેલા ડ્રાઈ ફૂટ (કિસ્મીસ, કાજુ, બદામ, પિસ્તા વગેરે)
બનાના મિલ્ક શેક બનાવવાની રીત : સૌપ્રથમ કેળાની છાલ કાઢીને તેના નાના-નાના ટુકડા કરીને મિક્સર જારમાં નાખો અને તેમાં 1 ચમચી ખાંડ અને 1 ચમચી મધ નાખીને એકવાર ગ્રાઈન્ડ કરો. પછી તેમાં દૂધ અને ઈલાયચી પાવડર નાખીને મિક્સરને વધુ 1 મિનિટ સુધી ચલાવો.
હવે તેને સર્વ કરવા માટે એક ગ્લાસમાં બનાના શેક કાઢી લો. પછી તેના ઉપર ટૂટી ફ્રુટી અને ઝીણા સમારેલા ડ્રાયફ્રુટ્સ નાખીને ગાર્નિશ કરો. તો બનાના મિલ્ક શેક તૈયાર છે, તમને જેટલો દેખાવમાં સારો લાગે છે તે તેના કરતાં પીવામાં વધુ સારું લાગે છે.
મહત્વપૂર્ણ ટીપ્સ : બનાના મિલ્ક શેકમાં હંમેશા કાચા દૂધનો ઉપયોગ કરો, ગરમ કરેલા દૂધ નો ઉપયોગ કરશો નહીં. જો તમને મિલ્ક શેક ખૂબ ગળ્યો પસંદ નથી તો ખાંડનો ઉપયોગ કરશો નહીં કારણ કે કેળા પણ મીઠા હોય છે અને મધ પણ ઉમેરેલું હોય છે.
ટુટી ફ્રુટી અને ડ્રાય ફ્રુટ્સ તમે ઈચ્છો તો નાખી શકો છો, જો તમે નાખવા નથી માંગતા તો તુટી ફ્રુટી અને ડ્રાય ફ્રુટ્સ વગર પણ શેક બનાવી શકો છો. તો તમે પણ આ રીતે બનાના શેકને ઘરે બનાવીને એકવાર જરૂર ટ્રાય કરો. મને ખાતરી છે કે તમને આ રેસીપી જરૂર ગમી હશે.