જો તમે શાકાહારી છો અને વજન ઓછું કરવા માંગતા હોય તો પનીરથી વધુ સારું કંઈ નથી. પનીર મોટાભાગના લોકોનો પ્રિય ખોરાક છે. પનીર બટર મસાલા, પાલક પનીરથી લઈને પનીર ટિક્કા સુધીમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે અને ભારતીયો વિવિધ સ્વરૂપોમાં પનીર ખાવાના શોખીન છે.
પરંતુ ઘણા લોકો તેને કાચું પણ ખાવાનું પસંદ કરે છે. કેટલાક લોકો માને છે કે દરરોજ પનીર ખાવાથી વજન વધે છે, પરંતુ એવું નથી. જો તમે શાકાહારી હોવ તો પનીર તમારા શરીરને પોષણ આપે છે અને જરૂરી પ્રોટીન પણ પ્રદાન કરે છે.
જેને તમે લગભગ દરરોજ ખાઈ શકો છો. ડાઈટીંગ કરતા લોકો ઘણીવાર સલાડમાં પનીરને મિક્સ કરે છે. ખાસ વાત એ છે કે તમે પનીરને દિવસ દરમિયાન કોઈપણ સમયે અથવા રાત્રિભોજનમાં પણ ખાઈ શકો છો. જો તમે વજન ઓછું કરવા માંગતા હોય તો પનીર જરૂર ખાઓ.
કારણ કે વજન ઘટાડતી વખતે મહિલાઓ ઘણી વસ્તુઓ ખાવાનું બંધ કરી દે છે. આના કારણે તેઓ નબળાઈ અનુભવવા લાગે છે, આવી સ્થિતિમાં પનીર તમારા શરીરને પોષણ આપશે. પનીરમાં પ્રોટીન, વિટામિન અને ફોસ્ફરસ અને કેલ્શિયમ હોય છે જે સ્વાસ્થ્ય માટે સારું છે.
ઉચ્ચ પ્રોટીન અને ઓછી કાર્બોહાઇડ્રેટની માત્રા : ઓછી ચરબીવાળી ગાયના દૂધમાંથી બનેલા પનીરમાં ચરબી ઓછી હોય છે, પરંતુ તે પ્રોટીનનો સારો સ્ત્રોત છે. તમે દરરોજ તમારા આહારમાં પ્રોટીનનો સમાવેશ કરીને તેની ઉણપને પૂરી કરી શકો છો. જે લોકો ઈંડાનું સેવન નથી કરતા તેઓ પનીરમાંથી દૈનિક પ્રોટીનની જરૂરિયાત પૂરી કરી શકે છે.
ઓછી કેલરી : ઓછી કેલરીવાળા આહાર તરીકે આ સારો ખોરાક છે. જેઓ ઓછી કેલરીવાળા ખોરાક ખાય છે તેમના માટે પનીર શ્રેષ્ઠ છે. આનાથી વજન વધશે નહીં અને તમે તમારા મનપસંદ ખોરાકનો આનંદ પણ લઈ શકશો.
લો ફેટ પનીર હેલ્ધી ફેટ પેદા કરે છે : શરીરમાં હાજર ચરબી બર્ન કરવા અને સ્વસ્થ રહેવા માટે હેલ્ધી ફેટની જરૂર પડે છે. ફેટથી ભરપૂર ખોરાકને પચાવવો થોડો મુશ્કેલ હોય છે પરંતુ પનીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી છે અને તમે તેને સરળતાથી પચાવી શકો છો.
પનીર CLA નો સમૃદ્ધ સ્ત્રોત છે : ખાસ વાત એ છે કે પનીરમાં કન્જુગેટેડ લિનોલીક એસિડ (CLA) નામનું ફેટી એસિડ હોય છે, જે વધારાની ચરબી બર્ન કરવામાં ખુબ મદદ કરે છે. તેથી જે લોકો વજન ઘટાડવા ઈચ્છે છે તેઓ પનીર ખાઈ શકે છે.
પનીર ભૂખ સંતોષે છે : પનીર ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જો તમને વારંવાર ભૂખ લાગે તો તમે પનીર ખાઈ શકો છો. ક્યારેક તમને રાત્રિભોજન પહેલા ભૂખ લાગે ત્યારે પનીરનું સેવન કરી શકો છો. આ રીતે તમે તમારી જાતને બહારની વસ્તુઓ ખાવાથી રોકી શકો છો.
તમે પણ પનીરની મદદથી વજનને ઝડપથી ઘટાડી શકો છો. જો લોકો વજન ઘટાડવાનું ચાલુ કરી દીધું છે તેઓ પનીરનું સેવન સ્વશ્ય કરો. જો તમને માહિતી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.