આપણા રસોડામાં રાખવામાં આવેલા ઘણા ઉપકરણોનો ઉપયોગ કરીને સાફ કરીએ છીએ. એમનું એક છે ફ્રિજ. ફ્રિજ વિશે વાત કરીએ તો ફ્રિજમાં ખોરાક તાજો રહે છે અને એકથી વધુ દિવસ સ્ટોર કરી શકાય છે. પરંતુ કેટલીકવાર ફ્રિજમાં પીળા ડાઘ પડી જાય છે, જેના કારણે બેક્ટેરિયા થવા લાગે છે તેથી ફ્રીજને સાફ કરવું ખૂબ જ જરૂરી છે.
ફ્રિજની અંદરના પીળા ડાઘને સાફ કરવું પણ અઘરું કામ હોય છે તેથી અમે તમને કેટલીક એવી રીતો જણાવીશું જેના દ્વારા તમે તમારા ફ્રિજની અંદરના પીળા ડાઘને મિનિટોમાં જ સાફ કરી શકો છો.
આ મિશ્રણથી સાફ કરો
જો તમે ફ્રીજની અંદરના ભાગને સાફ કરવા જઈ રહયા છો તો તેના માટે તમારે પહેલા ફ્રિજની મેઈન સ્વીચ બંધ કરવી પડશે, ત્યારબાદ તમારે ફ્રિજની અંદરના ભાગને સૂકા કપડાથી સાફ કરી લો. ધ્યાનમાં રાખો કે તમારે ફ્રિજને માત્ર કોટનના કપડાથી સાફ કરો.
આ પછી તમારે એક બાઉલમાં ગરમ પાણીમાં ડીટરજન્ટ લિક્વિડના 4-5 ટીપાં મિક્સ કરો. હવે બીજું જૂનું કોટન કાપડને આ મિશ્રણમાં પલાળી લો. પછી આ કપડાથી ફ્રિજમાં જ્યાં પીળા ડાઘ પડયા છે તે ભાગને સાફ કરો. પીળા ડાઘ સરળતાથી દૂર થઈ જશે.
કપડાથી ડાઘ સાફ કર્યા પછી, થોડી વાર પછી તમારે તે જગ્યાઓને ફરીથી સ્વચ્છ કપડાથી સાફ કરો. આ રીતે તમારા ફ્રિજની અંદરના પીળા ડાઘ તરત જ ગાયબ થઈ જશે.
આ પણ વાંચો: જો તમે પણ આ ભૂલો નહિ કરો અને આ રીતે કાળજી લેશો તો ફ્રિજ લાંબા સમય ખરાબ થશે નહીં
જૂનું ટૂથબ્રશ આ રીતે કામ કરશે
જો તમારા ફ્રિજની અંદર ઘણા બધા હઠીલા પીળા ડાઘ પડી ગયા છે તો તેને પણ સરળતાથી સાફ કરી શકો છો. આ માટે તમારે પહેલા ફ્રિજમાં રાખેલી વસ્તુઓને બહાર કાઢી લેવાની છે અને પછી જૂના સુતરાઉ કપડાથી હળવા હાથે ફ્રીજની અંદરની જગ્યા સાફ કરવાની છે.
આ પછી, તમારે જૂના ટૂથ બ્રશ પર એસિડ લગાવીને આ હઠીલા ડાઘ પર કાળજીપૂર્વક સાફ કરો. ધ્યાનમાં રાખો કે એસિડથી સફાઈ કરતી વખતે તમારે હાથમાં મોજા પહેરીને જ સાફ કરવાનું છે.
જ્યારે તમે સફાઈ કરી લો પછી થોડા સમય પછી તમારે આખા ફ્રિજને ફરીથી એક વખત સૂકા કપડાથી સાફ કરવાનું છે. આ રીતે ફ્રિજની અંદરના પીળા ડાઘ દૂર થઈ જશે અને ફ્રિજ નવું દેખાશે.
આ રીતે સફાઈ પણ કરી શકો છો
ફ્રીજને સાફ કરવા માટે તમે ક્લિનિંગ મિશ્રણ પણ બનાવી શકો છો. આ માટે એક નાનો કપ બેકિંગ પાવડરમાં અડધો કપ વિનેગર મિક્સ કરો. પછી, આ મિશ્રણને બ્રશથી ફ્રિજની અંદરના પીળા ડાઘ પર લગાવો.
2 મિનિટ પછી પીળા ડાઘને કપડાથી ઘસીને સાફ કરો. ફ્રિજની અંદરના પીળા ડાઘ સાફ થઈ જશે. આ રીતે તમે તમારા ફ્રિજની અંદરના પીળા ડાઘને સરળતાથી થોડી જ મિનિટોમાં સાફ કરી શકો છો.
જો તમને આ લેખ ગમ્યો હોય તો બીજા મહિલાઓને પણ આ જણાવો. જો આ કિચન ટિપ્સ ગમી હોય તો આવી જ અવનવી ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો