સુંદરતા વધારવા માટે ચણાના લોટનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. ચહેરાને નિખારવા માટે ખાસ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. ચણાના લોટમાં આવા અનેક પ્રાકૃતિક ગુણો છે જેમૃત ત્વચાને દૂર કરીને ગંદકી દૂર કરીને ચહેરાને સાફ કરે છે.
મહિલાઓમાં આજકાલ ફેશિયલનો ઘણો ક્રેઝ છે. ઘણી વાર તે એ વિચારીને ફેશિયલ કરાવતી નથી કે ફેસિયલ કરવવાની ખર્ચો ઘણો હોય છે. પરંતુ એવું નથી. તમે ઘરે બેઠા બેઠા પણ 10 મિનિટમાં ચણાના લોટથી ફેશિયલ કરી શકો છો.
ચણાનો લોટ લગાવવાથી તમારા ચહેરા પર નિખાર આવવાની સાથે ત્વચા પણ ચમકવા લાગશે. તો હવે પાર્લરની ઝંઝટ છોડો અને આ વખતે ઘરે આ ફેશિયલ ટ્રાય કરો. ચાલો જાણીએ ચણાના લોટથી ફેશિયલ કરવાની પદ્ધતિ.
1 ક્લીન્સર : ફેશિયલ માટેનું પહેલું પગલું ચહેરાને સાફ કરવાનું છે એટલા માટે તમે ચણાના લોટમાં દહીં મિક્સ કરીને તમારા ચહેરાને સાફ કરો. આ માટે, 1 ચમચી ચણાનો લોટ અને 1 ચમચી દહીં લો. ચણાનો લોટ અને દહીંને સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણને તમારા ચહેરા પર સારી રીતે લગાવો. હવે લગભગ 20 મિનિટ લગાવીને રાખ્યા પછી તમારા ચહેરાને પાણીથી ધોઈ લો.
2. ચહેરાને ટોન કરો : હવે તમારે તમારા ચહેરાને ટોન કરવાનો છે. એટલે કે તમારા ચહેરાને મોઇશ્ચરાઇઝ કરો. ચહેરાને મોઇશ્ચરાઇઝ કરવું ખૂબ જરૂરી છે. તેનાથી તમારા ચહેરા પર મોઈશ્ચર જળવાઈ રહે છે. આ માટે તમારે ચણાના લોટમાંથી ટોનર બનાવીને તેનો ઉપયોગ કરો.
આ માટે, 1 ચમચી ચણાનો લોટ, અડધી ચમચી હળદર અને થોડું ગુલાબજળ લો. એક બાઉલમાં બધી વાતું બરાબર મિક્સ કરો. હવે આ પેસ્ટને તમારા આખા ચહેરા અને ગરદન પર લગાવો. ટોનરને 20 મિનિટ માટે લગાવેલું રાખો, પછી પાણીથી ધોઈ લો.
3. સ્ક્રબ કરો : હવે ત્રીજા સ્ટેપમાં તમારે ચહેરાને એક્સફોલિએટ કરવાનું છે, આ ખૂબ જ મહત્વપૂર્ણ સ્ટેપ છે. તેનાથી ચહેરાની ડેડ સ્કિન નીકળી જાય છે. તેથી તમે ચણાના લોટમાંથી સ્ક્રબ બનાવીને તેનાથી તમારા ચહેરા પરની ગંદકી સાફ કરો. આ માટે, 2 ચમચી ચણાનો લોટ, 1 ચમચી પીસેલા ઓટ્સ, 2 ચમચી મકાઈનો લોટ અને 1 ચમચી કાચું દૂધ લો.
એક બાઉલમાં આ બધી સામગ્રીને સરખી માત્રામાં મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટથી તમારા ચહેરા પર લગાવીને સ્ક્રબ કરો. હળવા હાથે જ સ્ક્રબ કરો. નહિંતર તમારી ત્વચાને નુકસાન થઈ શકે છે. લગભગ 5 મિનિટ સુધી ગોળ ગતિમાં તમારા ચહેરાની મસાજ કરો.
4. ફેસ પેક : ફેશિયલનું છેલ્લું સ્ટેપ ફેસ પેકને ચહેરા પર લગાવવાનું છે. ચણાના લોટમાંથી બનેલો ફેસ પેક લગાવીને ગ્લોઈંગ સ્કિન મેળવો. આ માટે, 1 ચમચી ચણાનો લોટ, 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી માખણ લો.
એક વાસણમાં 1 ચમચી ચણાનો લોટ, 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મલાઈ મિક્સ કરો. હવે તેને બ્રશથી ચહેરા પર લગાવો. લગભગ 15 મિનિટ પછી તમારા ચહેરાને પાણીથી ધોઈ લો. તમારા ચણાના લોટનું ફેશિયલ થઇ ગયું. આ પછી, લગભગ અડધા કલાક સુધી તમારા ચહેરાને સ્પર્શ કરશો નહીં.
ચણાનો લોટ ચહેરા પર લગાવવાના ફાયદા : ચણાના લોટમાં પ્રોટીન અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે જેના કારણે તેના ઉપયોગથી ત્વચા યુવાન દેખાય છે. ચણાનો લોટ લગાવવાથી ત્વચાનું સીબમ લેવલ સંતુલિત રહે છે. કારણ કે તે કુદરતી ભેજને છીનવી લીધા વિના વધારાનું તેલ દૂર કરે છે, તમારી ત્વચાને સોફ્ટ બનાવે છે.
ચણાનો લોટ ત્વચા પરના અનિચ્છનીય વાળને પણ દૂર કરવામાં પણ મદદ કરે છે. એટલા માટે ચહેરા પર નિયમિતપણે ચણાના લોટનો ઉપયોગ કરો. ચણાનો લોટ ચહેરાની ગંદકી દૂર કરવા માટે ફાયદાકારક છે. તેનાથી તમારો ચહેરો એકદમ સાફ થઈ જશે.
આશા છે કે તમને આ ફેસિયલ કરવાની રીત ગમી હશે. તો તમે પણ એકવાર જરૂરથી આ રીતે ફેસિયલ કરો. અમારી આ બ્યુટી ટિપ્સ પસંદ આવી હોય તો આવી ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
Comments are closed.