આજના સમયે બજારમાં તમને ઘરની સાફ સફાઈ કરવા માટે ઘણી બધી પ્રોડક્ટ્સ મળી જશે પરંતુ તમે રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓથી પણ સાફ કરી શકો છો. આનાથી તમારે બજારુ પ્રોડક્ટના વધારે ખર્ચ પણ નહીં ખર્ચવા પડે અને તમારું કામ પણ થઈ જશે.
થોડા સમય પહેલા અમે તમને બેકિંગ સોડાથી સફાઈ વિશે જણાવ્યું હતું. આજે અમે તમને આદુના જાદુઈ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. વાસ્તવમાં રસોડામાં રહેલો આદુનો 1 ટુકડો તમને ઘર સાફ કરવામાં બધી જ મદદ કરી શકે છે. આવો જાણીએ કેવી રીતે.
વૉશ બેસિન સાફ કરવા માટે
બજારુ પ્રોડક્ટ સિવાય તમે આદુથી પણ વૉશ બેસિનને સાફ કરવા માટે ઉપયોગ કરી શકો છો. તમારે માત્ર આદુમાંથી એક લીકવીડ તૈયાર કરવાનું છે. લીકવીડ બનાવવા માટે સૌપ્રથમ આદુને સૂકવી લો અને તેનો પાવડર બનાવો.
હવે 1 કપ પાણીમાં 2 ચમચી ખાવાનો સોડા અને આદુ પાવડર મિક્સ કરીને એક લીકવીડ તૈયાર કરો. આદુ અને ખાવાનો સોડામાં રહેલા તત્વો તમારા ગંદા વૉશ બેસિનને સાફ કરીને ચમકદાર બનાવશે.
ચીકાશ દૂર કરવા માટે
ચીકાશ દૂર કરવા માટે આદુ સારો વિકલ્પ છે. આ માટે પાણીમાં આદુ પાવડર અને વિનેગર મિક્સ કરીને સ્પ્રે તૈયાર કરો અને તેને સ્પ્રે બોટલમાં ભરી લો. હવે આ સ્પ્રેથી ટેબલ-ખુરશી કે ઘરના કોઈપણ ભાગ પરથી જિદ્દી ડાઘ કે ચીકાશને દૂર કરો.
જીવ જંતુઓ, કીડા મકોડા ભગાડવા માટે
દરરોજ ઘરની સાફ સફાઈ કર્યા પછી પણ ક્યાંક ને ક્યાંકથી કીડાઓ આવી જ જાય છે. તો આવી સ્થિતિમાં તમે આદુની તીવ્ર ગંધથી જંતુઓને ભગાડી શકો છો. આ માટે તમારે માત્ર આદુનો રસ કાઢીને પાણીમાં મિક્સ કરો અને તેને સ્પ્રે બોટલમાં ભરી લો. હવે જ્યાં પણ જીવ જંતુઓ તેમજ ગરોળી મકોડા દેખાય ત્યાં સ્પ્રે કરો.
આ પણ વાંચો: રસોડામાં રહેલો આ 1 ઇંચનો ટુકડો પેટનું ફૂલવું, ગળામાં દુખાવો કે અપચો, ખાંસી અને શરદી વેગેરેને મટાડે છે
સિંક અને તેની પાઇપ સાફ કરવા માટે
બાથરૂમ અને સિંકની પાઇપ સમય સમય પર સાફ કરવી જોઈએ. તમે આદુના રસમાં બેકિંગ સોડા અને વિનેગર મિક્સ કરીને એક મિશ્રણ બનાવો અને આ મિશ્રણથી સિંક, પાઇપ અને ગટર સાફ કરો.
કીટાણુઓથી બચાવે છે આદુ
આદુ તમને બેક્ટેરિયા અને કીટાણુઓથી બચાવવાનું કામ કરે છે. આ જ કારણ છે કે ઘઉંને સ્ટોર કરતી વખતે ઘઉંમાં એક આદુનો ટુકડો વચ્ચે રાખવાની સલાહ આપવામાં આવે છે. જેથી કરીને અનાજમાં કીડા ના પડે.
તો તમે પણ આ ટિપ્સ અપનાવીને તમારા ઘરને સાફ કરી શકો છો. જો તમે આ વિષયને લગતો અન્ય કોઈ પ્રશ્ન હોય તો અમને પૂછી શકો છો અને આવી જ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.