હિંદુ ધર્મ અને શાસ્ત્રોમાં ભગવાનની સામે દીવો પ્રગટાવવાનું ઘણું મહત્વ રહેલું છે. દરેક હિન્દુ પરિવારમાં ઘરની મહિલાઓ સવાર-સાંજ દીવો પ્રગટાવી ભગવાનની પૂજા કરતા હોય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તેનાથી દેવી-દેવતાઓ ખૂબ પ્રસન્ન થાય છે.
પરંતુ શિવપુરાણ અનુસાર જો ભગવાનની સામે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે તો ઘરમાં સુખ, ધન અને સ્વાસ્થ્ય સારું રહે છે. ઘીનો દીવો પ્રગટાવવાના બીજા પણ ઘણા ફાયદા છે, તો ચાલો જાણીએ જ્યોતિષના આધારે આનાથી તમને શું લાભ થશે.
ઘી રોગો મટાડે છે
ઘીમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક બળ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોય છે. તે ત્વચાના રક્ત કોશિકાઓને સક્રિય કરે છે. તેનાથી ચામડીના રોગો જેવી બીમારીઓથી છુટકારો મળે છે. ઘરમાં દરરોજ ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરના વાતાવરણમાં રહેલું પ્રદૂષણ પણ દૂર થાય છે.
એર પ્યુરિફાયર છે
ઘીના દીવામાંથી નીકળતો ધુમાડો હવા શુદ્ધિકરણનું કામ કરે છે અને સાથે જ ઘરની હવામાં રહેલા કીટાણુઓનો નાશ કરે છે. ઘીના દીવાની સુગંધથી મન શાંત રહે છે અને ડિપ્રેશન જેવા રોગ પણ થતા નથી.
ઘીનો દીવો પ્રગટાવવાના ધાર્મિક કારણો
હિંદુ ધર્મમાં અગ્નિને દેવતા માનવામાં આવે છે, તેથી દરેક પૂજાની શરૂઆત દીવો પ્રગટાવીને કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે દીવો પ્રગટાવવાથી અજ્ઞાનતાનો અંત આવે છે.
એટલું જ નહીં ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને ઘરમાં લક્ષ્મી કાયમી વસવાટ કરવા લાગે છે.
દીવો પ્રગટાવવા માટેના સાચા નિયમો
દીવો પ્રગટાવતી વખતે જો તમે તેની જ્યોત પૂર્વ તરફ રાખો છો તો તેનાથી તમારી ઉંમર વધે છે. ઘીનો દીવો પ્રગટાવતી વખતે તેની જ્યોતને ક્યારેય પશ્ચિમ તરફ ન જવા દેવી નહીં તો તે તમારા ઘરમાં અશાંતિ વધારશે.
જો તમે ઘીનો દીવો ઉત્તર દિશામાં રાખશો તો તેનાથી તમને ધન પ્રાપ્ત થશે. જો તમે દીપની જ્યોત દક્ષિણ દિશા તરફ રાખશો તો પણ તમને નુકસાન થશે. આનાથી તમારા ઘરમાં નાણાંનું નુકસાન થઈ શકે છે.
પૂજા કરતી વખતે બે પ્રકારના દીવા હંમેશા પ્રગટાવવા જોઈએ, એક ઘીનો અને બીજો તેલનો, તેમાંથી આવતી સુગંધ ઘરમાં શાંતિનું વાતાવરણ બનાવે છે. પૂજા કરતી વખતે સળગતા ઘી ના દીવા સાથે ક્યારેય પણ અગરબત્તી ના સળગાવો, આ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.
એ જ રીતે ક્યારેય દીવો કરીને બીજો દીવો ન પ્રગટાવો. જેના કારણે ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે. તમે જે માચીસથી ઘીનો દીવો કરો છો તેને ઓલવવા માટે ક્યારેય ફૂંકનો ઉપયોગ કરશો નહીં, પરંતુ તમારા હાથને હલાવીને ઓલવો.
જો તમે દિવાસળીને તમારા મોઢામાંથી ફૂંકીને બુઝાવો છો, તો લક્ષ્મી તેનાથી દૂર થઈ જાય છે. તો આ હતા ઘીનો દીવો કરવાના ફાયદા. જો તમને લેખ પસંદ આવ્યો હોય તો આવા વધુ લેખો વાંચવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.