diwali house cleaning tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ટૂંક સમયમાં નવરાત્રી શરૂ થવા જઈ રહી છે અને પછી આવશે દિવાળી. તહેવાર પહેલા ઘરને સાફ કરવું જરૂરી છે. દરેક ખૂણેથી ધૂળને સાફ કર્યા વિના તમારું ઘર કેવી રીતે સ્વચ્છ દેખાશે. આવી સ્થિતિમાં આજે અમે તમને ઘરની ધૂળ દૂર કરવા માટે કેટલીક ઉપયોગી ટિપ્સ જણાવીશું.

આ રીતે સાફ કરો

થોડા કલાકોમાં ઘરને સાફ કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે તમે આખા ઘરમાંથી ધૂળ અને માટી દૂર કરો. રસોડાના રાખેલા ડબ્બાઓથી લઈને સોફા અને પથારી સુધી, ઘરની બધી વસ્તુઓને ભીના અને સૂકા કપડાથી સારી રીતે લૂછી લો.

તમારે ફક્ત વસ્તુને પહેલા ભીના કપડાથી બધી ધુરને સાફ કરવાની છે પછી સૂકા કપડાથી સાફ કરવાની છે. આખા ઘરમાં કોઈપણ વસ્તુ પર ચોટેલી ધૂળની પરત દૂર કરવાથી ઘરની સફાઈ ફટાફટ થઇ જશે. આ સાથે ખરાબ વસ્તુઓને બહાર કાઢી લો.

લીકવીડ તૈયાર કરો

ઘરની સફાઈમાં ઘણા હઠીલા ડાઘને દૂર કરવા મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં તમે ઘરે એક લીકવીડ બનાવી શકો છો. તમારે ફક્ત 1 કપ પાણીમાં 1 ચમચી વિનેગર અને લીંબુના રસના થોડા ટીપાં ઉમેરવાના છે. હવે આ લીકવીડથી ધૂળથી લઈને ડાઘ સુધીની દરેક વસ્તુ ફટાફટ સાફ થઇ જશે.

લાકડાની વસ્તુઓને ચમકદાર બનાવો

લાકડાની વસ્તુઓને સાફ કરવા માટે તમે વિનેગર અને લીંબુનો ઉપયોગ કરી શકો છો. 1 કપ પાણીમાં 2 ચમચી વિનેગર અને અડધો લીંબુ ઉમેરીને એક લીકવીડ તૈયાર કરો અને સ્પ્રે બોટલમાં ભરી લો. હવે તેને લાકડા પર સ્પ્રે કરીને સાફ કરો, લાકડાની વસ્તુ નવા જેવું દેખાશે.

મંદિર કેવી રીતે સ્વચ્છ થશે

જો તમે મંદિરને શક્ય તેટલા ઓછા સમયમાં સાફ કરવા માંગતા હોય તો તમામ મૂર્તિઓને ગંગા જળથી સાફ કરો. ગંગાના જળથી મંદિર માત્ર સાફ નથી થતું પરંતુ સાથે સાથે પવિત્ર પણ બને છે. ત્યારબાદ મંદિરને શણગારી લો.

તો આ હતી કેટલીક ટિપ્સ જેની મદદથી તમે દિવાળી પહેલા તમારા ઘરને ઝડપથી સાફ કરી શકો છો. આનાથી ઘર સાફ પણ થઇ જશે અને સુંદર પણ લાગશે. જો તમને આ ટિપ્સ ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા