ફટાકડાના ધુમાડાથી કેવી રીતે બચવુંઃ દિવાળી પર કેટલાક લોકો એકબીજાના ઘરે જઈને મીઠાઈ આપીને ખુશી વ્યક્ત કરે છે જ્યારે કેટલાક ફટાકડા ફોડીને ઉજવણી કરે છે. ફટાકડાથી ફેલાતું પ્રદૂષણ આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. આવી સ્થિતિમાં, આપણે અગાઉથી સાવચેત રહેવું જોઈએ.
ફટાકડાનો ધુમાડોઃ ફટાકડા વગર તો દિવાળી અધૂરી માનવામાં આવે છે. દિવાળીના તહેવારને લોકો ફટાકડા ફોડીને સ્વાગત છે, પરંતુ શું તમે જાણો છો કે આ ફટાકડા આપણા સ્વાસ્થ્ય માટે એટલા હાનિકારક છે કે કદાચ આપણે તેની કલ્પના પણ કરી શકતા નથી. ફટાકડામાંથી નીકળતો ધુમાડો આપણને અનેક રોગોનો શિકાર બનાવી શકે છે.
આવી સ્થિતિમાં આપણે ફટાકડા ફોડતા પહેલા ઘણી વાર વિચારવું જોઈએ. કારણ કે ફટાકડાથી ફેલાતું પ્રદૂષણ આપણા શરીર માટે ઘણી રીતે ખતરનાક સાબિત થઇ શકે છે, તે શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં દુખાવો, આંખોમાં બળતરા જેવી ઘણી સમસ્યાઓનો ભોગ બનાવી શકે છે. આવો જાણીએ ફટાકડાના ધુમાડાથી બચવા માટે તમારે શું શું કાળજી લેવી જોઈએ.
માસ્ક પહેરીને બહાર જાઓ : ફટાકડાના ધુમાડાથી બચવા માટે માસ્ક પહેરો. દિવાળીના દિવસો શરૂ થઇ ગયા છે. આવી સ્થિતિમાં ઘરની બહાર નીકળતા પહેલા માસ્ક લગાવીને જ નીકળો, જેથી તમે વાતાવરણમાં રહેલી ધૂળ અને ફટાકડાના ધુમાડાથી સુરક્ષિત રહી શકો અને સ્વસ્થ રહી શકો.
ઘરની બારીઓ અને દરવાજા બંધ કરો : આ સિવાય જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેમણે ઘરની બહાર ન નીકળવું જોઈએ. તેઓએ તેમના ઘરના તમામ બારી-બારણાં બંધ રાખવા જોઈએ, જેથી ફટાકડામાંથી નીકળતા ધુમાડાથી તે લોકો સુરક્ષિત રહી શકે.
ચશ્મા પહેરીને બહાર જાઓ : ફટાકડામાંથી નીકળતો ધુમાડો આંખોને સૌથી વધારે અસર કરે છે. આનાથી આંખોમાં બળતરા, પાણી આવવું, ખંજવાળ, અને ઇન્ફેક્સન પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં ચશ્મા પહેરીને ઘરની બહાર નીકળો અને ઘરે આવ્યા પછી આંખોને ઠંડા પાણીથી ધોઈ લો.
સગર્ભા સ્ત્રીઓ બહાર ન નીકળો : ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓએ ફટાકડાના અવાજ અને ધુમાડાથી દૂર જ રહેવું જોઈએ. ફટાકડામાંથી નીકળતા ધુમાડાને કારણે નાના બાળકોને શ્વાસની તકલીફ થાય છે કારણ કે ફટાકડામાં હાનિકારક કેમિકલ્સ હોય છે જેના કારણે બાળકોના શરીરમાં ટોક્સિનનું સ્તર વધે છે અને તેમનો વિકાસમાં અવરોધ પેદા થાય છે. આ સાથે ગર્ભપાતની સંભાવનાઓ પણ વધી જાય છે.
હાર્ટ એટેકના દર્દીઓ સાવધાન રહે : જો તમે હાર્ટ એટેકના દર્દી છો તો તમારે ઘરની બહાર ના નીકળવું જોઈએ, કારણ કે ફટાકડામાં રહેલું લેડ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે. ફટાકડામાંથી નીકળતો ધુમાડો શ્વાસની સાથે શરીરમાં પ્રવેશે છે જેનાથી લોહીના પ્રવાહમાં અવરોધ પેદા થાય છે.