આજે આપણી આસપાસની દુનિયા અને જીવનશૈલી ઝડપથી બદલાઈ રહી છે. મોટાભાગની નોકરીઓમાં આખો દિવસ એક જ જગ્યાએ બેસીને કામ કરવું પડે છે. આ કારણે આપણા શરીરનું હલનચલન ખૂબ જ ઓછું થાય છે. કેટલાક જીમમાં જઈને તેની ઓછી કરવાનો પ્રયાસ કરે છે, જ્યારે કેટલાક સવાર-સાંજ દેડવા જાય છે.
પરંતુ ઘણીવાર એવું બને છે કે આ બધી પ્રવૃત્તિ કરવા માટે પણ આપણી પાસે સમય નથી હોતો. તો આજે અમે તમારા માટે 1 અસરકારક કસરત લાવ્યા છીએ જે તમે ઓફિસમાં લંચ બ્રેક દરમિયાન શરીરને ફિટ રાખવા અને કમરને પાતળી કરવા માટે કરી શકો છો. આ માહિતી ફિટનેસ એક્સપર્ટ પ્રિયંકાજી ઇન્સ્ટાગ્રામ દ્વારા આપી રહયા છે.
તેઓ કહે છે કે “બેઠાડુ જીવન, ઊંઘનો અભાવ અને ખરાબ ખાણીપીણી શરીરને ગંભીર નુકસાન પહોંચાડે છે,” તે કહે છે. અને આ તમને બીમારીઓ તરફ દોરી શકે છે. આ ઉપરાંત, શરીરમાં વધારાની બિનઆરોગ્યપ્રદ ચરબી પણ જમા થવા લાગે છે જે એકંદર બીજા પણ ઘણા રોગો તમને શિકાર બનાવી શકે છે.
તેથી તંદુરસ્ત જીવનશૈલી અપનાવવી મહત્વપૂર્ણ છે જેમાં પૌષ્ટિક આહાર લેવો, કસરત કરવી અને દિવસમાં ઓછામાં ઓછા આઠ કલાકની ઊંઘનો સમાવેશ થાય છે. અને જ્યારે વજનને નિયંત્રિત કરવાની વાત આવે ત્યારે ત્યારે વધારાની ચરબી ઓછી કરવી કરવાની જરૂર પડે છે.
પરંતુ એક એવી કસરત પણ છે જેને કરીને તમે સરળતાથી કમરની અને પેટની ચરબી ઘટાડી શકો છો. ચાલો આ લેખ દ્વારા આ કસરત વિશે જાણીએ. તો હવે કસરત કેવી રીતે કરવી તે માટે નીચે આપેલો વિડિઓ જોવો.
View this post on Instagram
આ કસરત પેટના મસલ્સ પર કામ કરે છે. ક્રન્ચ્સ તમને પેટની ચરબી ઓછી કરવામાં, તમારા પેટના સ્નાયુઓને ટોન કરવામાં અને જાડી કમરને પાતળી કમર કરવામાં મદદ કરે છે. આ કસરત કરવા માટે ખુરશી પર સીધા બેસો. ખુરશીની બંને બાજુએ તમારા બંને પગ ખોલો.
પછી તમારી આંગળીઓને તમારા માથાની પાછળ મૂકો. હવે શ્વાસ લો અને પછી શ્વાસ બહાર કાઢતી વખતે તમારા શરીરના ઉપલા ભાગને આગળની તરફ વાળો. હવે શ્વાસ લો અને પછી ધીમે ધીમે તમારું માથું ઉંચુ કરો અને મૂળ સ્થિતિમાં પાછા આવો. આ સ્ટેપને 10-15 વખત કરો અને આવા ત્રણ સેટ કરો.
ફાયદા : તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે અને આ કસરત કરવાથી હૃદયના ધબકારા વધે છે. આ સાથે રક્ત પરિભ્રમણને વધારે છે. એનર્જી લેવલ વધે છે. વિચારશરણી અને યાદશક્તિ વધારે છે.
એકંદર માનસિક સ્વાસ્થ્ય સુધારે છે.
તમે પણ આ કસરત કરીને પેટની ચરબી ઝડપથી ઘટાડી શકો છો અને પોતાને ફિટ રાખી શકો છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આ માહિતી બીજને પણ જણાવો. ફિટનેસ સંબંધિત આવા વધુ લેખો વાંચવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.