Weight loss tips : જો તમે વજન ઓછું કરવાનું વિચારી રહયા છો તો તમારે વજન ઘટાડવા માટે તમારે જે બે મહત્વના પરિબળોને ધ્યાનમાં રાખવાની જરૂર છે તે છે કસરત અને આહાર. બંને વચ્ચે સંતુલન રાખવું ખૂબ જ જરૂરી છે. પરંતુ એવું જોવામાં આવ્યું છે કે, જે લોકો ડાયટ ફોલો કરે છે તે કસરત કરવાનું બંધ કરી દે છે અને જે કસરત કરે છે તે ડાયટ ફોલો કરતા નથી.
આમ કરવાથી તમે જોશો કે તમારું શરીર ચરબીના બદલે માંસ ઓછું કરવા લાગે છે. જો તમારે પાતળા દેખાવું હોય તો શરીરની ચરબી ઘટાડવી જોઈએ. સરળ શબ્દોમાં કહીએ તો ચરબી ઓછી કરવાથી વજન ઘટે છે.
જ્યારે શરીરની ચરબી ઓછી રાખવાના ઘણા ફાયદા છે, જેમ કે તમે તમારું જીન્સ પણ તમને આરામથી ફિટ થશે અને તમારા મસલ્સ પણ વધુ સારા દેખાશે. આ ઉપરાંત તેના બીજા પણ ઘણા ફાયદા છે.
એટલા માટે અમે આજે તમારા માટે મોટિવેશન સિરીઝમાં તમારા માટે આવી જ કેટલીક કસરત લઈને આવ્યા છીએ, જેને તમે ઘરે કરીને શરીરને ફિટ રાખી શકો છો. આ સીરિઝમાં તમારા માટે આખા શરીરની ચરબી ઓછી કરવા માટે 4 અસરકારક કસરતો લાવ્યા છીએ.
જો તમે પણ એકસાથે આખા શરીરની ચરબી મીબત્તીની જેમ ઓગાળવા માંગતા હોય તો આ કસરતો દરરોજ 20 મિનિટ જરૂર કરો. આ માહીતી યોગ પ્રશિક્ષક કવિતા પંતના ઇન્સ્ટાગ્રામ જોયા પછી આ કસરતો વિશે જાણવા મળ્યું.
તેઓ અવારનવાર તેમના ચાહકોને આવી માહિતી આપતા રહે છે. આ દરેક કસરત 20 સેકન્ડ અને 10 સેકન્ડનો બ્રેક લઈને કરો. શરીની વધુ ઝડપથી ચરબી ઓછી કરવા માટે 10-મિનિટ ઝડપી કસરત કરતા 5-6 સેટ કરો. જુઓ નીચે આપેલો આ વીડિયો, જે તમારી ચરબી પાણીની જેમ ઓગાળી દેશે.
View this post on Instagram
તો તમે પણ આ રીતે કસરતો કરીને તમે આખા શરીરની ચરબી બાળી શકો છો. જો તમને આ નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવેલી માહિતી ગમી હોય તો આવા વધુ લેખો વાંચવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
Comments are closed.