નવરાત્રી પુરી થવાની સાથે હવે બધા દિવાળીની રાહ જોઈ રહયા છે. જો કે સમગ્ર ભારતમાં દિવાળીનો તહેવાર ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર દરમિયાન આપણે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયો કરીએ છીએ.
એક કહેવત છે કે જ્યાં સ્વચ્છતા હોય છે તે જ જગ્યાએ દેવી લક્ષ્મીનો વાસ હોય છે. તો હવે તમારે આ દિવાળીમાં તમારા ઘરને પણ સારી રીતે સાફ કરવું જોઈએ. આપણા ઘરમાં કેટલીક એવી વસ્તુઓ હોય છે જે અશુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ કઈ છે આ વસ્તુઓ.
તૂટેલો સામાન : ઘણીવાર આપણે ઘરમાં બનેલી તૂટેલી વસ્તુઓનો ઉપયોગ કરીને કામ ચલાવતા હોઈએ છીએ, પરંતુ તૂટેલા સામાનને ઘર માટે અશુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ફર્નિચરથી લઈને તૂટેલા દર્પણ સુધીની દરેક વસ્તુ ઘરની બહાર કાઢી નાખો.
ખરાબ વાસણો : ખરાબ અને તૂટેલા વાસણો પણ આપણે ઘણી વાર રાખીએ છીએ. જો તમે પણ રસોડામાં ખરાબ અને બળી ગયેલા વાસણો રાખો છો તો તેને તરત જ ફેંકી દો. આવા વાસણો રસોડામાં રાખવા સારા માનવામાં નથી આવતા.
તૂટેલી મૂર્તિ : કોઈપણ કારણોસર કોઈ મૂર્તિ તૂટી જાય છે તો તેને દિવાળી પહેલા સફાઈ કરતી વખતે દૂર કરો. મંદિરમાં રાખવામાં આવેલી દરેક મૂર્તિ સારી હોવી જોઈએ કારણ કે તૂટેલી મૂર્તિ રાખવી ઘર માટે અશુભ માનવામાં આવે છે.
જુના ચંપલ અને બુટ : ઘરની બહાર કે અંદર જુના અને ફાટેલા બુટ ચંપલનો ઢગલો રાખવો પણ યોગ્ય નથી માનવામાં આવતો. તેથી સારું છે કે તમે સફાઈ કરતી વખતે તેને ફેંકી દો. બીજી બાજુ, જો તમે ચપ્પલ અને બુટ ઓછા પહેરતા હોય તો તેને સારી રીતે સાફ રાખો.
કચરો ઘરની બહાર ફેંકી દો : કેટલાક લોકો ઘરમાં ઘણો કચરો ભેગો કરે છે અને પછી અઠવાડીયાના અંતે એકસાથે ફેંકી દે છે. આવું કરવું ખોટું છે. તમારા ઘરમાંથી દરરોજ નીકળતો કચરો દરરોજ ફેંકી દો. ઓછા શબ્દોમાં કહીએ તો ઘરને ગંદુ કરે તેવી કોઈ પણ વસ્તુ ઘરમાં ન રાખો.
તમે પણ આ બાબતોને ધ્યાનમાં રાખીને દિવાળી પર મા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો. આશા છે કે તમને આ લેખ ગમ્યો જ હશે, જો પસંદ આવ્યો હોય તો આવા જ લેખ માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.