ઉંમર સાથે વાળ સફેદ થવા અને ચહેરા પર કરચલી આવવી સામાન્ય બાબત છે, પરંતુ સમય પહેલા વાળ સફેદ થવા એ કોઈ દુઃખદ સ્વપ્નથી ઓછું નથી. આ એવી વસ્તુ છે જે આજના સમયમાં સામાન્ય બની ગઈ છે અને યુવાનો પણ આ સમસ્યાથી પરેશાન છે.
વાળ અકાળે સફેદ થવા અને સફેદ થવા પાછળના મુખ્ય કારણો તણાવ, જીવનશૈલીની આદતો અને આનુવંશિક સમસ્યાઓ છે. વૃદ્ધત્વના આ સંકેતને છુપાવવા માટે ઘણા લોકો વાળ પર કલર કરે છે અથવા વિવિધ પ્રકારના મલ્ટીવિટામિન્સ લે છે, જે કોઈકવાર પરિણામ આપી શકે અથવા ન પણ આપી શકે.
પરંતુ જો તમે તમારા વાળનો કુદરતી કાળો રંગ અને ચમક પાછો મેળવવા અને કરચલીઓ ઘટાડવા માટે કોઈ ચોક્કસ રીત શોધી રહ્યા છો તો આ લેખ તમારા માટે છે. આજે અમે તમને એક એવા યોગ વિશે જણાવીશું જે તમને આ બંને સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરશે.
આવો ફિટનેસ ટ્રેનર જુહી કપૂર પાસેથી આ યોગ વિશે વિગતવાર જાણીએ. આ માહિતી તેમને ઈન્સ્ટાગ્રામ પર તેમના ફેન્સ સાથે શેર કરી છે. તેઓ લખે છે કે, ‘વિપરિત કરણી આસન એ પરંપરાગત યોગ ટેકનિક છે.
હઠ યોગ પ્રદીપિકા અને ઘેરંડ સંહિતામાં વૃદ્ધાવસ્થા સામે લડવા માટે તેના અદ્ભુત ફાયદાઓ વિશે સ્પષ્ટ ઉલ્લેખ છે. તે વાળ અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને તેના બીજા પણ ઘણા ફાયદા પણ છે. યોગ વિશે આપણે બધા જાણીએ છીએ કે તે આપણા શરીરને ટોન કરવામાં અથવા તેની લવચીકતા વધારવામાં મદદ કરે છે.
તેના બીજા પણ ઘણા સ્વાસ્થ્ય લાભો છે. તે તમારા વાળના સફેદ થવાને ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. આ યોગ પોઝ કરવાથી ખોપરી ઉપરની ચામડી અને ચહેરા પર રક્ત પરિભ્રમણ સુધરે છે, જે તંદુરસ્ત અને કુદરતી રીતે કાળા વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે અને ચહેરાની કરચલીઓ ઘટાડવામાં મદદ કરી શકે છે.
આ આસન તણાવને દૂર કરવામાં અને તમારા મનને શાંત કરવામાં મદદ કરે છે, જેનાથી વાળ ખરવા, ટાલ પડવી અને વાળના પાતળા થવામાં ઘટાડો થાય છે. આ મુદ્રા વાળના અકાળે સફેદ થતા અટકાવવામાં પણ ફાયદાકારક છે અને નવા વાળને ફરીથી ઉગાડવામાં પણ મદદ કરે છે. તો તેને કેવી રીતે કરવું આ વીડિયોમાં જોવો.
View this post on Instagram
આ યોગ તમે દરરોજ 5 મિનિટ કરી શકો છો. જો તમને પીઠનો દુખાવો અથવા ગરદનનો દુખાવો હોય તો આ યોગ કરવાનું ટાળો. કરોડરજ્જુની અસાધારણતાના કિસ્સામાં ફ્લોરને બદલે પથારીમાં કરી શકો છો. તમે આ યોગ કરીને વાળને અકાળે સફેદ થતા અટકાવી શકો છો અને ચહેરા પરની કરચલીઓ પણ ઘટાડી શકો છો.