આપણા ઘરોમાં રસોઈમાં ઘીનો ઉપયોગ વિપુલ પ્રમાણમાં થાય છે. તે તમારા ભોજનનો સ્વાદ વધારે છે. એવું માનવામાં આવે છે કે ઘી તમારા પાચનતંત્રને સુધારે છે. ઘણીવાર હાથ અને પગ પર ઘીની માલિશ કરવાની ભલામણ કરવામાં આવે છે.
ઘીના ગુણધર્મોને લીધે તે એક સારું મોઇશ્ચરાઇઝર છે. તમે ઘી વડે સૂકા અને ફાટેલા પગનો ઈલાજ પણ કરી શકો છો. જયારે એડીમાં તિરાડ પડે છે ત્યારે તેને મોઇશ્ચરાઇઝ કરવાની જરૂર પડે છે જેથી તેમના ઘા રૂઝાઈ શકે.
જો લાંબા સમય સુધી તેની કાળજી નથી લેતા તો આ સમસ્યા ગંભીર બની શકે છે. તેથી, જો તમે ઘરે બેસીને તમારા પગને સોફ્ટ બનાવવા માંગતા હોય તો તમારે રાત્રે સૂતા પહેલા ઘીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
તેમાં આવશ્યક ફેટી એસિડ્સ હોય છે જે તમારી ત્વચાને સ્મૂથ બનાવવા અને મૃત ત્વચાના કોષોને હાઇડ્રેટ કરે છે. તો ચાલો અમે તમને આવા જ 2 અદ્ભુત ઘીના ઉપાય જણાવીશું જે તમારા પગને સુંદર અને સોફ્ટ બનાવવામાં મદદ કરશે.
(1) ઘી, હળદર અને લીમડાનું તેલ : ઘી તમારી ત્વચાના ઘાને ભરવામાં અનેહળદર તમારા ઘાને મટાડવામાં મદદ કરશે. લીમડાના એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણો હળદર સાથે મિક્સ કરવામાં આવે ત્યારે તે ત્વચાને મુલાયમ બનાવશે અને પીડા અને ઘાને પણ મટાડશે.
સામગ્રી : 1 ચમચી ઘી, 1/2 ચમચી હળદળ પાવડર અને 1 ચમચી લીમડાનું તેલ. હવે એક વાસણમાં ઘી ગરમ કરો અને તેમાં હળદર અને લીમડાનું તેલ નાખીને મિક્સ કરી લો. પછી તમારા પગને ધોઈ લો અને કપડાથી સાફ કરી લો.
હવે આ તૈયાર કરેલી પેસ્ટને તમારા પગ પર લગાવો અને આખી રાત માટે રહેવા દો. સવારે પગ ધોયા પછી થોડું હૂંફાળું ઘી પગમાં લગાવીને રહેવા દો. આ ઉપાય કરવાથી તમારા પગનો દુખાવો 2 દિવસમાં ઓછો થવા લાગશે અને ત્વચા પણ સોફટ થવા લાગશે.
(2) ઘી, મીણ અને નાળિયેર તેલ : નાળિયેર તેલ કુદરતી ઉત્સેચકોથી ભરેલું હોય છે જે સેલ ટર્નઓવરને ઉત્તેજીત કરવામાં અને ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં ખુબ મદદ કરે છે. મીણ તમારા પગ પર નરમ પડ બનાવે છે જે તેમને ચામડીને વધુ ફાટવા દેતું નથી. આ સાથે તે ત્વચાને નિખારવામાં પણ ખુબ મદદ કરે છે.
સામગ્રી : 1 ચમચી ઘી, 1/2 કપ મીણ અને 1 ચમચી નાળિયેર તેલ. હવે સૌથી પહેલા એક બાઉલમાં ગરમ ઘી નાખો. પછી તેમાં મીણ અને નાળિયેલ તેલને પણ ગરમ કરીને તેમાં નાખો. હવે તમારા પગને પ્યુમિસ પથ્થરથી સ્ક્રબ કરો અને નવશેકા પાણીથી ધોઈને સૂકવી લો.
હવે આ ઘીનો તૈયાર કરેલો માસ્ક તમારા પગની એડી તેમજ આખા પગ પર લગાવો અને આખી રાત રહેવા દો. સવારે પગ સાફ કર્યા પછી, તમે તેના પર ઘી અથવા નારિયેળ તેલ લગાવી શકો છો. આ ઉપાય તમારા પગને તરત જ આરામ આપશે અને ફાટેલી હીલ્સ પણ ઝડપથી ભરાવા લાગશે.
જો તમારી પાસે આ ઉપાય કરવાનો સમય નથી તો તમે દરરોજ નવશેકા ઘીથી પગની માલિશ કરી શકો છો. આના કારણે તમારા પગ પણ સારા રહેશે અને તમારો થાક પણ દૂર થશે અને તમને રાત્રે ઊંઘ પણ સારી આવશે.
અમને આશા છે કે તમને આ માહિતી ખુબ જ ઉપયોગી સાબિત થશે. જો તમને પણ અમારો આ લેખ ગમ્યો હોય તો આવા જ બીજા લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.