30 વર્ષ વટાવી ગયા પછી આપણામાં ઘણા ફેરફારો થવા લાગે છે. આ તે ઉંમર છે જ્યારે સૌથી વધુ હોર્મોનલમાં ફેરફારો જોવા મળે છે. આ સ્થિતિમાં ત્વચાને પણ અસર થાય છે. જો આ ઉંમરે ત્વચાની યોગ્ય કાળજી લેવામાં ન આવે તો ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે જે તમને લાંબા સમય સુધી હેરાન કરી શકે છે.
એટલું જ નહીં, તમારી ત્વચા પણ ખરાબ થઇ જાય છે જેના કારણે તમારી સુંદરતા પણ ઓછી થઇ શકે છે. અમે તમને કોઈ પણ રીતે ડરાવવા માટે નથી કહી રહ્યા, આવું દરેક મહિલા સાથે ઉંમર વધવાની સાથે થાય છે અને 30 વર્ષની ઉંમર પછી કેટલાક એવા ફેરફારો જોવા મળે છે, જેને સ્વીકારવું સરળ નથી હોતું.
આવી સ્થિતિ ન આવે તે માટે તમે તમારી ત્વચાની સારી રીતે સારસંભાળ રાખો. 30 વર્ષની ઉંમર પછી ખૂબ જરૂરી છે કે તમે તમારી ત્વચાના પ્રકાર પ્રમાણે બ્યુટી રૂટિનનું પાલન કરો. અમે તમને આવી 5 ટિપ્સ જણાવીશું જે 30 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે ખૂબ જ ઉપયોગી છે.
ટિપ્સ 1. સવારે ચહેરાની મસાજ : જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ ચહેરા પરના છિદ્રો મોટા થતા જાય છે. આવી સ્થિતિમાં, સવારે ઉઠ્યા પછી તરત જ ખાલી હાથે ચહેરા પર 2 મિનિટ સુધી મસાજ કરો. મસાજ કરવાથી છિદ્રોની સાઈઝ નાની થઈ જાય છે.
ટિપ્સ 2. સવારે ત્વચા માટે કરો આ કામ : સવારે ઉઠ્યા પછી તમારા ચહેરાને દૂધથી સાફ કરો, જો તમારી ત્વચા સૂકી હોય તો તમારે કાચા દૂધથી સાફ કરો અને ત્વચા ઓઈલી હોય તો રાંધેલા દૂધથી ચહેરો સાફ કરવો જોઈએ.
ટિપ્સ 3. દિવસમાં કરો આ કામ : તમે ઘરે હોય કે ઘરની બહાર ગયા હોવ, તમારે દર 5 કલાકે ચહેરા પર સનસ્ક્રીન યાદ કરીને લગાવવી જ જોઈએ. એ પણ ધ્યાનમાં રાખો કે તડકો હોય કે ના હોય, તમારી ત્વચાના ટાઈપ પ્રમાણે સનસ્ક્રીન જરૂર લગાવો.
ટિપ્સ 4. ત્વચાને હાઇડ્રેટેડ રાખો : ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે તમારે દરરોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવો. પાણી પીવાની સાથે એલોવેરા જેલ, ફળોનો રસ અને ગુલાબજળ વગેરેને ચહેરા પર લગાવવું જોઈએ.
ટિપ્સ 5. રાત્રે કરો આ કામ : જો તમે મેકઅપ કરો છો તો રાત્રે સૂતા પહેલા મેક-અપ સાફ કરો અને શક્ય હોય તો ત્વચાને વિટામિન-સી ટ્રીટમેન્ટ આપવાનો પ્રયાસ કરો . તેનાથી તમારા ચહેરાની ચમક કાયમ માટે જળવાઈ રહેશે અને ત્વચા પણ ટાઈટ રહેશે.
અમને આશા છે કે આ પાંચ ટિપ્સ દરેક મહિલાને પસંદ આવી હશે. જો તમને આવી જ બ્યુટી ટિપ્સ જણાવી ગમે છે તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.