જો તમને પનીરનું શાક ગમે છે, તો તમારે હંમેશા પનીરને ઘરમાં રાખવું જોઈએ. ઘણી સ્ત્રીઓ ઘરે જ દૂધને ફાડીને પનીર તૈયાર કરે છે. પનીરને ખાવાની સાથે ત્વચા પર પણ તેનો ઉપયોગ કરી શકો છો. સૌથી સારી વાત એ છે કે તમે પનીરના એક નાના ટુકડાથી આખું ફેશિયલ કરી શકો છો.
જો તમે ઘરે પનીર બનાવી રહ્યા છો તો તમારા માટે ફેશિયલ કરવું સરળ રહેશે કારણ કે પનીર બનાવ્યા બાદ તેમાંથી નીકળતું પાણીનો ઉપયોગ પણ ફેશિયલમાં થાય છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે પનીરથી ઘરે કેવી રીતે ફેશિયલ કરી શકાય છે.
વિટામિન-A ત્વચા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે અને પનીર વિટામિન-Aનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. જેના કારણે ત્વચા કડક થાય છે. NCBI દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ વિટામિન-A ત્વચા પર વધતી ઉંમરની અસરને ઘટાડે છે અને ત્વચાની ઢીલાપણું – કરચલીઓ ઓછી થાય છે.
જો તમે પણ ઘરે પનીર વડે ફેશિયલ કરવા માંગો છો તો આ લેખ તમારે માટે ખાસ છે. તો આવો જાણીએ ઘરે ફેસીઅલ કરવાની સ્ટેપ બે સ્ટેપ રીત.
સ્ટેપ 1. ફેસ ક્લીંજિંગ (ચહેરાની સફાઈ) : જો તમે ઘરે પનીર બનાવી રહયા છો તો દૂધને ફાડયા પછી જે પાણી બચે છે તેનો ઉપયોગ તમે ટોનર તરીકે કરી શકો છો. આ માટે તમે પનીરના પાણીમાં 1 ચમચી ગુલાબજળ મિક્સ કરો અને કોટન બોલને બોળીને આખો ચહેરો સાફ કરો.
સ્ટેપ 2. ફેસ સ્ક્રબ : જો તમારી ત્વચા ઓઈલી છે તો તમારે પનીરની સાથે ઓટ્સ પાવડર મિક્સ કરવો જોઈએ. જો તમારી ત્વચા શુષ્ક હોય તો તમારે પનીરની સાથે ખાંડ અને મધ મિક્સ કરવું જોઈએ. જો તમારી ત્વચા કોમ્બિનેશન છે તો પનીરની સાથે ચોખાનો લોટ મિક્સ કરીને તમારા ચહેરાને સ્ક્રબ કરો.
સ્ટેપ 3. ફેશિયલ સ્ટીમ : સ્ટીમ લેવા માટે તમારે તે જ પાણીનો ઉપયોગ કરવાનો છે, જે પનીર બનાવતા વધેલું છે. તમે આ પાણીમાં થોડું વધારે પાણી ઉમેરો, સાથે તેમાં વિટામીન-ઈની એક કેપ્સ્યુલને પંચર કરીને નાખો અને પાણી ગરમ કરો અને 5 મિનિટ સુધી ફેશિયલ સ્ટીમ લો.
સ્ટેપ 4. ફેસ માસ્ક : પનીર ફેસ માસ્ક બનાવવાની પણ ઘણી રીતો છે. જોપ તમારી ત્વચા ઓઈલી છે તો, સામગ્રી – 1 ચમચી ચણાનો લોટ, 1 ચમચી છૂંદેલું પનીર અને 1/2 ચમચી દહીં લો. આ બધી વાતુઓને એક બાઉલમાં મિક્સ કરો અને ચહેરા પર લગાવો. 20 મિનિટ પછી ચહેરો સાફ કરી લો.
શુષ્ક ત્વચા માટે પનીરનું ફેસ માસ્ક માટે સામગ્રી : 1 ચમચી છૂંદેલું પનીર, 1 ચમચી કોર્ન ફ્લોર ( મકાઈનો લોટ) અને 1 ચમચી એલોવેરા જેલ. એક બાઉલમાં બધી સામગ્રીને મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા પર લગાવો અને 20 મિનિટ રહેવા દો અને પછી ચહેરો સાફ કરી લો.
સ્ટેપ 5. ફેસ મોઇશ્ચરાઇઝિંગ : ચહેરાને મોઇશ્ચરાઇઝ કરવા માટે તમે પનીરનો ઉપયોગ કરી શકો છો. આ માટે રહોડા પનીરમાં 1/2 ચમચી મલાઈ અને 1/2 ચમચી લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણથી ચહેરા અને ગરદન પર હળવા હાથે મસાજ કરો . બાદમાં પાણીથી ચહેરો ધોઈ લો.
ખાસ નોંધ – જો તમારી ત્વચા સંવેદનશીલ છે અથવા તમારા ચહેરા પર ખીલ છે તો તમારે પહેલા ત્વચા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ અને પછી આ ફેશિયલ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો તમને ફેસિયલ પસંદ આવ્યું હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.