શનિવારના દિવસે કર્મોનો લેખા જોખા રાખનાર શનિદેવની પૂજા કરવાનો નિયમ છે. શનિદેવ સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો છે જેનો ઉલ્લેખ હિંદુ ધાર્મિક ગ્રંથોમાં કરવામાં આવેલો છે. તેમાંથી એક શનિદેવના હનુમાનજીના ડર પાછળની એક કથા પણ છે.
એ વાત તો બધા જાણે છે કે શનિદેવ હનુમાનજીથી ડરે છે અને આ કારણથી શનિદેવની ખરાબ નજરથી બચવા માટે મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજા કરવી અને તેમના મંત્રોનો જાપ કરવો એ જ્યોતિષ અને ધાર્મિક નિષ્ણાતોએ જણાવ્યું છે. પરંતુ શનિદેવ હનુમાનજીથી શા માટે ડરે છે તેનું કારણ કદાચ તમે પણ જાણતા નહીં હોય.
ચાલો તમને શનિદેવ હનુમાનજીથી ડરવા પાછળની રસપ્રદ કહાની વિશે જણાવીએ અને આ સાથે જ અમે શનિદેવ દ્વારા હનુમાનજીને આપેલા વરદાન વિશે પણ માહિતી આપીશું.
દંતકથા 1
શાસ્ત્રોમાં વર્ણવેલ કથા અનુસાર એક વખત હનુમાનજી શ્રી રામનું ધ્યાન કરી રહ્યા હતા ત્યારે શનિદેવ ત્યાં આવ્યા. શનિદેવના આગમન પર હનુમાનજીએ કોઈપણ રીતે તેમનું સ્વાગત ન કર્યું, જેની પાછળનું કારણ સ્પષ્ટ છે કે તેઓ રામના નામમાં તલ્લીન હતા.
આ જોઈને શનિદેવ ગુસ્સે થઈ ગયા અને હનુમાનજીનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો હતો. હનુમાનજીએ શનિદેવને ઘણા સંકેતો આપ્યા પણ હતા પરંતુ શનિદેવ હનુમાનજીના ધ્યાનને ખલેલ પહોંચાડતા રહ્યા હતા.
હનુમાન જી ગુસ્સામાં આવી ગયા અને શનિદેવને પોતાની પૂંછડીમાં લપેટીને જમીન પર પછાડી દીધા અને પછી આકાશમાં ફેંકી દીધા, ત્યારપછી શનિદેવને પોતાની ભૂલ સમજાઈ અને હનુમાનજીની માફી માંગી અને તેણે વરદાન પણ આપ્યું. જે પણ શનિવારના દિવસે હનુમાનજીને તેલ ચઢાવે છે, શનિદેવ તેના જીવનની તમામ પરેશાનીઓ દૂર કરે છે.
દંતકથા 2
દંતકથા અનુસાર, ત્રેતાયુગમાં શ્રી રામના વનવાસ દરમિયાન જ્યારે હનુમાનજી માતા સીતાની શોધમાં લંકા પહોંચ્યા હતા ત્યારે તેમણે શનિદેવને રાવણની લંકાના એક નાના ભોંયરામાં બાંધેલા જોયા.
જ્યારે હનુમાનજી શનિદેવ પાસે પહોંચ્યા, ત્યારે શનિદેવે તેમને આખી વાર્તા સંભળાવી કે કેવી રીતે રાવણે તેમને બંદી બનાવ્યા અને શનિની કુટિલ દ્રષ્ટિથી બચવા માટે તેમને એક નાના ભોંયરામાં છુપાવી દીધા જેથી કરીને કોઈ દેવતા તેમને મદદ કરવા માટે શોધી ન શકે.
આ સાંભળીને હનુમાનજી ખૂબ જ દુઃખી થયા અને શનિદેવની વિનંતી પર તેમણે રાવણના કેદમાંથી મુક્ત કરાવ્યા હતા. એવું માનવામાં આવે છે કે શનિદેવના કારણે જ હનુમાનજી લંકા સળગાવવાની ઘટનાને અંજામ આપી શક્યા હતા.
વાસ્તવમાં, જ્યારે હનુમાનજીએ શનિદેવને રાવણના અત્યાચારથી મુક્ત કર્યા હતા, ત્યારે શનિદેવે પોતાની વક્ર દ્રષ્ટિ આખી લંકા પર પાડી હતી, જેના પછી હનુમાનજી માટે લંકા બાળવાનું સરળ થઈ ગયું હતું.
આ સિવાય, હનુમાનજીને શનિદેવને છોડાવ્યા હતા તેથી શનિદેવ હનુમાનજીથી પસન્ન થયા હતા., ત્યારબાદ તેમણે હનુમાનજીને આ વરદાન આપ્યું કે જે પણ હનુમાનજીની પૂજા કરશે અને દર શનિવારે તેમના મંત્રોનો જાપ કરશે, તેને શનિદેવ ક્યારેય હેરાન કરશે નહી કે તે વ્યક્તિ પર તેની ખરાબ નજર નાખશે નહીં.
તો આ હતી શનિદેવ હનુમાનજીથી ડરવા પાછળની અદભુત કહાણી. જો તમને આ જાણકારી પસંદ આવી હોય, તો તેને ચોક્કસ શેર કરો અને આવા વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.