healthy habits to make you look 10 years younger
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વૃદ્ધાવસ્થા આવવું કોઈ વ્યક્તિને પસંદ નથી. ખાસ કરીને પુરુષો કરતા સ્ત્રીઓને સાંધાના દુખાવા, લટકતી ત્વચા અને સતત ભૂલી જવાની આદતને કારણે ઘડપણનો ડર સતાવા લાગે છે. જો કે ઘડપણને ટાળી શકાતું નથી.

પરંતુ તમે કેટલીક આદતો અપનાવીને તમારી ઘરડા દેખાવાની ઉંમરને ધીમી કરીને માત્ર તમારા મગજને જ નહીં પરંતુ તમારા સાંધાઓને લવચીક બનાવી શકો છો અને તમારી ત્વચાને 50 વર્ષની ઉમર પછી પણ કરચલી મુક્ત રાખી શકો છો.

50 વર્ષની ઉંમરે પણ લોકો આપણને 35 ના કહી શકે છે તે માટે તમારે કેટલીક સારી આદતો ને અપનાવવી જોઈએ. જો તમે પણ તમારી વધતી ઉંમરમાં યુવાન દેખાવા ઈચ્છો છો તો આ 10 ટિપ્સને એકવાર અજમાવો અને જાતે જ અનુભવ કરો.

1. સવારે પથારીમાંથી ઉઠો ત્યારે તમારા દિવસની શરૂઆત ચા કે કોફીથી નહીં પરંતુ પાણીથી કરો. કારણ કે ખાલી પેટ ચા કે કોફી ના પીવી જોઈએ અને પાણી ત્વચાની પેશીઓને ફરીથી ભરવામાં મદદ કરે છે.

2. ખાતરી કરો કે રોજ બદામ અને અખરોટ ખાઓ. તેમાં હાજર વિટામિન-ઇ ત્વચાને પોષણ અને મુક્ત રેડિકલથી બચાવવામાં ખુબ મદદ કરે છે. 3. પ્રોટીનથી ભરપૂર ખોરાક ખાઓ કારણ કે તે ક્ષતિગ્રસ્ત (ડેમેજ) પેશીઓને ઠીક કરવામાં મદદ કરે છે.

4. ઓમેગા 3 ફેટી એસિડ્સ માટે કોળાના બીજ, અળસીના બીજનું સેવન કરો કારણ કે તે ત્વચાના તેલના ઉત્પાદનને નિયંત્રિત કરે છે અને અને ખીલને થતા અટકાવવામાં મદદ કરે છે.

5. દિવસભર એક્ટિવ રહેવાની કોશિશ કરો કારણ કે કસરત ત્વચાના કોષોને પોષણ આપવામાં મદદ કરે છે.

6. અઠવાડિયામાં 5 દિવસમાં 20 મિનિટ કાઢીને વેઈટ ટ્રેનિંગ કરો કારણ કે તે શરીરમાં રક્ત પરિભ્રમણને સુધારે છે જે શરીરને વધુ પોષક તત્વો પહોંચાડવાનું કામ કરે છે. 7. વિટામિન ડી મેળવવા માટે દરરોજ સવારે ત્વચા પર 10-15 મિનિટ સૂર્યપ્રકાશ જરૂર લો.

8. ખુબ પાણી પીવો અને હાઇડ્રેટેડ રહો કારણ કે યોગ્ય હાઇડ્રેશન ત્વચાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે અને તમને ચમકદાર ત્વચા આપે છે. 9. કોષોને તાજા ઓક્સિજનયુક્ત લોહી સાથે ત્વચાને પોષણ આપવા માટે દરરોજ સવારે ઉઠ્યા પછી 5 મિનિટ સુધી ઊંડા શ્વાસ જરૂર લો.

10. દરરોજ 2 ફળો અને 3 શાકભાજી ખાવાની કોશિશ કરો કારણ કે તે એન્ટીઑકિસડન્ટો પ્રદાન કરવામાં અને ત્વચામાં કોલેજનનું સંશ્લેષણ કરવામાં મદદ કરે છે.

તમે પણ આ ટિપ્સ અજમાવીને તમારી ત્વચાને 50 વર્ષની ઉંમરમાં પણ 35 વર્ષના દેખાઈ શકો છો. આશા છે કે દરેક મહિલાઓને તમને આ માહિતી ગમી હશે. જો તમે આહાર અને સ્વાસ્થ્ય સંબંધિત આવી વધુ માહિતી મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “ઘડપણમાં પણ એકદમ યુવાન દેખાવા માટે અપનાવો આ કેટલીક ખાસ ટિપ્સ”

Comments are closed.