હવે તે સ્ત્રી હોય કે પુરૂષ, ઘરની જવાબદારીઓ નિભાવવામાં તેઓ પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. જો તમે જવાબદારીઓ સાથે 50 વર્ષની ઉંમર વટાવી ગયા હોય તો હવે તમે તમારા શરીરની સંભાળ લેવાનું શરૂ કરો.
એવું ન બને કે પરિવારની જરૂરિયાતો પૂરી કરતી વખતે તમે તમારા શરીરની જરૂરિયાતોને નજરઅંદાજ કરો અને ઉંમર પહેલા તમને બીમારીઓનો શિકાર થઇ જાઓ. આ સાથે જ તમે ઉંમર કરતા વધુ વૃદ્ધ દેખાવા લાગો.
હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અને હાર્વર્ડ ટીએચ ચૈન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધન અનુસાર, જે લોકો 50 વર્ષ વટાવી ગયા પછી આ 5 હેલ્દી આદતો અપનાવે છે તેઓને રોગો થવાની સંભાવના ખુબ જ ઓછી હોય છે. જે તમને ઘડપણમાં ફિટ અને હેલ્ધી રાખશે.
દરરોજ કસરત કરો
જોકે દરેક ઉંમર માટે કસરત જરૂરી છે, કારણ કે તે વજન ઘટાડવામાં અને રોગોને રોકવામાં મદદરૂપ થાય છે, પરંતુ 50 પછી શારીરિક રીતે સક્રિય રહેવું ખૂબ જ જરૂરી છે. આ તમને શારીરિક અને માનસિક રીતે ફિટ રાખે છે. આ માટે તમે યોગ, વૉકિંગ, સાઇકલ ચલાવી શકો છો.
વજન નિયંત્રિત કરો
જો તમારું વજન વધારે હોય તો એક ઉંમર પછી તમને બીમારીઓ થવા લાગે છે. જેમ કે હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, પિત્તાશય, શ્વાસ લેવામાં તકલીફ અને કેન્સરનું જોખમ વધી જાય છે. એટલા માટે દરેક વ્યક્તિએ આ ઉંમરે પોતાનું વજન વધવા પર નિયંત્રણ રાખવું જરૂરી છે.
ખાણીપીણીની કાળજી લો
આપણે જે પણ ખાઈએ છીએ તેની સીધી અસર આપના સ્વાસ્થ્ય અને સુંદરતા પર પડે છે. એટલે કે તે તમારા ચહેરા પર દેખાય છે જેના કારણે તમે વૃદ્ધ દેખાવા લાગો છો. શરીરમાં પોષક તત્વોની ઉણપ, ઘડપણની સાથે રોગોના રૂપમાં પણ આપણી સામે આવે છે.
સેન્ટ્રલ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) અનુસાર, યુ.એસ.માં ચાર વ્યક્તિમાંથી એક વ્યક્તિનું મૃત્યુ હૃદય રોગને કારણે થાય છે. સ્થૂળતા, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર અને ખરાબ ખાણીપીણી વહેલા મૃત્યુ થવાના મુખ્ય કારણો છે.
તેથી 50 વર્ષ પછી તમે જે પણ કંઈક ખાઓ છો તેના પર ખાસ ધ્યાન રાખો. જો કોઈ રોગ હોય તો ડૉક્ટર દ્વારા કહેવા પ્રમાણે આહારનું પાલન કરો. આ ઉંમરે ખાંડ, વધારે મીઠું, તળેલું અને મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો. ફક્ત ઘરે બનાવેલું જ ખાઓ.
આ પણ વાંચો: 50 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓ રસોડામાં ઉભા ઉભા કરો આ કસરત વજન થળથળ ઉતરી જશે
દારૂ અને ધૂમ્રપાન ટાળો
સીડીસી અનુસાર, ધૂમ્રપાનથી હૃદય રોગ, સ્ટ્રોક, ફેફસામાં ઇન્ફેક્શન અને ડાયાબિટીસ જેવી બીમારીઓ ઘેરી લે છે. જો તમે લાંબા સમયથી ધૂમ્રપાન કરી રહયા હોય તો આંખની સમસ્યાઓ, સંધિવા સહિતની રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાની સમસ્યાઓ થતી જ રહે છે.
જો તમે ઓછી માત્રામાં આલ્કોહોલ પીતા હોય તો સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતું નથી. પરંતુ જો તમે વધારે પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરો છો તો તેનું પરિણામ એક ઉંમર પછી તમારી સામે દેખાવા લાગે છે. તેથી 50 વર્ષની ઉંમર પછી તેનું સેવન બિલકુલ ના કરવું જોઈએ.
નિયમિત ચેકઅપ કરાવતા રહો
ઉપર જણાવેલી બધી આદતોને અપનાવીને, સાથે આ ઉંમર પછી મેડિકલ ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. આની મદદથી તમે તમારા શરીરમાં આવતા ફેરફારો, શરીરમાં રહેલી ઉણપ વિશે જાણતા રહેવું જોઈએ.
આ ઉંમરમાં ઊંઘ પ્રત્યે બેદરકાર ન રહો. દરોજ રાત્રે 8 કલાકની સારી ઊંઘ અને સ્વસ્થ રહો. જો તમારી ઉંમર પણ 50 વર્ષ વટાવી ગયા હોય તો આ 5 આદતોને અપનાવી લો. સ્વાસ્થ્ય સબંધિત આવી જ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.