આજે અમે તમારી સાથે શેર કરીશું તલની ચીકી બનાવવાની રીત. આ એક ખુબ જ સરળ રીત છે જે ફક્ત 2 સામગ્રી તીલ અને ગોળમાંથી બનાવવામાં આવે છે. તે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે કારણ કે તે શરીરને ગરમી આપવા માટે જાણીતી છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે.
જો તમે શિખાઉ છો અથવા પહેલીવાર ચિક્કી બનાવી રહ્યા છો તો આ સરળ રેસીપીથી તમે પહેલા જ પ્રયાસમાં જ ક્રિસ્પી અને સોફ્ટ તીલ ચિક્કી બનાવી શકો છો. આ એકડેમ બજાર જેવી જ ચીકી બને છે. આવો જાણીએ બનાવવાની રીત.
સામગ્રી : 200 ગ્રામ (2 કપ) સફેદ તલ, 200 ગ્રામ (2 કપ) સમારેલો ગોળ, 2 ચમચી ઘી, ½ ચમચી ઈલાયચી પાવડર.
બનાવવાની રીત : એક કડાઈમાં 1 કપ તલને ધીમી આંચ પર, સતત હલાવતા રહીને શેકી લો. આ સ્ટેપ ખુબ જ જરૂરી છે, કારણ કે તલને શેકવાથી તેમાં રહેલી મોઈશ્ચર દૂર થાય છે અને ચીકી એકદમ ક્રિસ્પી બને છે. તો 2 મિનિટ તલને શેકીને તેને પ્લેટમાં કાઢી લો.
હવે એ જ કડાઈમાં 2 ચમચી ઘી ઉમેરો અને 2 કપ ગોળ ઉમેરો. ગોળ ઓગળી ન જાય ત્યાં સુધી મધ્યમ આંચ પર સતત હલાવતા રહો. ગોળની ચાસણીને ધીમી આંચ પર ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી ચાસણી ચળકતી અને ઘટ્ટ ન થાય.
હવે ગોળના પાયાને ચેક કરવા માટે, પાણીના બાઉલમાં ચાસણી નાખીને ચેક કરો. જો પાણીમાં નાખો ત્યારે ચાસણી તૂટી જાય છે, તો સમજી જાઓ કે ચાસણી બરાબર છે અને તે ચીકી માટે પરફેક્ટ છે. તે જ સમાટે ગોળનો કલર પણ પહેલા કરતા ઘાટો થઇ જશે.
તો હવે ગેસ બંધ કરો, અને તેમાં ઈલાયચી પાવડર અને શેકેલા તલ ઉમેરો. હવે તેને ચાસણીમાં સારી રીતે હલાવો જેથી ગોળની ચાસણીમાં તલ સારી રીતે કોટ થઈ જાય છે. પછી તરત જ મિશ્રણને બટર પેપર પર અથવા ઘીથી ગ્રીસ કરેલી સ્ટીલ પ્લેટ પર રેડો.
હવે ચીકીના મિશ્રણને, ઘીથી ગ્રીસ કરેલા વાટકાથી ફેલાવી લો અને વેલણની મદદથી વણી લો. આ કામ જલ્દી કરવું જરૂરી છે, નહિતર મિશ્રણ સખ્ત થઈ જશે અને સેટ કરવું મુશ્કેલ બનશે. જ્યારે તે થોડું ગરમ હોય ત્યારે ચોરસ આકાર આપો.
હવે આ ચીક્કીને ઓછામાં ઓછી 30 મિનિટ માટે ઠંડુ કરવા માટે રાખો. તો તલની ચિક્કી સર્વ કરવા માટે તૈયાર છે હવે તેને હવાચુસ્ત પાત્રમાં સ્ટોર કરો અને એક મહિના સુધી આરામથી ખાઓ.
સૂચનાઓ : તલ અને ગોળનું પ્રમાણ ગ્રામમાં એક સરખું હોવું જોઈએ. તલને શેકતી વખતે ગેસની આંચ મધ્યમ જ રાખો. ઘી ચિક્કીને ચમક અને સોફ્ટનેસ આપે છે. ગોળના પાયાનો રંગ બદલાઈ જાય ત્યાં સુધી તેને રાંધો. ગોળ અને તેલ મિક્સ કરતી વખતે ગેસ બંધ કરી દો.
હવે જો તમને રેસિપી પસંદ આવી હોય તો, તમે પણ ઉત્તરાયમાં ઘરે એકવાર જરૂર બનાવો. આવી જ વધુ રેસિપી જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.