આજની જીવનશૈલીમાં આપણા બધા માટે પૈસાનું મહત્વ ઘણું વધી ગયું છે. આ જ કારણ છે કે આપણે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા અને પૈસાને કમાવા માટે ઘણી મહેનત કરીએ છીએ. વિધિ વિધાનથી પૂજા કરવા છતાં પણ ઘણા લોકોને પૈસાની અવગડતા પડે છે.
વાસ્તવમાં પૈસાની ગણતરી કરતી વખતે આપણી થોડી ભૂલ પૈસાની મુશ્કેલીઓ વધારી શકે છે. આ લેખમાં અમે તમને આ વિષય વિશે કેટલીક ભૂલો જણાવીશું જે તમારે ક્યારેય ના કરવી જોઈએ.
પૈસા ગણતી વખતે આ ભૂલ ન કરો : ઘણીવાર લોકો નોટો ગણતી વખતે પૈસા પર થૂંક લગાવે છે, પરંતુ આવું ન કરવું જોઈએ. એક તરફ આપણે દેવી લક્ષ્મીના રૂપમાં પૈસાની પૂજા કરીએ છીએ અને બીજી તરફ આપણે થૂંક લગાવીએ છીએ, તેને અશુભ માનવામાં આવે છે.
તમે નોટો ગણતી વખતે એક બાઉલમાં પાણી રાખીને અને તેનાથી આંગળી કે અંગુઠો ભીનો કરીને નોટો ગણી શકો છો. આનાથી મા લક્ષ્મીનો કોઈ અનાદર પણ થશે નહીં અને તમને પૈસા ગણવામાં પણ સરળતા રહેશે.
પૈસાને નીચે પડવા ન દો : ઘણીવાર આપણે ઘરની કોઈપણ જગ્યાએ ખુલ્લા પૈસા રાખીએ છીએ. જે ઘણી વખત નીચે પડી પણ જાય છે. આવું ન થાય તે માટે પૈસાને એવી જગ્યાએ રાખો જ્યાં નીચે પડવાનો ભય ન હોય. જો પૈસા પડી ગયા છે તો તેને ઉપાડો અને એકવાર ચુંબન કરો અથવા પ્રણામ કરો.
પૈસા સાથે રમવાની ભૂલ ન કરો : પૈસા સાથે રમવાથી પણ લક્ષ્મીજી નારાજ થઈ જાય છે, તેથી સિક્કા ઉછાળવાનું ભૂલ ના કરશો. જો ઘરનો કોઈ નાનો સભ્ય પણ આવું કરે તો તેને પણ રોકો.
ઘમંડ ના કરો : તમે એક પ્રખ્યાત કહેવત તો સાંભળી જ હશે કે પૈસાનો કોઈ દિવસ ઘમંડ ના કરો. એવું માનવામાં આવે છે કે પૈસો હાથના મેલ જેવો છે જે ઘમંડ કરવાથી તમારાથી દૂર થતો જાય છે.
જરૂરિયાતમંદને મદદ કરો : જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી પુણ્ય અને શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં શક્ય હોય ત્યાં સુધી તમારી પાસે લક્ષ્મી છે તો તેની મદદ કરવાનો પ્રયાસ કરો. આશા છે કે, હવેથી પૈસાની બાબતમાં આ ભૂલ કરશો નહીં અને આમ કરવાથી મા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર વરસશે.